મોરારી બાપુના બાળપણનો અદ્દભુત કિસ્સો…. જે તમે ક્યારેય નહિ સંભાળ્યો હોય … જરૂર વાંચજો….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 મોરારી બાપુના બાળપણનો અદ્દભુત કિસ્સો…. જરૂર વાંચજો…. 💁

💁 મિત્રો મોરારી બાપુ આજે વિશ્વના ખુબ જ પ્રખ્યાત કથાકાર છે અને ઘણા બધા લોકોને તેમણે જીવન અને ભગવાન વિશે પોતાના ઉપદેશોથી માહિતગાર કર્યા છે. મોરારી બાપુ આજે પણ લોકોમાં સાત્વિક ગુણો વિકસાવવાનું અને ભગવાનના અસ્તિત્વને લોકો સુધી પહોંચાડવાનું પુણ્યનું કાર્ય કરી જ રહ્યા છે. તો મિત્રો આજે અમે મોરારી બાપુના બાળપણનો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. તે પ્રસંગ છે ખુબ જ નાનો પરંતુ તેમાં રહેલો મર્મ દરેક વ્યક્તિને એક સારો સંદેશ આપે છે. એટલા માટે આ લેખને એક પણ લાઈન ચુક્યા વગર અંત સુધી વાંચો. તમારા જીવનમાં પણ એક નાનો એવો સુધાર આવી શકે.

Image Source :

🚶 મિત્રો પહેલાના સમયમાં કોઈ ગેસ ન હતા માત્ર ચુલા જ હતા. જો રસોઈ બનાવવી હોય તો લાકડાની જરૂર પડે. તો પહેલાના સમયમાં લોકો રસોઈ બનાવવા માટે બળતણ લેવા માટે જતા હતા. તો વાત એમ છે કે મોરારી બાપુના માતા પણ આ રીતે રોજે વાડીઓમાં બળતણ લેવા માટે જતા હતા. તે સમયે મોરારી બાપુની ઉમર પણ ખુબ જ નાની હતી. એટલે મોરારી બાપુ પણ માતા સાથે જતા હતા.  મોરારી બાપુ ખુબ જ નાના હતા એટલે તેમને એક મગની શીંગ માતા હાથમાં આપી દેતા. તે મગની શીંગને ચાવતા ચાવતા માતા સાથે જતા.

🚶 તેમાં એક દિવસ ઇંધણ લઈને  તેઓ પોતાની માતા સાથે આવતા હતા. તો રસ્તા પર મોરારી બાપુના  પગમાં કાંટો વાગ્યો. તો મોરારી બાપુને થયું કે જો તે લંગડા ચાલશે તો તેમની માતાને ખબર પડી જશે કે તેમને કાંટો વાગ્યો છે. અને મોરારી બાપુને થયું કે મારા કરતા તો વધારે દુઃખ મારી માતાને થશે એટલે માટે તેણે કાંટાને દબાવ્યો અને વ્યવસ્થિત ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ કાંટો પગમાં જ ભાંગી ગયો અને પાનીમાં અંદર ઘુસી ગયો. છતાં પણ મોરારી બાપુ કંઈ બોલ્યા નહીં અને માતા સાથે ચાલવા લાગ્યા.

Image Source :

💁 ચાલતા ચાલતા તેઓ ઘરે પહોંચ્યા તો સામે મોરારી બાપુના ગુરુ બેઠા હતા. મોરારી બાપુના ગુરુ એટલે તેમના દાદા. તેમના ગુરુજીને જોઇને મોરારી બાપુ થોડા વધારે વ્યવસ્થિત ચાલવા લાગ્યા. કારણ કે મોરારી બાપુ’ના મતે ગુરુજી માતાની પણ માતા હોય અને પિતાના પણ પિતા હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ સુરુજીને સાક્ષાત બ્રહ્મા અને વિષ્ણુનો દરરજો આપવામાં આવ્યો છે. એટલે મોરારી બાપુ’ને ચાલતા જોઇને તેમના ગુરુજીને ખબર પડી ગઈ. કે પગમાં કાંટો વાગ્યો છે. આપણે હંમેશા એટલું યાદ રાખવું જોઈએ કે ગુરુજી થી આપણે ગમે એટલું આપણું દુઃખ છુપાવીએ એ બહાર આવી જ જાય છે. અને મોરારી બાપુ સાથે કંઈક એવું જ થયું.

💁 ગુરુજીને શંકા હતી એટલે તેમણે મોરારી બાપુને પૂછ્યું, “કે શું થયું છે તારા પગમાં ?” પણ મોરારી બાપુ કંઈ બોલ્યા નહિ. ત્યારે મોરારી બાપુની માતાને પણ ખબર પડી ગઈ કે તેના દીકરાને પગમાં કાંટો વાગ્યો છે. પછી મોરારી બાપુના ગામમાં એક માધાભાઈ બાબર હતા. તો તેમના માતાએ ગુરુજીને મર્યાદા પૂર્વક કહ્યું કે માધાભાઈ બાબરને બોલાવી લો એ કાંટો કાઢી આપશે. માધાભાઈ બાબર મોરારી બાપુના દાદાની ખુબ જ સેવા કરતા હતા. એટલા માટે એ ઘરના સભ્ય જેવા જ હતા.

Image Source :

🙏 પરંતુ મોરારી બાપુના ગુરુજીએ મોરારી બાપુનો પગ પોતાના ગોઠણ પર રાખ્યો અને મોરારી બાપુના માતાને કહ્યું કે “મને એક સોય આપો, આજે હું આનો માધો છું.”

🙏 મિત્રો આ પ્રસંગ આપણને ખુબ જ સામાન્ય લાગે પરંતુ પ્રસંગમાં ગુરુ શું હોય તેનું મહત્વ છુપાયેલું છે. ગુરુજીને માતાની માતા અને બ્રહ્માથી અને વિષ્ણુ ભગવાન કરતા પણ ઉંચો દરરજો આપવામાં આવે છે. પછી છેલ્લે જે દ્રશ્ય સર્જાયું કે મોરારી બાપુનો પગ તમને ગુરુજી પોતાના ગોઠણ પર રાખીને કાંટો કાઢે છે. એ દ્રશ્ય આપણે એક ગુરુ શું હોય છે આપણા જીવનમાં એ સમજાવી જાય છે.

🙏 આપણા જીવનમાં ગુરુજીનું મુલ્ય શું હોય એની પ્રતીતિ કરાવે છે આપણને, કે ગુરુનું જીવનમાં ખુબ જ મહત્વ છે. એક સાચા ગુરુ તેને જ કાહેવાય કે જે પોતાના ગોંઠણ પર તમારો પગ રાખીને તમારામાં રહેલા અંધકાર રૂપી અજ્ઞાન સમાન કાંટાને દુર કરે. તમારામાં રહેલા દુર્ગુણોને દુર કરી સદગુણોને વિકસાવે, તમારામાં રહેલા વ્યર્થ અભિમાનને દુર કરે. જે વ્યક્તિ તમારા પગમાંથી કાંટો કાઢી શકે છે એ આપણા જીવનમાં આવતા કાંટાને પણ દુર કરી નાખે છે અને આ વસ્તુ એક સાચા ગુરુ જ કરી શકે.

Image Source :

🙏 જેમ માતા પોતાના બાળકના પગમાં કાંટો વાગ્યો હોય તો ફૂંક મારતા મારતા કાઢેને તેવી જ રીતે એક ગુરુ પણ પોતાના શિષ્યમાં રહેલા આંતરિક કાંટાઓને કાઢે છે અને તેને સાચા માર્ગ પર દોરે છે. અને એટલા માટે જ આજે મોરારી બાપુ એક સંતની પ્રતિમા છે અને દુનિયામાં તે એક સદ્કાર્ય કરી રહ્યા છે. જેને આજના લોકો ભૂલી રહ્યા છે. મોરારી બાપુ તેમના ગુરુજીના રસ્તા પર જ ચાલ્યા અને તેમણે એક સારા કાર્ય માટે સિદ્ધી પ્રાપ્ત કરી. એટલા માટે જ જગતમાં ગુરુનું સ્થાન આટલું ઊંચું છે.

🙏 તો મિત્રો આ પ્રસંગ પરથી તમને શું ઉપદેશ મળ્યો અને આ વાત કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment