ભારતનું સૌથી અમીર ગામ જે ખુબ જ પ્રખ્યાત છે તેની ખેતીના લીધે… અહી ના દરેક ખેડૂત છે અબજોપતિ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁ભારતનું સૌથી અમીર ગામ જે ખુબ જ પ્રખ્યાત છે તેની ખેતીના લીધે…… 💁

🍎 ભારતમાં ગામનું નામ સાંભળી આપણને એવો જ ખ્યાલ આવે કે તે સાવ ગરીબ, કાચા મકાનો, કાચા રસ્તાઓ છે. તેમાં પણ ખેતીના કારણે ખેડૂતોની વારંવાર આત્મહત્યાની ખબરો આવતી હોય છે, તે તો તમે સાંભળી જ હશે. આજે અમે તમને એવા ગામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ગામ આજે ખુબ અમીર ગામ છે. ભારતનું અબજોપતિ ગામ કે જે હવે અરબોની કમાણીને કારણે એશિયામાં સૌથી ધનાઢ્ય ગામ બની ગયું છે.

Image Source :

🍎 ભારતનું આ ગામ પોતાની મહેનત અને મગજથી ભારતનું જ નહિ પરંતુ એશિયાનું સૌથી અમીર ગામડું છે. જ્યાં દરેક ઘરમાં તમને લાખોપતિ કે કરોડોપતિ મળી રહેશે. મિત્રો તમને થાય કે આ ગામના લોકો મહેનત શું કરતા હશે ? તો તમને જણાવી દઈએ કે આ લોકો ખેતી કરવામાં મહેનત કરે છે. તો હવે તમને મનમાં એવો પ્રશ્ન ઉભો થાય કે ખેતી કરવામાં તો મહેનત કરી પણ મગજ કંઈ રીતે ચલાવ્યુ. પરંતુ મિત્રો આ ગામના લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરે છે. જાણો કંઈ રીતે.

Image Source :

🍎 હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા, તેના કુદરતી સૌંદર્ય અને સફરજનને કારણે વિશ્વભરમાં  જાણીતું છે. પરંતુ મિત્રો હવે આ શહેરને બીજી નવી ઓળખ મળી છે. તમને ખ્યાલ જ હશે કે શિમલાના સફરજન ભારતમાં ખુબ પ્રખ્યાત છે એટલું જ નહિ તે  વિદેશમાં પણ ખુબ જ લોકપ્રિય છે. શિમલા જીલ્લાના ચોપાલ તાલુકામાં એક ગામ છે. જેનું નામ મડાવગ. અહીંના  લોકોની આવક કમાવવાનો એકમાત્ર રસ્તો ખેતી છે. હવે આપણને એવું થાય કે માત્ર ખેતી જ એકમાત્ર આવકનું સાધન હોય તો પછી તે અમીર કેમ છે. ત્યાંના લોકો લાખપતિ અને કરોડપતી કેમ થયા ?

Image Source :

🍎 ગામની વસ્તી આશરે 2000 છે અને તે 2 હજાર લોકો હવે 1.5 અબજ રૂપિયા કમાય છે. ખરેખર, તમે મુખ્યત્વે મડાવગમાં સફરજનના વૃક્ષો જોવા મળે છે અને તે સફરજન જ આ ગામની અમીરી પાછળનું કારણ છે. મિત્રો આ લોકો એટલા ધનવાન છે કે તમને ત્યાં દરેક લોકોના ઘર વૈભવી અને મોટા  જોવા  મળશે અને તે શક્ય બન્યું છે સફરજનની કમાણીથી. મિત્રો આ સફરજન ભારતભરમાં વહેંચાય છે પરંતુ આ ગામના સફરજન મોટાભાગે વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, જેના કારણે ગામના લોકોને ભારે કમાણી થાય છે.

Image Source :

🍎 મિત્રો રોચક વાત તો એ છે કે આ લોકોની ખેતી કરવાની રીત પણ થોડી અલગ છે. કારણ કે મડાવગ ગામમાં લોકો નવી ટેકનીક  સાથે સફરજનની ખેતી કરે છે. ઇન્ટરનેટની મદદ લઈને તે સમગ્ર ભારત અને વિદેશમાંથી સફરજનથી સંબંધિત બધી માહિતીને એકત્રિત કરવાનું ચાલુ રાખે છે. બજારના ભાવને જાણી, તેઓ તેમના સફરજન તે પ્રમાણે  વેચે છે. આ રીતે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરીને તેઓ યોગ્ય સમયે તેમના પાકમાં જરૂરી ફેરફારો કરે છે. સફરજનની ખેતી બે રીતે કરવામાં આવે છે, એક તો ઓન ઇયર પ્રોડક્શન અને બીજું ઓફ એર પ્રોડક્શન. મડાવગનાં લોકો  ઑન-ફિલ્ડ ઉત્પાદન પર સફરજન ઉગાડીને સફરજનની ખેતી કરે છે.

Image Source :

🍎 માથાદીઠ આવકના કિસ્સામાં મડાવગે  ગુજરાતને પાછળ છોડી દીધું છે. આ ગામ પહેલાં ગુજરાતનું માધાપર એશિયામાં સૌથી ધનાઢ્ય ગામ રહ્યું છે જે કચ્છ – ભુજ માં આવેલું છે. કારી શિમલા જીલ્લાનો બીજું એક ગામ 1982 માં એશિયામાં સૌથી ધનાઢ્ય ગામ પણ રહ્યું  છે. ત્યાં સફરજનની ખેતી થાય છે. 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment