સ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો

મિત્રો સ્વામી વિવેકાનંદથી તો આપણે બધાજ પરિચિત છીએ. તેમણે ઘણા ઓછા આયુષ્યમાં વધારે જ્ઞાન મેળવ્યું હતું. તે ઉપરાંત  તેને લોકો સુધી પહોંચાડ્યું પણ ખરું. તેમની અદભુત યાદશક્તિ વિષે આપણે નાનપણથી જ સંભાતા આવ્યા છીએ તેમજ તેમની ઉદારતાની ઘટનાઓ આપણે અભ્યાસ દ્વારા માહિતગાર છીએ. મિત્રો યુવાપેઢીને શક્તિશાળી બનાવે તેવા અમૂલ્ય વિચારો સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા છે. મિત્રો તેમના કંઇક મહત્વ પૂર્ણ વિચારો આ આર્ટીકલ દ્વારા તમારી સુધી પહોંચાડવા માંગીએ છીએ.SWAMI VIVEKANANDમિત્રો  આ લેખ તમારા જીવનને ઉત્સાહી તેમજ પ્રગતિ શીલ બનાવવા માટે અચૂક વાંચજો તેમજ તમારા અમુલ્ય વિચારો કોમેન્ટ દ્વારા શેર કરો.
“કોઈ પણ કાર્ય વિચારોમાંથી ઉદ્દભવે છે. માટે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખો ”
કાર્ય કરવું ઘણું સારું છે. આપણે જે કાર્ય કરીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે. તમે તેવું જ કરશો જેવું તમે વિચારશો. અને એવું જ બનશે જેવું તમે કરશો. જેથી જીવનમાં આપણે  વિચારો હંમેશા ઉચ્ચ રાખવા જોઈએ કારણ કે, સ્વામી વિવેકાનંદના મત મુજબ ” કલ્પના શક્તિએ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારોનો આધાર છે.”SWAMI VIVEKANANDઆપ જે કરવા માંગો છો તેની કલ્પના કરતા રહેવું જોઇએ,  કારણ કે, બધાજ મહાન પુરુષો, કવિંઓ અને શોધકોમાં મહાન કલ્પના શક્તિ હતી. અને તે દ્વારા જ તે લોકો આગળ આવ્યા છે.
“અધીરો માણસ ક્યારેય સફળતા મેળવી શકે નહિ.”
જીવનમાં સફળ થવા માટે ધૈર્ય આવશ્યક છે. અધીરા બનવાથી હાથમાં આવનારી સોનેરી તકો આપણે ગુમાવી બેસીએ છીએ. માટે વહેલા કે મોડા સફળતા પ્રાપ્ત થશે જ,  જો તમારામાં અનંત ધેર્ય હશે તો.

માટે હંમેશા ધીરજવાન વ્યક્તિ બનવાની કોશિશ કરો.
👉 “નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે.”
નિષ્ફળતાની ક્યારેય પરવા ન કરવી જોઈએ. નિષ્ફળતા સ્વાભાવિક છે. કારણ કે,  જો જીંદગીમાં મથામણ ના હોય તો જીવનની કોઈ કિંમત જ ના હોત.  તેથી નીડરતાથી નિષ્ફળતાનો સામનો કરો  અને જિંદગીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો.SWAMI VIVEKANAND👉 “એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે.”
એકાગ્રતા વગર કઈ જ શક્ય નથી. જયારે મન ઘણું શાંત અને એકાગ્ર હોય  ત્યારે જ તેની સમગ્રશક્તિ સારું કામ કરી શકે છે.  માટે દરેક કાર્યને સારું બનાવવા એકાગ્રતાથી તે કાર્ય કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદની એકાગ્રતા વિશે તો સૌને ખ્યાલ જ છે. કે, કેવી રીતની છે તેમની એકાગ્રતા. એટલે જ કહેવાય છે કે, એકાગ્રતા જ સર્વ જ્ઞાનનો સાર છે.SWAMI VIVEKANAND👉 “જીવીએ ત્યાં સુધી શીખીએ.”
મિત્રો શીખવાની હજુ સુધી કોઈ સમયમર્યાદા નથી નક્કી થઇ. માટે તમારી કોઈ પણ ઉંમર હોય હમેશા શીખતા રહેવાની ભાવના રાખવી જોઈએ. કારણ કે, જે માણસ નવું શીખવાની ઈચ્છા નથી રાખતો તે ખરેખર મરેલો છે.SWAMI VIVEKANAND👉 “સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે. તેને સ્વીકારી લો.”
જયારે આપણે કઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવે જ છે. તો તેનાથી ડરીને કાર્ય છોડી ન દેવું. જયારે તમાંરો આખો દિવસ એક પણ મુશ્કેલી વગરનો જાય તો એક વાર વિચારી લેવું કે,  ક્યાંક તમે ખોટા રસ્તે તો નથી જઈ રહ્યા.SWAMI VIVEKANAND👉 “ઈચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઇ શકે છે.”
સફળ થવા માટે જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છાશક્તિ પણ મહત્વના છે. બીજી બધી વસ્તુ કરતા ઈચ્છાશક્તિ વધું બળવાન છે. તેની આગળ બીજું બધું શિર જુકાવે છે. જો પ્રબળ ઈચ્છાશક્તિ કેળવાશે તો ધ્યેય સુધી અવશ્ય પહોંચી શકાશે.Swami Vivekanand👉 “તમારા ભાગ્ય વિધાતા તમે જ છો.”
તમારી જાતને ઘડનાર તમે પોતે જ છો. કારણ કે, તમે જ તમારા મહાન શત્રુ છો. અને તમે જ તમારા મહાન મિત્ર છો. તો તમે જ નક્કી કરો કે, તમે શું બનશો. તમે પોતે જ તમારા ભાવિને ઘડી શકો છો. તમારી અંદર જ તેનું સામર્થ્ય રહેલું છે.SWAMI VIVEKANAND👉 “પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.”
મિત્રો સર્વો દુઃખોનું કારણ પરાધીનતા છે. જયારે વાતની આશા કે આધાર બીજા પર રાખો તો સ્વાભાવિક છે કે, દુઃખ પણ આવશે જ. પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી કાર્ય સરળ બની જાય છે.Swami Vivekanand👉 “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.”
મિત્રો આળસમાં દિવસો વિતાવવાથી કઈ જ હાંસિલ થતું નથી. માત્ર નિર્બળતા જ ઉદ્દભવે છે. માટે ઊઠો, ઊભા થાઓ અને જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

1 thought on “સ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો”

Leave a Comment