અ છોકરીને તેના માતાપિતા પણ જન્મતાની સાથે જ છોડી ગયા…. બીજા લોકોએ લીધી દત્તક અને જાણો શું થયું તેનું….

અ છોકરીને તેના માતાપિતા પણ જન્મતાની સાથે જ છોડી ગયા…. બીજા લોકોએ લીધી દત્તક અને જાણો શું થયું તેનું….

મિત્રો આજે અમે એવા બાળકોની વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે અને નવીન પણ લાગશે. માટે આજે અમે જે જાણકારી તમને જણાવશું તે અંત સુધી જાણો અને શેર પણ કરો.

મિત્રો આ દુનિયામાં ઘણા બધા માણસો સામાન્ય દેખાવના લોકો કરતા અલગ હોય છે. પ્રકૃતિએ તેની સુરત અલગ જ પ્રકારની આપી હોય છે. જેના કારણે તેમની જિંદગી બદલાઈ જતી હોય છે. આ દુનિયામાં જીવવું તે તેમના માટે એક પડકાર બની જતો હોય છે. આજે અમે એવી જ બે છોકરીઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જે દુનિયાના ખાસ લોકોમાં આવે છે. આ છોકરીઓની સમસ્યા જોઇને તેમના માતાપિતાએ પણ તેમનો તિરસ્કાર કર્યો હતો. પરંતુ કોઈ ભલા માણસોએ તેને દત્તક લઇ લીધી અને આજે પણ તેઓ તેને સાચવે છે. તો ચાલો જાણીએ તે છોકરીઓ વિશે. જેના વિશે જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.

સૌથી પહેલા વાત કરીએ કેનેડી જોર્ડીન બ્રોમ્લેની (Kennedy Jourdin Bromley). કેનેડી જન્મના સમયથી જ ખાસ રહી અને દુનિયામાં રહેવા માટે લડી રહી છે. કેનેડીનો જ્યારે જન્મ થયો ત્યારે તે માત્ર 28 સેન્ટીમીટરની હતી. અને માત્ર એક જ કિલો વજન ધરાવતી હતી. ડોક્ટરે જણાવ્યું કે કેનેડીનો મગજ આંશિક રીતે ખરાબ છે. તેથી તે વધારે દિવસો સુધી જીવિત નહિ રહે. આ સાંભળી કેનેડીને જન્મ આપનાર માતાપિતા તેને હોસ્પિટલમાં જ છોડીને ફરાર થઇ ગયા. ત્યાર બાદ જ્યારે કેનેડી આઠ મહિનાની થઇ ગઈ અને જીવિત પણ રહી અને મૃત્યુ ન પામી. ત્યારે ડોકટરો પણ હેરાન રહી ગયા હતા.

ત્યાર બાદ ડોકટરે કેનેડીની તપાસ કરી તો સામે આવ્યું કે કેનેડીને એક જીવલેણ બીમારી છે. જેનું નામ છે પ્રાઈમોડીયલ ડ્રાફીઝમ. જે આખી દુનિયામાં પુરા 100 લોકોને પણ નથી. પરંતુ કેનેડીને આ બીમારી હતી જે ખુબ જ ખતરનાક હોય છે. આ બીમારીમાં વ્યક્તિને ખાધેલા ખોરાક શરીરમાં લાગતા નથી. જેના કારણે તેના શરીરનો યોગ્ય વિકાસ થતો નથી અને તેના હાડકા પણ પાતળા પડી જતા હોય છે. દર્દી એક ઢીંગલી સમાન લાગવા લાગે છે. કેનેડી આજે 16 વર્ષની છે પરંતુ હજુ તે  બાળમંદિરમાં હોય તેવું લાગે છે. જ્યારે તેનો ભાઈ 10 વર્ષનો છે છતાં તેનાથી ત્રણ ગણો મોટો લાગે છે.

આજે કેનેડીના હાડકા ખુબ નબળા પડી ગયા છે. પરંતુ તે દેખાવમાં ખુબ જ ક્યુટ લાગે છે અને તે શાળાએ પણ જાય છે, સ્વીમીંગ કરે છે. પરંતુ કમનસીબે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. તેમ છતાં કેનેડીને દત્તક લેનાર માતાનું માનવું છે કે કેનેડી હજુ ઘણું જીવશે. જે રીતે તે અત્યાર સુધી લડતી આવી છે તે જ રીતે આગળ પણ લડશે.

એવી જ એક બીજી છોકરી છે જેને કેનેડી જેવી જ બીમારી છે. તેનું નામ હન્નાહ ક્રીટઝેક (Hannah Kritzeck) છે. જેની લંબાઈ આજે માત્ર 99 સેન્ટીમીટર છે અને વજન 15 કિલો જ છે. હન્નાહ પણ સામાન્ય ન હતી. તે ત્રણ મહિનાની હતી ત્યારે તેને એક દંપતીએ દત્તક લીધી હતી. હન્નાહની બીમારીના કારણે તેની કરોડરાજ્જુમાં ટાઈટેનિયમ રોડ લગાવ્યો. તેમજ તેની ઘણી સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહિ. પરંતુ હન્નાહની માતાનું કહેવું છે કે એક દિવસ વૈજ્ઞાનિકો આ બીમારીનો ઈલાજ અવશ્ય શોધી કાઢશે અને તે દિવસે હન્નાહ ઠીક પણ થઇ જશે.

તમને જણાવી દઈએ કે હન્નાહને શોપિંગ કરવી, હરવું ફરવું, વાતો કરવી આ બધું ખુબ પસંદ છે અને  સૌથી વધારે તેને ડાન્સ પસંદ છે. પરંતુ લોકો તેની સામે એવી રીતે જોતા હોય છે કે જાણે હન્નાહ મનુષ્ય નથી. જેના કારણે હન્નાહ અને કેનેડી જેવા લોકો માટે તેમનું જીવન એક પડકાર રૂપ બની જતું હોય છે.

મિત્રો આ બાબતે અમારું કહેવું છે કે ક્યારેય દિવ્યાંગ, વિકલાંગ કે પછી શારીરિક કે માનસિક રીતે અસામાન્ય વ્યક્તિનો મજાક ન ઉડાવવો જોઈએ. તેની સામે એવી રીતે ન જોવું જોઈએ જેનાથી તેને પોતાના પર અફસોસ થાય. કારણ કે શરીર ભગવાને આપેલું હોય છે તેમાં વ્યક્તિનો કોઈ જ દોષ નથી હોતો. માટે હંમેશા કોઈ વિકલાંગ, દિવ્યાંગ કે અસાધારણ વ્યક્તિ મળે તો તેની મદદ કરવી જોઈએ અને હંમેશા તેને એવો અનુભવ કરાવવો જોઈએ કે તેઓ પણ બધાની જેમ એક સામાન્ય માણસ છે. તેના માતાપિતાએ તેનો તિરસ્કાર કરવાને બદલે તેને જીવન પસાર કરવામાં પુરેપુરો સાથ આપવો જોઈએ આવા બાળકને ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ સમજીને સ્વીકાર કરવો જોઈએ. તમારું આ વાત પર શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો… અથવા કોમેન્ટમાં ગોડ બ્લેસ યુ એમ જરૂર લખજો 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment