સાવ સરળ રીતે ઘર બેઠા અંગ્રેજી બોલતા આ રીતે શીખો .. બસ આ લેખ વાંચી લો પછી જુઓ

👨‍🏫અંગ્રેજી બોલતા શીખવું હોય તો આટલું કરો :👩‍🏫

👩‍🏫 મિત્રો આપણે બધા એ વાતથી તો પરિચિત જ છીએ કે આજકાલ અંગ્રેજીનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. લગભગ દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે અને વધારે ને વધારે અંગ્રેજી શીખે. તમારામાં ગમે તેટલું ટેલેન્ટ ભરેલું હોય પરંતુ જો તમને અંગ્રેજી બોલતા નથી આવડતું તો તમે સારી એવી જોબ ઈન્ટરવ્યુંને લગભગ ક્રેક ના કરી શકો. તેનું કારણ છે અંગ્રેજી તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ મલ્ટી નેશનલ કંપનીમાં ઈન્ટરવ્યું હોય તો તે અંગ્રેજીમાં જ લેવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજી અત્યારે આંતર્રાષ્ટ્રીય ભાષા બની ગઈ છે.

 👩‍🏫અમુક લોકો એવા હોય છે કે જેના માટે અંગ્રેજી સાવ અણગમતો વિષય હોય છે. તેવા લોકોને તો અંગ્રેજી શીખવા તથા બોલવામાં ખુબ જ તકલીફ પડતી હોય છે. ગ્રામર લખી શકતા હોય પણ સમજી  શકતા હોય પરંતુ જ્યારે અંગ્રેજી બોલવાની વાત આવે તો કદાચ બોલવાને બદલે ચુપ રહેવાનું જ પસંદ કરે છે. મિત્રો કહેવાય છે કે ગુજરાતના લોકો આમ તો ક્યાંય પાછા ન પડે. ખાસ કરીને વાત વેપાર અને ધંધાની હોય પણ અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય છે.


👩‍🏫અત્યારે એવું છે કે જે લોકો  થોડા ઓછા ટેલેન્ટેડ હોય પરંતુ જો તેને અંગ્રેજી બોલતા આવડતું હોય તો તે અન્યની નજરમાં ખુબ જ ટેલેન્ટેડ ગણાય છે. હર કોઈ વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તે સારું અંગ્રેજી બોલી શકે તો મિત્રો તમને આ લેખ તેના માટે ખુબ જ મદદ રૂપ થશે.

* અંગ્રેજી બોલતા આ રીતે શીખો :

👩‍🏫ગ્રામર વિશે ન વિચારી : વધારે પડતા લોકો જેની પેલી ભાષા હિન્દી  કે ગુજરાતીમાં બોલતા શીખવા માંગતા હોય છે. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ તે લોકો બોલવામાં સફળ નથી થતા. તેવું શા માટે ? કારણ કે તેવા લોકો બોલવા કરતા અંગ્રેજી ગ્રામરને શીખવા પર વધારે ફોકસ કરતા હોય છે. અને ગ્રામરના રૂલ્સમાં ફસાઈને રહી જતા હોય છે.

Image Source :
👩‍🏫પરંતુ મિત્રો તમે ગ્રામરથી થોડું અલગ વિચારો. જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તેને કોઈ ભાષા બોલતા નથી આવડતી પરંતુ તે ધીરે ધીરે પોતાની આસપાસની ભાષા સાંભળે છે અને આપ મેળે એ બોલતા પણ શીખી જાય છે. તેને કોઈ ગ્રામર નથી શીખવવામાં આવતું. એટલું જ  નહિ પણ આપણે અત્યારે જે ભાષા બોલી રહ્યા છીએ તેમાં પણ આપણે ક્યારેય ગ્રામર જોતા નથી. એવું નથી કે અંગ્રેજી ગ્રમાંરનું કોઈ મહત્વ નથી પરંતુ જ્યારે સવાલ અંગ્રેજી બોલવાનું આવે ત્યારે તેનું મહત્વ થોડું ઓછું થઇ જાય છે. ગ્રમાંરનું મહત્વ એકઝામમાં હોય છે. લગભગ 95%લોકો ગ્રામેટીક સાચું અંગ્રેજી નથી બોલતા.

👩‍🏫લોકો શું કહેશે તે ક્યારેય ન વિચારો. ઘણા લોકોમાં તમે જોયું હશે કે તેને એક ભય હોય છે કે તેનાથી ખોટું બોલાય જશે તો લોકો શું વિચારશે. લોકો તેનો મજાક ઉડાવશે તો વગેરે વગેરે. પરંતુ મિત્રો હકીકતમાં તેવું નથી શીખી શકતા માટે સાચું ખોટું, ભાંગેલું તૂટેલું પણ બોલવું ખરું. કારણ કે  દુનિયામાં સૌથી મોટો રોગ એ છે કે “લોકો શું વિચારશે.” આ રોગ રસ્તામાં પડેલા કાંટા સમાન છે.

👩‍🏫અંગ્રેજીમાં વિચારો આપણામાંથી ઘણા લોકો એવા છે જે અંગ્રેજી બોલવામાં એક ભૂલ કરતા હોય છે. મનમાં અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કરતા હોય છે. તેનાથી આપણા મગજ ઓટોમેટીક પ્રોસેસિંગ નથી કરી શકતું. તેથી મનમાં પણ અંગ્રેજી વિચારવા નું શરૂ કરી દો ભલે તે ગ્રામેટીક ખોટું હોય. શરૂઆતમાં થોડી વાર તકલીફ થશે પરંતુ આગળ જતા તે તમારી આદત બની જશે. અને એક દિવસ એવો આવશે જ્યારે ગુજરાતીની જેમાં અંગ્રેજીમાં પણ જવાબ ઓટોમેટીકલી અંગ્રેજીમાં જ આવશે.

Image Source :
👩‍🏫દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ ડ્રાઈવિંગ શીખતી હોય ત્યારે તેને શરૂઆતમાં ખુબ જ તકલીફ પડે છે. તેમાં ખુબ જ ધ્યાન આપવું પડે છે. પરંતુ થોડા સમય પછી એવું થાય છે કે તેનું ધ્યાન ન પણ હોય છતાં તે વ્યવસ્થિત ડ્રાઈવ કરી શકે છે. કારણ કે આપનો મગજ conscious attention વગર પણ ઓટોમેટીક પ્રોસેસિંગ કરતુ હોય છે.

👩‍🏫અંગ્રેજી મુવી, સીરીયલ જોવી, કોમેન્ટ્રી સાંભળો, મેગેઝીન વાંચો. કોઈ પણ વસ્તુને શીખવા માટે સૌથી વધારે જરૂરી છે. એક સારું તેને અનુકુળ વાતાવરણ. જો તમે સારી રીતે અંગ્રેજીમાં વાતચીત કરવા માંગતા હોય તો થોડા સમય માટે અંગ્રેજી ફિલ્મ, ટી.વી સીરીયલ્સ અને ન્યુઝ જોવાનું ચાલુ કરો. આ સાથે અંગ્રેજી ન્યુઝપેપર તેમજ મેગેઝીન વાંચવાનું ચાલુ કરી દો. જો તમને ક્રિકેટ તેમજ અન્ય કોઈ સ્પોર્ટ્સ પસંદ છે તો તમે અંગ્રેજી કોમેન્ટ્રી સાંભળો. આવા વાતાવરણમાં રહેશો   1 થી ૩ મહિના સુધી સતત રહેશો તો અંગ્રેજી બોલવામાં ઘણો ફાયદો થશે.

Image Source :
👩‍🏫Talk, Talk & Talk. જેટલું બની શકે તેટલી અંગ્રેજીમાં વાત કરો. જો તમને શરમ આવતી હોય તેમ તેવા લોકો સાથે અંગ્રેજીમાં વાત કરી શકો જેને બિલકુલ અંગ્રેજી ન આવડતું હોય. તેનાથી તમારો કોન્ફિડેન્સ પણ વધશે. આ ઉપરાંત જે લોકો તમને ડીમોટીવેટ કરે છે. તેનાથી દુર રહો.

👩‍🏫કસ્ટમર કેરમાં વાત કરો. આ એક ફની આઈડિયા છે. પરંતુ ખુબ જ ઉપયોગી છે. અલગ અલગ કસ્ટમર ટુર ના ટોલ ફ્રી  નું લીસ્ટ બનાવી તેની સાથે અંગ્રેજીમાં વાત કરો ન તો એ તમારી ભૂલો ગોતશે કે ન તો તમારો ફોન કાપશે. તેનાથી પણ તમારો અંગ્રજી બોલવામાં કોન્ફિડેન્સ વધશે.

👩‍🏫તમારી ભૂલથી ડરો નહિ પરંતુ શીખો. જો તમને એવું લાગતું હોય કે તમે અંગ્રેજી બોલો છો તો તમારી ભૂલથી ગભરાવું નહિ. મિત્રો યાદ રાખજો કે ક્યારેય કોઈ ભૂલ નથી કરતા તે લોકો ક્યારેય કંઈ નવું નથી કરતા. માટે બોલતી વખતે તમારી ભૂલની ચિંતા ન કરવી. સમય જતા ભૂલો પણ સુધારી જશે.

👩‍🏫ખોટી ઉતાવળ ન કરવી. મિત્રો એક દિવસમાં જ તમે શીખી શકતા નથી. તેથી ઉતાવળ કરવાથી ઉલટાનું કામ બગાડે છે. તેના માટે સતત 6 થી 7 મહિના પ્રયત્ન કરશો એટલે અંગ્રેજી બોલવું તે તમારો રૂટીન થઇ જશે.

તો મિત્રો આટલી વાતનું ધ્યાન રાખો અને અંગ્રેજી બોલવામાં ગ્રીપ મેળવી શકો છો.

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

👩‍🏫 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

👩‍🏫તમે કોમેન્ટમાં 5 સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ

👩‍🏫મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

 

Leave a Comment