નીતા અંબાણી અને બધી બોલીવુડ’ની હિરોઈનને પહેરાવે છે આ મહિલા સાડી…. લે આજે લાખોમાં ફી… જાણો કોણ છે મહિલા…

નીતા અંબાણી અને બધી બોલીવુડ’ની હિરોઈનને પહેરાવે છે આ મહિલા સાડી…. લે આજે લાખોમાં ફી… જાણો કોણ છે મહિલા…

મિત્રો આજકાલ દરેક લોકોમાં કોઈને કોઈ તો ફેશન જોવા મળતી જ હોય છે. દરેક લોકો પોતાના લુકને ખુબ જ સારો દેખાડવા માંગતા હોય છે. મોટા ભાગે આપણા ભારત દેશમાં બધી ફેશનો બોલીવુડ માંથી જ આવે છે. જેનું અનુકરણ કરીને લોકો પોતાના દેખાવમાં અને કપડાની બાબતમાં ફેરફાર કરતા હોય છે. બોલીવુડમાં લગભગ બધી જ હિરોઈન ખુબ જ અલગ નવી નવી સાડીઓ અને નવા લુકિંગ ડ્રેસ પહેરતી હોય છે.

તો આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવશું કે જે બધી બોલીવુડની સેલીબ્રીટી હિરોઈનને સાડીઓ પહેરાવે છે. નીતા અંબાણીને પણ ખુદ સાડી પહેરવા માટે આ સ્ત્રીને બોલાવવી પડે છે. કહેવાય છે કે જો આપનામાં હુનર અથવા તો કંઈ પણ કરી શકતા હોઈએ તો કામયાબી અવશ્ય મળતી હોય છે. તો ચાલો જાણીએ કોણ છે એ સ્ત્રી જે આખા બોલીવુડ જગતને પહેરાવે છે સાડી….

ફિલ્મ જગતમાં મોટી મોટી હિરોઈનના દેખાવ પાછળ તેની મેકપ ટીમનો હાથ હોય છે અથવા તો ડ્રેસ ડીઝાઈનરનો હાથ હોય છે. આજે અમે જે મહિલાની વાત કરીશું એ નીતા અંબાણીને પણ સાડી પહેરાવે છે અને બોલીવુડનો મોટી મોટી હિરોઈનને પણ સાડીઓ પહેરાવે છે. તે મહિલાનું નામ છે ડોલી જૈન. જેમણે સાડી બાંધવામાં ખુબ ખુબ જ મોટા મોટા રેકોર્ડ બનાવ્યા છે.

ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર જેવી મોટી હિરોઈનના લગ્નોમાં સાડીઓ પહેરાવી હતી. ડોલી જૈને હમણાં જ જણાવ્યું હતું તેમના જીવન વિશે એક ઈન્ટરવ્યૂમાં. તોક હાલો આપણે પણ જાણી તેના વિશે વિશેષ માહિતી.

ડોલી જૈને જણાવ્યું હતું કે તેને ખુદને જ ક્યારેય પણ સાડી પહેરવી પસંદ ન હતી. પરંતુ આજે એ જ ના પસંદ વસ્તુને બંધાવાના લાખો રૂપિયા હું લવ છું. તેમણે ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હું બેંગલોર મોટી થઇ છું અને હંમેશા ત્યાં મેં જીન્સ, સ્કર્ટ્સ, ટીશર્ટમાં જ રહી છું અને એજ પહેરતી હતી. પરંતુ મારા લગ્ન કોલકાતામાં થયા છે. ત્યાં મારા સાસરિયામાં માત્ર સાડીઓ જ પહેરવાનો રીવાજ હતો. ત્યાં જઈને આ વાતની જાણ થયા બાદ ખુબ જ રડી હતીં અને સાડીઓને પહેરવામાં લગભગ કલાકો નીકળી જતા હતા.”

હું હંમેશા રડતી જ રહેતી હતી કે મારા સાસરિયાના લોકો કેવા છે. પરંતુ ત્યારે આ મજબુરી સમજીને સાડી પહેરવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યારે એક વિચાર આવ્યો કે જો સાડી તો પહેરવાની જ છે તો કંઈક અલગ અલગ રીતે રોજ પહેરવામાં શું વાંધો. તેમાં પણ આપણે નવી નવી સ્ટાઇલ કરી શકીએ છીએ. તો પહેલા તો સાડી સાડીઓ પહેરતા શીખી અને ત્યાર બાદ તેમાં અલગ અલગ બદલવા લાવવાના શરૂ કર્યા.

ત્યાર પછી જ્યારે પણ આજુબાજુમાં રહેતા લોકોને ત્યાં અથવા તો સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું થાય તો લોકો તેની સાડીના ખુબ જ વખાણ કરતા થયા. સમય રહેતા આ કામને તેણે પોતાનો પ્રોફેશન બનાવવાનું નક્કી કર્યું. તેમણે એ પણ જણાવ્યું હતું કે આજે હું જે કંઈ પણ છું એ મારા પરિવારના કારણે જ છું. જ્યારે રાત્રે બધા જ લોકો ઘરમાં સુઈ જતા ત્યારે 11 વાગ્યા થઇ લઈને રાત્રે 3 વાગ્યા સુધી એક પુતળા પર સાડીઓ પહેરાવતી હતી અને શીખતી હતી. પરંતુ એ સમય દરમિયાન તેમણે એક જ સાડી એ પુતળાને 80 વખત અલગ અલગ પદ્ધતિથી બાંધી અને તેની સીધી બનાવીને તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મોકલી.તે સીધી જોઇને લિમ્કા દ્વારા પુરસ્કાર પણ ડોલીને આપવામાં આવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ત્યાર બાદ ખુદે જ પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે એક સાડીને લગભગ નવી નવી રીતે 325 રીતે પહેરીને અને બાંધીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ એક રેકોર્ડ તેમણે જે બનાવ્યો છે તેની કોઈ બરાબરી ન કરી શકે. તેણે 18.30 સેકેંડમાં જ સાડી પહેરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ડોલીએ જણાવ્યું હતું કે આજે તે ખુબ જ મોટા મોટા ડીઝાઈનરની સાથે કામ કરી છે. અબુ જાની, સંદીપ ખોંસલા અને મનીષ મલ્હોત્રાના ગ્રાહકોને સાડીઓ પહેરાવવા માટે જાય છે. તેની કિંમત પણ આજે તે લાખોમાં લે છે. માત્ર એક જ સાડી પહેરાવવા માટે તે લાખો રૂપિયા લે છે( અલગ સ્ટાઈલ અને કસ્ટમર મુજબ) . તે 320 અલગ અલગ પ્રકારે સાડી પહેરાવી શકે છે.

છેલ્લે તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેં મારા અણગમતા કામને મારો પ્રોફેશન બનાવ્યો ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે આટલી આગળ જઈશ. પરંતુ તેમણે એ પણ જણાવ્યું હતું કે હું આજે જે કંઈ પણ છું એ મારા પતિ અને મારા પરિવારના કારણે છું. જેમણે મને દરેક સમયે મદદ કરી છે. અને કદાચ એટલા જ માટે હું આજે આગળ વધી શકી છું.

તો મિત્રો આ હતી એ સફળ મહિલા જેમણે પોતાના અણગમતા કામને બનાવ્યો છે પોતાનો બિઝનેસ. માત્ર થોડી જ મહેનત કરવા માટે આજે લાખો રૂપિયા લે છે. તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment