મિત્રો આજના સમયમાં પ્રેમ થવો એ ખુબ જ સામાન્ય વાત છે. આજના લગભગ યુવાનોને પોતાની જિંદગીમાં પ્રેમ થતો હોય છે. કોઈક ને તો એક નહિ, પરંતુ અનેક વાર થતો હોય છે. પરંતુ સત્ય હકીકત જોઈએ તો આજના યુવાનો પ્રેમમાં પડીને બધી જ હદોને પાર કરી નાખે છે. પરંતુ સાચો પ્રેમ હોય શું તેનાથી અજાણ હોય છે. કેમ કે તેઓ પોતે જ પ્રેમની વ્યખ્યા નક્કી નથી કરી શકતા. આજના યુવાનો માત્ર આકર્ષણ અને પ્રવાહની માફક પ્રેમ કરવા પર ઉતરી ગયા હોય છે.

પરંતુ એવું પણ નથી કે બધાનો પ્રેમ માત્ર આકર્ષણના કારણે જ ટકેલો હોય. ઘણા પ્રેમ સંબંધો એવા પણ જોવા મળે છે કે જેના સંબંધમાં આકર્ષણ, આવડત અને ખુબસુરતીનું કોઈ મહત્વ નથી હોતું. બસ તેઓ માત્ર એક બીજાને ની:સ્વાર્થ પ્રેમ કરે છે અને હર  સમયે પોતાના પ્રેમીનું ધ્યાન રાખે છે, તેમજ તેમની સાથે કદમથી કદમ મેળવીને ચાલે છે. તો આજે તમને એક એવી જ સત્યઘટના અને પ્રેમ કહાની જણાવશું. જેને જાણીને તમને પણ થશે કે શું ! આવો પણ પ્રેમ હકીકતમાં શક્ય બની શકે ખરો ? કારણ કે અત્યાર સુધી આવો પ્રેમ ફિલ્મોમાં જોવા મળતો હતો પરંતુ આજે અમે તમને એક હકીકતની વાત કરશું.

મિત્રો વાત છે જામનગરના ચિરાગ અને હિરલના પ્રેમની. તમને જણાવી દઈએ કે ચિરાગ અને હીરાલનો પ્રેમ સલીમ અને અનારકલી કે હીરરાંજાથી કમ ન આંકી શકાય. કેમ કે હિરલ અને ચિરાગ બંનેની માર્ચ મહિનામાં સગાઇ થઇ હતી. હિરલના હાથ અને પગમાં તેના ભવિષ્યમાં થનારા પતિ ચિરાગના નામની મહેંદી રચાઈ હતી. હિરલે સાજશણગાર સજેલા હતા અને બંનેની ખુબ જ સારી એવી ભવ્ય સગાઇ થઇ ગઈ હતી. સગાઇ થયા બાદ હિરલ અને ચિરાગ બંને પોતાના જીવનની ખુબ જ સુંદર ક્ષણોને સપનાઓ સાથે વિતાવી રહ્યા હતા.

પરંતુ બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં હિરલ સાથે એક એવી દુર્ઘટના ઘટી કે જેણે તેના પરિવાર અને ભાવી પતિ ચિરાગને હચમચાવી નાખ્યો. હિરલ એક દિવસ પોતાના ઘરે બારી પાસે કપડાં સુકવતી હતી અને તેના પર એક હાઈ વોલ્ટેજનો વીજ તાર પડ્યો. જેના કારણે તેને વીજળીનો ખુબ જ મોટો શોક લાગ્યો. વીજળીનો આટલો જટકો લાગતાની સાથે જ  હીરાલનો એક હાથ અને બંને પગ ગંભીર રીતે દાજી ગયા. પરંતુ જીવ બચી ગયો. એટલે તરત જ તેને જામનગર હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવી. પરંતુ ગંભીર ઈજા હોવાના કારણે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે જવું પડ્યું.

જ્યાં ડોક્ટરે હીરલનો જીવ બચાવવા માટે તેનો એક હાથ અને બંને પગ કાપી નાખ્યા. જેમાં એક પગ ઘૂંટણથી નીચેથી કાપવામાં આવ્યો, જ્યારે બીજો પણ ઘૂંટણની ઉપરથી કાપવામાં આવ્યો છે. મિત્રો છે ને અજીબ વાત ! હજુ તો થોડા મહિના પહેલા જે હિરલે પોતાના હાથ અને પગમાં હોંશે હોંશે પોતાના ભાવી પતિ ચિરાગના નામની મહેંદી લગાવી હતી, તેમાંથી આજે તેમાનો એક હાથ અને પગ તે ગુમાવી બેઠી છે.

મિત્રો પોતાની દીકરીની આ પરિસ્થિતિ જોઇને પરિવારના લોકો પર આભ તૂટી પડ્યું હતું અને બધા ખુબ જ દુઃખી થયા હતા. પરંતુ આવા કપરા સમયે જો હિરલ અને તેના પરિવારનો સહારો બન્યો હોય તો તે છે હીરાલનો ભાવી પતિ ચિરાગ. મિત્રો આજના સમયમાં જો સગાઇ પછી છોકરાને ખબર પડે ને કે છોકરીના શરીરે કોઈ ડાઘ છે, કોઈ અન્ય વસ્તુનો સામાન્ય પ્રોબ્લેમ છે તો તે તેવી સામાન્ય બાબતોમાં પણ સગાઇ તોડી નાખતા હોય છે. જ્યારે હિરલના હાથ અને પગ કપાઈ જવા છતાં પણ ચિરાગે નક્કી કર્યું કે તે હિરલ સાથે જ લગ્ન કરશે અને આખી જિંદગી તેનો સાથ અને સહારો બનશે.

મિત્રો આ ઘટના મેં મહિનામાં બની હતી અને ત્યારથી જ ચિરાગ હીરલની મદદે ખડે પગે ઉભો રહ્યો છે અને હીરલને જીવાવવાનો અને સાજા થવાનો હેતુ આપી રહ્યો છે. આજે હિરલનું બધું જ કામ તે કરે છે અને તેની બધી જ સેવા ચિરાગ જ કરે છે. ચિરાગનું આ બાબતે કેહવું છે કે જો આ જ દુર્ઘટના લગ્ન બાદ બની હોત તો તે કંઈ તેનો સાથ ન છોડી શકેત. પરંતુ જો અત્યારે હું જ હીરાલનો સાથ છોડી દવ તો હું પાપી કહેવાવ, મારી માનવતા પર લાંછન કહેવાય. મિત્રો આ બીજું કંઈ નહિ પરંતુ ચિરાગનો હિરલ પ્રત્યેનો સાચો પ્રેમ જ છે.

મિત્રો આજે હિરલ પોતાની તકલીફો સામે હિંમતથી લડી રહી છે તો તેનું કારણ છે તેના પરિવાર અને ચિરાગનો સાથ. હિરલ ઝડપથી બિલકુલ ઠીક થઇ જાય તેના માટે કોમેન્ટમાં ભગવાનને પ્રાથના જરૂર લખજો. god bless you અને આપણું પેજ લાઈક કરજો https://www.facebook.com/SocialGujarati/
source : google  photo: internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here