પૂરી જિંદગી નોકરીમાં પસાર ના કરો, અપનાવો આ ટીપ્સ જેનાથી તમે પણ તમારું પૈસાનું વૃક્ષ બનાવી શકો.

મિત્રો આજે સૌથી વધુ લોકો જોબ કરી રહ્યા છે, અને તેમાંથી મોટા ભાગના લોકોનો પગાર તો સામાન્ય જ હોય છે. પણ તે લોકો પણ અમીર બનવાના સપના જોતા હોય છે. અને તેમ છતાં તેઓ અમીર બની શકતા નથી. કેમ કે તેઓ અમીર બનવા માટે નો યોગ્ય રસ્તો શોધી શકતા નથી.

તો આજે અમે તમારા માટે એ રસ્તો લઈને આવ્યા છીએ કે જેનાથી તમે ભલે જોબ કરતા હોવ છતાં પણ તમે તમારું પોતાનું પૈસાનું વૃક્ષ ઉભું કરી શકો. કેવી રીતે તે વૃક્ષ ઉભું કરી શકાય તેનો એક રસ્તો દેખાડતી એક કથા નીચે આપેલી છે. તેના દ્વાર તમે જાણી શકશો કે તમારે કઈ રીતે પગારની સાથે સાથે કઈ રીતે આ વૃક્ષ ઉગાડી શકાય….

આશા છે કે તમને નીચેની કથા દ્વારા કૈક જાણવા મળશે. જો ગમે તો આગળ શેર કરવા વિનંતી.

  🛠 પાઈપલાઈન. ⚒ મિત્રો આજે આપણે એક નાની એવી વાર્તા જોઈશું અને તેનાથી આપણી લાઈફ સફળ કઈ રીતે થાય તેના વિશે આપણને જાણવા મળશે. આપણે જીવનમાં કંઈક મેળવવા માટે મહેનત તો કરાવી જ પડે છે. પરંતુ આપણી મહેનત એવી હોવી જોઈએ જેનાથી આપણે આપણી એનર્જી અને ટાઈમ બંને બચી જાય અને નિવૃત્તિના સમયે પણ આપણી ઇન્કમ ચાલુ રહેવી જોઈએ. અને આપણી શારીરિક આવસ્થા  પણ એક સામાન્ય સ્થિતિમાં રહેવું જોઈએ.

 ⚒ આજે આપણે વાત કરીશું બે મિત્રોની અને તેની વિચારધારાની. જે આપણને ખુબ જ સાચી પ્રેરણા આપી જાય છે. અને આપણે પણ સફળતા મેળવવા માટે કેવો રસ્તો શોધવો તે આપણી પર નિર્ભર હોય છે.

🔧 એક નાનું એવું ગામ હતું. ત્યાં ખુબ જ સારા અને વિશ્વાસુ બે મિત્રો રહેતા હતા. તેનું નામ હતું ક્રિષ્ના અને અર્જુન હતું. તે બંને મિત્રો એક ખબૂ જ સારી અને સુખી જીવન જીવવાની તમન્ના રાખતા હતા. તે બંને તેના માટે કોઈ પણ મહેનત કરવા માટે તૈયાર હતા.

⛏ તેના ગામથી ખુબ જ દુર એક નદી આવેલી હતી. અને તે ગામની નજીક કોઈ તળાવ કે નદી ન હતું અને ગામના લોકોને છેક નદી સુધી પાણી ભરવા માટે જવું પડતું હતું. એક વાર તે ગામના સરપંચને વિચાર આવ્યો કે ક્રિષ્ના અને અર્જુનને પૈસાની જરૂર છે. તો તેને ગામના લોકો માટે પાણી ભરી લાવવાની નોકરી આપી દઈએ. સરપંચે ગામમાં તેવો પ્રસ્તાવ મુક્યો. અને ગામના લોકો ખુબ જ ખુશ થયા અને રાજી ખુશીથી બંને મિત્રોને નોકરી આપી દીધી.

 🔧 ત્યારે નક્કી કરવામાં આવ્યું કે બંને દિવસ દરમિયાન જેટલું પાણી ભરી લાવે તેટલું તેને મહેનતાણું મળી જશે. તે સાંભળીને બંને મિત્રો ખુબ જ ખુશ થાય છે. અને સવારથી લઈને સાંજ સુધી પાણીની બાલ્ટી લઈને નદીથી ગામ સુધી પાણી પહોંચાડતા હતા. અને સાંજે તેને તે કામના સારા એવા પૈસા પણ મળી રહેતા હતા. અને ખુબ જ મહેનતથી પાણી ભરી લાવતા એટલે ગામના લોકો પણ ખુબ જ ખુશ હતા.

 ⛏ પરંતુ કામ પૂરું કરીને તે બંને મિત્રો ખુબ જ થાકી જતા હતા. બંનેના હાથ પીઠ બંને ખબૂ જ દર્દ કરતા હતા. અર્જુન પોતાના કામથી ખુબ જ ખુશ હતો. અને તેને પૈસા કમાવવામાં રસ પણ હતા. અર્જુનને ખુબ જ ભરોસો હતો કે તે જે પૈસા કમાય છે તેના માધ્યમથી તે પોતાના મોજ શોખ અને સારી એવી જીવન શૈલી જીવી શકશે.

🛠 અર્જુનએ પોતાની મૂડી વધારવા માટે મોટી બાલ્ટીમાં પાણી લાવવાનું શરુ કરી દીધું. અને પોતાની ઇન્કમ વધારી દીધી.

 🔧 બીજી બાજુ ક્રિષ્ના પોતાના કામથી ખુશ ન હતો. વધારે પૈસા કમાવવા માટે કોઈક આસાન રસ્તો શોધી રહ્યો હતો. ટેબ્લોને એક દિવસ એક વિચાર આવ્યો કે નદીથી લઈને ગામ સુધી એક પાઈપ લાઈન બનાવી નાખું તો ? અને જો તે પાઈપલાઈન બની જાય તો ગામને વધારે પાણી મળી રહે અને મને વધારે પૈસા.

 ⛏ ક્રિષ્ના ખુબ જ ઉત્સાહી હતો આ કામને લઈને. અને તેણે પ્લાન બનાવવાનું શરુ કરી દીધું. ક્રિષ્નાએ આ પ્લાન વિશે અર્જુનને પણ કહ્યું, કે તું પણ મારી સાથે જોડાઈ જા અને આપણે મળીને પાઈપલાઈન ઉભી કરીએ. અર્જુનને લાગ્યું કે પાઈપલાઈન બનાવવા માટે ખુબ સમય લાગી જશે. અને અર્જુનના જે સપના હતા તે અટકી જશે. અને અર્જુનએ પાઈપલાઈન  વાળા આઈડીયાને નકારી દીધો અને તેણે પોતાનું પાણી લાવવાનું સાધન પાછું મોટું કરી લીધું. અને વધારે પૈસા કમાવવા માટે નથી ગામ સુધી પાણીના ફેરા પણ વધારે લગાવવા લાગ્યો.

 🔧 હવે ક્રિષ્નાએ વિચાર કર્યો અને નક્કી કરી લીધું કે તે પાઈપલાઈન બનાવવાનું. તેને ખબર હતી કે તે કામ એટલું આસાન નથી.  તે પ્લાન પૂરો કરવા માટે ઘણા બધા વર્ષો લાગી જશે. અને તો પણ તેણે પોતાનું ધ્યાન પાઈપલાઈન પર કેન્દ્રિત કર્યું. પરંતુ તેને પોતાનું જુનું કામ હતું તે પણ ન છોડ્યું અને રોજ પોતાના હિસાબથી તે પાણી ગામ સુધી પહોંચાડી દેતો.

⛏ તે પોતાની નવરાશના સમયમાં પાણીની લાઈન બનાવવામાં લાગી જતો હતો. થોડોક સમય વીત્યો અને ગામના લોકો ક્રિષ્નાને ખીજવવા લાગ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા. અને ગામના લોકો તેને ક્રિષ્ના ધ પાઈપલાઈન મેન કહીને ચીડવતા હતા. અને બીજી બાજુ અર્જુનની ઇન્કમ ડબલ થઇ ગઈ હતી. તે ખુબ જ મોટું ઘર પણ ખરીદી લીધું અને અને તેની જીવન શૈલી પણ ખુબ જ બદલાય ગઈ હતી.

 🛠 અર્જુન હવે તેનું કામ પૂરું કરીને પોતાની કમાણી હરવા ફરવા અને મોજ શોખમાં વાપરતો હતા. થોડા વર્ષો પછી અર્જુન ને ખબર પડી કે રોજ આ કામ કરવાથી તેનું શરીર નબળું પડી ગયું છે. અને હવે તે પાણી ભરી લાવે તેવી તેનામાં તાકાત રહી ન હતી. અને ધીમે ધીમે તે પાણીની ઓછી  બાલ્ટી લાવતો થઇ ગયો.

 🔧 ઘણો સમય વીતી ગયો અને અર્જુનની કમાણી ઘટી ગઈ હતી. તો સામે ક્રિષ્નાની પાઈપલાઈનનું કામ પૂરું થવાને આરે હતું. ત્યાર પછી થોડા જ સમયમાં ક્રિષ્નાએ પોતાની લાઈન ગામ સુધી લંબાવી દીધી. અને હવે તે બાલ્ટીની બદલે પાઈપલાઈનથી ગામને પાણી આપતો હતો. ક્રિષ્ના હવે પહેલા કરતા ખુબ જ વધારે કમાવવા લાગ્યો હતો. અને હવે ક્રિષ્ના કામ ન કરે તો પણ તેને પૈસાની આવક તો ચાલુ જ રહેતી હતી.

 

 ⛏ હવે ક્રિષ્ના બહાર હોય, ફરતો હોય, પાર્ટી કરતો હોય તે કંઈ પણ કરતો હોય તેની આવક ચાલુ જ રહેતી હતી. અને બીજી બાજુ પાઈપલાઈન આવવાથી અર્જુન હવે બે રોજગાર થઇ ગયો હતો.

🛠 વાસ્તવિક જીવનમાં ઘણા બધા લોકો બ્રુનોના વિચારોની જેમ કામ કરતા હોય છે. તેનું કોઈ ભવિષ્ય હોતું નથી. તેમાં આપણી ટાઈમ અને એનર્જી બંને વેસ્ટ થાય છે. જો એક નોકરીથી પૈસા ઓછા પડે છે તો તે બીજી નોકરી કરી લે છે. અથવા તો ઓવર ટાઈમ કરતા હોય છે.

 🔧 જ્યારે બીજી બાજુ ઘણા લોકોની વિચારધારા ક્રિષ્ના જેવી હોય છે તેણે પોતાનું કામ પણ ચાલુ રાખ્યું અને પોતાનો ટાઈમ અને એનર્જી બંને એક લીમીટેડ આવક માટે વેસ્ટ ન કર્યું. અને થોડો ટાઈમ અને એનર્જી બંને પોતાની પાઈપલાઈન બનાવવામાં લગાવી. કેમ કે ક્રિષ્નાને ખબર હતી કે એક દિવસ તે પોતાનું શારીરિક અને પોતાનું માનસિક બંને બળ નબળું પડી જશે. માટે તેણે પોતાની એનર્જી અને ટાઈમ ખુબ જ સારી જગ્યાએ વાપર્યું.

 ⛏ આજે આપણે ઘણી બધી કંપની જોઈએ છીએ તે લોકોએ ક્રિષ્નાની જેમ પોતાની એક લાઈન ઉભી કરી દીધી છે. તે કંઈ પણ કામ કરતા હોય પરંતુ તેનું કામ અને આવક ચાલુ જ રહેતી હોય છે. જેમ કે રિલાયન્સ, અદાણી, તાતા એન્ડ ગ્રુપ અને હાલની અમેઝોન કંપની. આ બધાના માલિક ગમે ત્યાં હોય પરંતુ તેની આવક વિના અવરોધે એક એક પળે ચાલુ રહે છે.

 🛠 આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અથવા તો બેઝનેસ કરતા હોઈએ ત્યારે તે બિઝનેસ આપણા વગર ન ચાલે તો તે નોકરી બરાબર જ કહી શકાય છે. તેના માટે આપણો  ટાઈમ અને આપણી એનર્જી બંને લીમીટેડ આવકમાંથી વધારાનો સમય બચે તેમાં એક લાઈન બનાવવામાં લાગી જાવ. પછી તમારી સફળતા લોકો દ્વારા થશે તમારે માત્ર હેન્ડલ કરાવનું રહેશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.   (૩) ગુડ     (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

4 thoughts on “પૂરી જિંદગી નોકરીમાં પસાર ના કરો, અપનાવો આ ટીપ્સ જેનાથી તમે પણ તમારું પૈસાનું વૃક્ષ બનાવી શકો.”

Leave a Comment