મિત્રો આજે અમે તમને આ લેખમાં એક એવી વાત જણાવશું કે માનવતા આજે પણ જીવંત છે. જો તમે એક વાર આ લેખને વાંચી લેશો તો તમને પણ સમજાય જશે જીવનમાં ઈમાનદારી અને માનવતાનું શું મુલ્ય હોય છે. માટે દરેક લોકો આ લેખને અવશ્ય વાંચે અને આગળ પણ શેર કરો.  

સમય સાંજ માંથી રાત્રીમાં પરિવર્તન પામી ગયો હતો. બધું જ કામ પરવારીને નેહા તેના પતિ સંજય સાથે શાંતિની પળો લઈને વાત કરવા માટે બેઠી. તેના દીકરાનું વેકેશન હોવાના કારણે નેહા થોડું રીલેક્સ ફિલ કરતી હતી. પરંતુ બે પાંચ મિનીટ થઇ ત્યાં તેના દીકરાએ બરફનો ગોળો ખાવાની ઈચ્છા જતાવી ને કહ્યું કે, મોમ,  ચાલોને ગોળો ખાવા જઈએ. નેહા તૈયાર હતી જો સંજય હા પાડે તો.

સંજયે હા પાડી એટલે નેહા તરત જ રૂમમાં પોતાનું પર્સ લેવા માટે ગઈ. પરંતુ રૂમમાં નેહાએ આમતેમ ફાંફા માર્યા પરંતુ પાકીટ મળ્યું નહિ. નેહાને ખુબ જ ચિંતા થવા લાગી. પરંતુ પાકીટ મળતું ન હતું. નેહાને રહી રહીને યાદ આવ્યું કે હું બે દિવસ પહેલા શાક લેવા માટે ગઈ હતી ત્યાં જ ભૂલીને આવતી રહી છું લગભગ તો.

સંજય ખુબ જ સમજદાર વ્યક્તિ હતો તેને નેહાને સમજાવતા કહ્યું, પાકીટ ક્યાંક તારાથી મુકાય ગયું હશે તું આમ ચિંતા ન કર અને ચાલ આપણે અત્યારે ગોળો ખાવા માટે જઈએ. તારા ચહેરા પર આ ચિંતાની લકીરો શોભતી નથી, અને ન મળે તો પણ એમાં કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી. મારા માટે તો તું અગત્યની છે પાકીટ નહિ, ચાલ અત્યારે આપણે જઈએ હવે. પાકીટ નવું આવશે ચાલ અત્યારે.

ત્યારે સંજય સામે નેહા મીઠી દલીલ કરતા કહે છે કે, “અરે સંજય તેમાં પૈસા હતા ઘણા બધા, પાકીટ ભલે નવું આવે પણ તેમાં પૈસા હતા એ નહિ આવેને પાછા.” ફરી સંજયે વાત કાપતા કહ્યું, “અરે રૂપિયા હું થોડા વધારે કમાઈ લઈશ તું ચિંતા ન કર.” નેહા પોતાની ભૂલ બદલ ખુબ જ પછતાવો કરી રહી હતી પરંતુ તેણે સમયમાં સંજયના પ્રેમને જોઈ ખુબ જ ગર્વ થયો અને આવો પ્રેમ જોઇને તે ગદગદ થઇ ગઈ.

સંજયે રાત્રે ખુબ જ સમજાવી છતાં નેહાને સવારથી જ કોઈ જગ્યાએ ચેન આવતું ન હતું. તે પાકીટ ખોવાય ગયું તેની ચિંતામાંને ચિંતામાં ઘરનું થોડું ઘણું કામ કર્યું પરાણે, રસોડાનું પણ કામ જલ્દી જલ્દી મન વગર કર્યું, પરંતુ કોઈ બીજા કામમાં મન લાગતું ન હતું. મન ખુબ જ વ્યાકુળ હતું, મનમાં નકરા વિચારો જ આવતા હતા, સુવાની કોશિશ કરી પણ દિવસે સુઈ પણ ન શકી, મોબાઈલમાં થોડી વાર ખાંખાખોળા કર્યા પણ કંઈ ચેન આવતું ન હતું.

પરંતુ આમતેમ કરીને આખો દિવસ પસાર કર્યો અને સાંજ પડવા આવી અને શાકવાળાનો આવવાનો સમય થયો. નેહા વિચારતી હતી કે શાકવાળો આવે ત્યાં હું પહોંચી જાવ એટલે મને થોડી નિરાંત થાય. સમય થતાની સાથે જ નેહા એક્ટીવા લઈને પહોંચી ગઈ જ્યાં શાકવાળો આવતો હતો. નેહા શાકવાળો આવે તેના પહેલા જ પહોંચી ગઈ હતી. પરંતુ તેના મનમાં અનેક સવાલો હતો, મળશે કે નહિ મળે, આપશે પાછુ કે નહિ આપે, શું થયું હશે વગેરે.

પરંતુ દસ મિનીટ શાકવાળાની વાટ જોઇને નેહા રહી ન શકી તેણે બાજુમાં એક બીજા શાકવાળાને પૂછ્યું પેલો બીજો શાકવાળો આવે છે એ નથી આવ્યો આજે. ત્યારે એ શાકવાળો જવાબ આપે છે કે એ રોજ અહિયાં જ આવે છે પણ બે દિવસથી દેખાયો નથી. નેહા આ સાંભળી મનમાં બબડવા લાગી. ‘ક્યાંથી આવે હવે આટલો મોટો દલ્લો હાથ લાગ્યો છે.’ આવા વિચારો સાથે એણે એક્ટિવા ચાલું કર્યુંને નિકળતી જ હતી ને પેલાં બીજા શાકવાળાએ કહ્યું, “ઊભા રહો મેડમ.. લ્યો આ પરશો આવી ગયો.”

નેહા એ જોયું પરશો લારી લઈ દોડતો દોડતો આવતો હતો. આવતા વેંત એણે એના ગલ્લામાંથી પાકિટ કાઢીને સીધું જ નેહાના હાથમાં આપી દીધું અને કહ્યું, “મેડમ તમે બે દિવસ પહેલા મારી લારી પર જ તમે પાકીટ ભૂલી ગયા હતા, પરંતુ તમે ઉતાવળમાં હતા અને નીકળી ગયા અને પાકીટ અહીં જ લારી પર પડ્યું રહ્યું, પરંતુ મેં તે પાકીટ તરત જ મારા ગલ્લામાં મૂકી દીધું હતું. તે દિવસે તમે ફરીવાર આવશો એટલા માટે તમારી રાહ પણ મેં જોઈ હતી, પરંતુ તમે મોડે સુધી ન આવ્યા, પરંતુ બીજા દિવસે મારા છોકરાની તબિયત બગડી ગઈ અને એને દાખલ કરવો પડ્યો હતો હોસ્પિટલમાં. એટલા માટે હું બે દિવસથી આવતો ન હતો. પરંતુ આજે હું તમને પાકીટ આપવા માટે જ આવ્યો છું.”

એક શ્વાસ સાથે પરશો આટલું બધું બોલી ગયો. પરંતુ નેહાએ છતાં પોતાનાના મનના સમાધાન માટે પોતાનું પાકીટ ખોલીને જોયું. તેમાં જોતા નેહા ચોંકી ગઈ, કેમ કે પાકીટમાં બધું જેમ હતું તેમ જ પડ્યું હતું. એક પણ વસ્તુ આઘાપાછી થઇ ન હતી. પરંતુ છતાં નેહા પૂછી બેથી પરશાને કે તને આ પાકીટ જોઇને લાલચ ન થઇ. પરંતુ પરશાએ એક સુંદર જવાબ આપ્યો, “મેડમ, મારા બાપુએ મને શીખવ્યું છે કે મફતનો કરેલો રોટલો ક્યારેયની પચે.” નેહાએ ફરી પૂછ્યું તને લાલચ ન થઇ ? “મેડમ તમારું પાકીટ હું ખોલું તો મને લાલચ થાય ને, પણ મેં પાકીટ ખોલ્યું નથી.”

નેહાના પાકીટમાં પુરા બાર હજાર રૂપિયા હતા, તે સહીસલામત મળી જવાથી ભગવાનનો ખુબ જ પાડ માનવા લાગી હતી. તેને સમજાયું ગયું કે ખરેખર આ દુનિયામાં સારા માણસો પણ છે. નેહાને તેના પતિના પ્રેમ પર પણ ખુબ જ ગર્વ થયો. કેમ કે પત્નીની બેદરકારી હતી તેમ છતાં પણ તેણે વાતને પ્રેમથી સંભાળી લીધી હતી. એટલે નેહા ખુશ થઇ ગઈ હતી.

નેહાએ પરશાને તેની ઈમાનદારી માટે એક હજાર રૂપિયા આપ્યા. પરશાએ પહેલા તો લેવાની નાં જ કહી દીધી. પરંતુ નેહાએ આગ્રહ કર્યો અને કહ્યું કે, “હું તમે દિલથી ખુશ થઈને આપું છું, લઇ લે, તારો દીકરો બીમાર છે તેમાં ક્યાંક કામ આવશે, જો મને પાકીટ ન મળ્યું હોત તો ? એટલા માટે આ તારી ઈમાનદારીની કમાણી છે મફતની નથી આ પૈસા લઇ લે.”

પરશાની આંખમાં પાણી આવી ગયું અને બોલી ઉઠ્યો, “મેડમ મેં ડોક્ટરની ફી તો આપી દીધી પણ હવે દવાના રૂપિયા બાકી છે, એ પણ હમણાં જઈને ચૂકતે કરી આવું, મારી ઘરવાળી ખુશ થઇ જશે.” નેહા પણ ખુશ થઇ અને જતી રહી અને પરશો પણ દવાના પૈસા આપવા માટે તરત જ જતો રહ્યો અને બંને પરિવારોમાં સાંજે એક અલગ આનંદ જેનું વર્ણન ન થાય તેવી ખુશી ફેલાઈ ગઈ હતી.

તો મિત્રો આજે પણ સમાજના નાના હોદ્દા વાળા લોકો પણ ખુબ જ મોટા કામ કરી જતા હોય છે. જે આજે આ લેખમાં આપણને પરશામાં દેખાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો હજુ માણસાઈ જીવે છે કે નહિ….?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here