મનુષ્ય જીવન સાથેનું સૌથી મોટું તથ્ય.| શિવલિંગ પૂંજવા પાછળનું આ કારણ જે 99% લોકો નથી જાણતા.

શા માટે કરવામાં આવે મંદિરોમાં લિંગની પૂજા…. જાણો મનુષ્ય જીવન સાથેનું સૌથી મોટું તથ્ય…..

મિત્રો આપણે બધા જ લોકો ભગવાન શિવજીને પૂજતા હોઈએ છીએ અને બીજા દેવતાઓની પણ પૂજા કરતા હોઈએ છીએ. તો આજે અમે તમને જણાવશું આપણે શિવ લિંગની પૂજા શા માટે કરીએ છીએ. તો તેના વિશે આમ જોઈએ તો ઘણા બધા તર્કો અને વિતર્કો જોડાયેલા છે. પરંતુ આજે અમે તમને જે તર્ક જણાવશું તે મનુષ્યના વિચાર અને તેના મુલ્યો પર છે. જેના સમજવા માટે આ લેખને ખાસ વાંચો. કેમ કે અમે જે કારણ તમને દર્શાવશું તે દરેક વ્યક્તિના જીવનને ઉપયોગી છે. કદાચ એ કારણ વગર આજે માનવ જીવનની ઉત્તપત્તિ જ થઇ ન હોત. તો ચાલો જાણીએ કે શા માટે ભગવાન શિવની પૂજા લિંગના સ્વરૂપમાં શા માટે કરવામાં આવે છે.

મિત્રો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તે આપણી પૂજા પદ્ધતિ અને આચરણ જોઇને વિચારમાં પડી ગયા હતા. કેમ કે તે આપણી આધ્યત્મ શક્તિને ઓળખી ન શક્યા. જેના કારણે મુર્ખ અંગ્રેજોએ આપણી પૂજા પદ્ધતિ અને અને દેવતાઓની મજાક ઉડાવી હતી. ત્યારે તેને પ્રશ્ન થયો હતો કે તમે પથ્થરની પૂજા શા માટે કરે છો, તેમાં એટલી ભરોસો કંઈ વાતનો રાખો છો ?

પરંતુ આપણી જે પૂજા અને લિંગની પૂજા પદ્ધતિ છે તે એક વિશિષ્ટતા છે. જે આજ સુધી કોઈ પણ ધર્મના લોકો સમજી નથી શક્યા. આપણા હિંદુ ધર્મમાં લિંગની પૂજાનું મહત્વ ખુબ જ જુનું અને પૌરાણિક માનવામાં આવે છે.

ભગવાન શિવજીનું પ્રતિક સ્વરૂપ લિંગ છે અને લોકો તેની પૂજા કરે છે એતો સાચું જ છે. પરંતુ લિંગની પૂજાનું એક બીજું પણ મહત્વ રહેલું છે. આજના સમાજમાં અને લોકોમાં લિંગને અને યોનીને ખુબ જ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં તેને ખુબ જ પવિત્ર અને સર્જનશક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. કેમ કે લિંગ છે એ સર્જનનું પ્રતિક છે. પરંતુ લોકો દ્વારા તેનું એ હદે ખરાબ વિશ્લેષણ કરવામાં આવે છે જેનું આખું અર્થઘટન કુદ્રષ્ટિએ કરવામાં આવે છે.

મંદિરમાં જે લિંગ હોય છે પથ્થર સ્વરૂપે હોય છે. જે આપણને એક માર્ગદર્શન આપી જાય છે. પુરુષના ગુપ્તાંગને લિંગ કહેવામાં આવે છે. અને સ્ત્રીના ગુપ્તાંગને યોની કહેવામાં આવે છે. લિંગ જો ભગવાન દ્વારા સર્જન કરવામાં ન આવ્યું હોત તો કદાચ માનવ જીવન આગળ જ ન ચાલે. શિવ લિંગ એક રૂપ છે. જે આપણી ઉત્તપત્તિનું પ્રતિક પણ છે. જે રૂપ મૂર્ત અને વસ્તુનિષ્ઠ છે. પરંતુ જ્યારે આપણા વિચાર અમૂર્ત અને વ્યક્તિપરક હોય છે.

જ્યારે લિંગ યોનીને મળે ત્યારે આપણે બ્રહ્માંડમાં પ્રવેશ મેળવી શકીએ છીએ, ત્યારે જ આપણે જન્મ લઈએ છીએ, તે એક પ્રતિક છે કે આપણે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને ઉત્તપન્ન થયા. જો લિંગ ક્યારેય યોનીને ન મળે તો આપણું અસ્તિત્વ જ આ જગત પર ન હોય શકે. એટલા માટે હિંદુ ધર્મમાં શાસ્ત્રોમાં યોની અને લિંગને ઉદ્ગમસ્થાન સ્થાન માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. એટલે કે લિંગ અને યોની એક સર્જન કરતું, આ જગતનો ક્રમ ચલાવતું એક સ્થાન છે. જેના ભાગ રૂપે આપણે મંદિરોમાં લિંગની પૂજા કરીએ છીએ. જેનું ઘણું મહત્વ રહેલું છે.

યોની અને લિંગ એક પ્રકૃતિ છે. માત્ર મનુષ્ય જ પોતાની સારી કલ્પના સાથે પ્રકુતિના આ વિચારની કલ્પના કરી શકે છે. મનુષ્ય વિચારને સત, ચિત અને આનંદના રૂપે ઓળખવામાં આવે છે. જેનો સાચો અર્થ થાય છે શાંતિ અથવા આનંદ. આનંદ અને શાંતિ ત્યારે જ આવે છે જ્યારે મનુષ્ય આ પ્રકૃતિ દ્વારા જણાવેલી સાચી વાતને જાણી શકે અને માની શકે. તો લિંગ અને યોનીનું મહત્વ વ્યક્તિને સમજાય જાય અને તેના પર કંટ્રોલ કરી લેવામાં આવે તો પણ વ્યક્તિ મોક્ષને આધીન બની જાય છે. કેમ કે પ્રકૃતિના વિચારમાં ભળેલો મનુષ્ય કર્મ અને કામની વિમુખ થઇ જાય છે. જે તેને મોક્ષના દ્વાર તરફ લઇ જાય છે. એટલે કે લિંગ યોનીનું મિલન કરવું પાપ નથી પરંતુ તેને યોગ્ય સંબંધમાં જોડવામાં આવે તો પુણ્યનું કામ છે. પરંતુ તેમાં જ મોહિત થઈને કામાંભુત થવું તે નર્ક સમાન આત્મા માનવામાં આવે છે.

એટલા માટે જ ભગવાન શિવજીએ લિંગને પોતાનું સ્વરૂપ બનાવ્યું છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, “હું જ કામ છું, આ સૃષ્ટિને વધારનારો અને નષ્ટ કરનાર છું.” એટલે ભગવાન શિવજી લિંગ પોતાના દ્વારા કરેલા સર્જનની પ્રકૃતિ જણાવે છે. જેમાંથી દરેક મનુષ્ય પસાર થવો જોઈએ. લીંગની પૂજા એટલે આપણા ઉદ્ગમસ્થાનની પૂજા છે.

તો મિત્રો પુરુષ લિંગ અને યોનીને આપણા આધ્યત્મ જગતમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે આજે સમાજ ચાલે છે માનવ સર્જન પણ થાય છે. અને એટલા માટે જ આપણે બધા મંદિરોમાં જઈને લિંગની પૂજા પણ કરીએ છીએ.

તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment