એમેઝોન કંપનીના માલિક Jeff Bezoz ની જાણવા જેવી કહાની, તેને આ રીતે મળી હતી સફળતા.

મિત્રો, તમે એમેઝોન નામ તો સાંભળ્યું જ હશે અને ઘણા લોકોએ એમેઝોન પરથી ખરીદી પણ કરી જ હશે. ઈ-કોમર્સમાં પોતાનું નામ કરનાર એમેઝોન એક એવી કંપનીનો છે, જેની શરૂઆતમાં ઘણા લોકોએ અવગણના કરી હતી, અનેક લોકોનો વિરોધ હોવા છતાં પણ એમેઝોન કંપનીની સ્થાપના કરનાર Jeff Bezoz ના જીવનની આ સફર પણ ખુબ કઠિનાઈ ભરેલી છે. જેના વિશે આજે અમે તમને જણાવશું અને કેવી રીતે મળી સફળતા એ પણ જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પોતાની લાઈફમાં અનેક સંઘર્ષોનો સામનો કરનાર Jeff Bezoz આજે દુનિયાના અમીર લોકોમાંના એક છે. ત્યાં સુધી કે તેઓએ પોતાની પત્ની Mack enzie પાસે લીધેલા ડાઈવોસમાં પોતાની કંપની એમેઝોનમાંથી 25% શેર આપી દીધા હતા.  આ સિવાય તેઓએ એક સ્પેસ કંપની પણ ખોલી, જેનું નામ છે ‘Blue Origin.’

Jeff bezoz ની હિસ્ટ્રી : તેમનો જન્મ 12 જાન્યુઆરી 1964 માં થયો હતો. તેની માતાનું નામ Jacklyn Jorgense. Jeff ના જન્મ સમયે તેની માતા ટીનેજર હતી. Jeff ના જન્મ બાદ એક વર્ષ પછી તેના માતા-પિતાના તલાક થઈ ગયા. હવે જ્યારે jeff 4 વર્ષના થયા ત્યારે તેની માતાએ બીજા લગ્ન કર્યા. તેના બીજા ફાધરનું નામ હતું Mike bezoz. Jeff એ 1986 માં Princeton university થી computer and electrical engineering ની ડીગ્રી મેળવી. આમ ડીગ્રી મેળવી લીધા પછી તેમણે D.E Shaw’s કંપનીમાં જોબ મળી ગઈ. આ કંપની એક મ્યુચલ ફંડ કંપની હતી. અહીં તેના કામના કારણે તેને જલ્દી પ્રમોશન મળી ગયું અને તે કંપનીમાં vice president બની ગયા.

આમ જલ્દી જોબ પર પ્રમોશન મળવાને કારણે તેઓ તરત જ લોકોના સંપર્કમાં આવી ગયા, તેમજ પ્રખ્યાત પણ થઈ ગયા. કારણ કે ત્યાં તેની સેલરી ખુબ જ સારી હતી. પોતાના work દરમિયાન તેમણે નોટીસ કર્યું કે દુનિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યામાં 2300% જેટલો વધારો દર વર્ષે થઈ રહ્યો છે. પરંતુ તેની મુંજવણ એ હતી કે તે જોબ મૂકી દે કે પછી શરૂ રાખે. કારણ કે જોબ કરવાથી તે પોતાના પસર્નલ કામ પર સમય આપી શકતા ન હતા.આ સમસ્યાને લઈ તેઓ પોતાની માતા પાસે ગયા ત્યારે તેની માતાએ તેને કહ્યું કે, ‘તે જોબ ન મુકે, પરંતુ જોબ પછીના સમયે અથવા તો રાત્રીના સમયે પોતાના નવા પ્રોજેક્ટ પર work કરે.’ અને જ્યારે તેણે પોતાના બોસને આ અંગે પૂછ્યું તો તેના બોસે કહ્યું કે, ‘જો તેની પાસે જોબ ન હોત તો આ સારો વિકલ્પ હતો, પરંતુ હાલ તેની પાસે સારી એવી જોબ છે, તેથી જોબ છોડીને નવી કંપની ખોલવી શક્ય નથી.’ પરંતુ જ્યારે તેણે પોતાની પત્નીને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘તેને જોબ છોડી દેવી જોઈએ, એટલે સુધી કે તે તેના કામ માટે પોતાની જોબ પણ છોડવા તૈયાર હતા.’

આ સિવાય jeff એવું પણ વિચારતા હતા કે, તમે જ્યારે કોઈ નિર્ણય લેવામાં અચકાતા હો, તો તમે 80 વર્ષના છો એમ વિચારો. પછી જુઓ કે તમે લીધેલો નિર્ણય પર 80 વર્ષ પછી અફસોસ થાય છે કે દુઃખ. તેણે વિચાર્યું કે 80 વર્ષ પછી હું ખુશ હોઈશ, કારણ કે કમસેકમ મેં મારું સપનું પૂરું કરવા માટે નિર્ણય તો લીધો.

આમ વિચારી તે અને તેની પત્ની બંને જોબ મુકીને એક અન્ય શહેરમાં ચાલ્યા ગયા. ત્યાં જઈ તેઓએ એક ગેરેજમાં પોતાની કંપની શરૂ કરી. Jeff એ એક કાગળ પર 20 આઈટમના નામ લખ્યા. જે તે ઇન્ટરનેટ પર વેંચાણ માટે મૂકી શકે. આ બધા નામ માંથી તેઓ બુકને પ્રથમ સીલેક્ટ કરી. કારણ કે તેઓનું માનવું હતું કે તે બુકને સહેલાઈથી ઇન્ટરનેટ પર વહેંચી શકશે.

સૌ પહેલા તેમણે Relentless.com નામનું Domain ખરીદ્યું. પરંતુ પછી તેઓ એ તેનું નામ બદલીને દક્ષિણ અમેરિકાની નદી એમેઝોનના નામે Amazon.com રાખી દીધું. આમ કોઈ પણ પ્રકારની જાહેરાત વગર Amazon.com પોતાના શરૂઆતી 30 દિવસોમાં જ 20000 ડોલરની બુકનું વેંચાણ કરી નાખ્યું અને થોડાક જ વર્ષોમાં એમેઝોન દુનિયાનું સૌથી મોટું બુક સ્ટોર બની ગયું.  Jeff પોતાની site મોટાભાગે બુકનું ઈમેજ જ મુકતા અને જ્યારે કોઈ બુક માટે ઓર્ડર આપે પછી જ બુકની ખરીદી કરતા હતા.આમ આખી દુનિયામાં jeff ની તારીફ થઈ રહી હતી. તો બીજી બાજુ jeff તેનાથી પણ કંઈક વિશેષ વિચારી રહ્યા હતા. તેઓ હજી પણ એ બધી વસ્તુઓ ઇન્ટરનેટ પર વેંચવા માટે લાવવા માંગતા હતા જે બહાર માર્કેટમાં વેંચાય છે. આ બધી વસ્તુઓમાં જેવી કે સીડી, ઈલેક્ટ્રોનિક, કપડાં, મોબાઈલ અને ટોયસ વગેરે.

Jeff ને તેના સફરમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો. પરંતુ પોતાના સ્વભાવથી તેમણે દરેક મુસીબતનો સામનો કર્યો. આ મુસીબતોમાં સૌથી મોટી પ્રૉબ્લેમ હતી સ્ટાફની. તેઓને કોઈ પણ એક વસ્તુ માટે મિલો સુધી ચાલવું પડતું હતું. કારણ કે એક પ્રોડક્ટ અહિયાં, તો બીજી પ્રોડક્ટ બીજા કોઈ ખૂણા મળતી હોય. આમ આવી પ્રૉબ્લેમમાં કારણે ઘણા સ્ટાફની તબિયત ખરાબ થવા લાગી.

આવા સમયે jeff ને એક કંપની kiva વિશે જાણવા મળ્યું. આ કંપની એવા રોબર્ટ બનાવે છે, જે ખુબ ઝડપથી કોઈ પણ વસ્તુને પહોંચાડી શકે છે. તો jeff એ કંપની kiva ને ખરીદી લીધી. આ ઉપરાંત jeff પહેલેથી જ ગ્રાહકોને ગેરેંટી વાળી સર્વિસ આપવા માંગતા હતા, તેઓ ગ્રાહકને તેનું પ્રોડક્ટ જલ્દી મળે, ઓછી કિંમતે મળે, અને સારું મળે, તેવું ઇચ્છતા હતા.

Jeff પોતાના ગ્રાહકોને લઈને એટલા સીરીયસ હતા કે, પોતાની કંપનીની શરૂઆતમાં મિટિંગ દરમિયાન એક ખુરશી ખાલી રાખવામાં આવતી હતી. તેમનું માનવું હતું કે, તે ખુરશી પર એક ગ્રાહક બેસેલો છે, જે તેની વાતોને સાંભળે છે, અને અન્ય સભ્યો ગ્રાહક તરફથી આર્ગ્યુમેન્ટ પણ કરતા હતા.

Jeff એક પછી એક એમ અનેક પ્રોડક્ટ્સને વેંચાણ માટે મુકવા લાગ્યા હતા. જેમાંથી ઘણા પ્રોડક્ટ્સ ફેલ પણ થઈ ગયા હતા અને અમુક ખુબ જ સફળ પણ રહ્યા.. જેમ કે jeff એ એક amazon prime શરૂ કર્યું. જેમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળતી હતી, જેવી કે free shipping, music, movie વગેરે. Amazon prime દુનિયાનું સૌથી મોટું membership program હતું. જેમાં 100 મિલિયન કરતા પણ વધુ લોકો સામેલ હતા.શરૂઆતમાં લોકોને લાગ્યું કે amazon prime પર membership ની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે લાગ્યું કે, તેનાથી નુકસાન થશે. પરંતુ નહિ, જે લોકોએ તેમાં પોતાની membership લીધી હોય તેઓ એ તેમાં વધુને વધુ પ્રોડક્ટ્સની ખરીદી કરી.

આજે amazon એટલી મોટી કંપની થઈ ગઈ છે કે, ઓગસ્ટ 2019 માં 110 billion ડોલર membership હતી. આટલું જ નહિ, ત્યાર પછી jeff એ એક સ્પેસ કંપની પણ ખોલી જેનું નામ blue origin. જે reusable rockets બનાવવામાં સફળ રહી. Jeff એવું વિચારતા હતા કે આપણે પૃથ્વીને બચાવવી જોઈએ. નહિ કે બીજા કોઈ ગ્રહ પર જવું જોઈએ. તેમનું માનવું છે કે પ્રદુષણ કરતી દરેક કંપની સ્પેસમાં જ ખોલાવી જોઈએ. જેનાથી પ્રદુષણ ઓછું થાય.

આમ આપણે જોયું કે એક ગેરેજમાં શરૂ કરેલી કંપની આજે દુનિયાની મોટી કંપનીમાંની એક છે. એવું બને કે શરૂઆતમાં ઘણા વિરોધ હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી બધા વિશ્વાસ કરે જ છે.  આમ jeff ધીમે ધીમે amazon prime, amazon kindle અને amazon web services જેવી સર્વિસ બહાર પાડી. તેમણે 2 billion ડોલર ચેરીટીમાં દાનમાં આપ્યા છે. જેથી કરીને તે ગરીબ લોકોની મદદ કરી શકે.

Leave a Comment