PUBG સહીત 118 ચીની એપ્સ ભારતમાં બંધ, આત્મનિર્ભર ભારતને મળશે આ રીતે પ્રોત્સાહન.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, હાલ ચીન અને ભારત વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા એક વાર ફરી ચીન પર ડિઝીટલ હુમલો કર્યો છે. કેમ કે આ પહેલા 59 મોબાઈલ ચીની એપ્લિકેશન બંધ કરી હતી, અને હવે 118 બીજી ચીની એપ્સને ભારતમાં બંધ કરવાનો ફેસલો કર્યો છે. હાલ જે 118 એપ્સ બંધ કરવામાં આવી છે તેમાં PUBG પણ શામિલ છે. આ મુદ્દે કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રકાશ જાવડેકરનું એક બયાન પણ આવ્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે, આ નિર્ણયથી આપણા દેશના આંતરિક પ્રોડક્શનને બળ મળશે. અને આત્મનિર્ભર ભારત અભિયાન આગળ વધશે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘118 એપ્સને ભારતમાં બૈન કરી દેવામાં આવી છે. આત્મનિર્ભર ભારત તરફથી આ એક ખુબ જ શાનદાર કદમ છે. ભારતના આ નિર્ણયથી ભારતીય ઇનોવેશનને પણ પ્લેટફોર્મ મળશે, સાથે જ શાનદાર દેશી એપ પણ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે બુધવારના રોજ સરકાર તરફથી PUBG ગેમ સહીત ઘણી એવી એપ્સને બૈન કરવામાં આવી છે, જે એપ્સનો સંબંધ ચીન સાથે હતો. સરકારનું માનીએ તો આ બધી એપ્સ દ્વારા આપણા દેશની સુરક્ષાને ખતરો હતો અને આ બધી એપ્સ પર્સનલ ડેટા ચોરી કરવાની કોશિશ કરી રહી હતી. આ પહેલા પણ સરકાર તરફથી ટિકટોક જેવી એપ્સ પર બૈન લગાવ્યો હતો.

મોદી સરકારનો આ ફેસલો એ જ દિવસે આવ્યો હતો જ્યારે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતે લાંબી છલાંગ લગાવી હતી. હવે ભારત GII ના લીસ્ટમાં ટોપ 50 દેશોમાં શામિલ થઈ ગયો છે. આ એ દેશોનું લીસ્ટ છે જે શાનદાર અને ઇનોવેશન દ્વારા પોતાના મજબુત કરી રહ્યા છે.

આવું બીજી વાર બન્યું છે, જ્યારે ચીનની સાથે બોર્ડર પર ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારત સરકારે એવો ફેસલો લીધો છે. આ જ કારણ છે કે વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે કે, સરકાર ધ્યાન ભટકાવવા માટે એવું કરી રહી છે. સરકારનું ચીનના મામલે ધ્યાન આપવું જોઈએ.

Leave a Comment