તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.

આજે અમે તમને જણાવશું એવી આઠ આદતો વિશે દરેક માતાપિતાએ તેમના બાળકોને શીખવવી જોઈએ જેનાથી તમારું બાળક ભવિષ્યમાં ખુબ જ સારા ગુણોનું આચરણ કરશે અને પોતાના મુકામને હાંસિલ કરશે. આમ તો દરેક માતાપિતા અને વડીલો પોતાના બાળાકોને સારી આદતો પાડવા માટે કહેતા જ હોય છે. પરંતુ ઘણી વાર માતાપિતા બાળકોની અમુક આદતોને નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ અને સાચું જ્ઞાન આપવામાં લાપરવાહી કરતા હોઈએ છીએ. જે બાળકોને આગળ જતા તેના જીવનમાં ખુબ જ નુકશાન કરાવી શકે છે. તો આજે આઠ એવી બાબત અમે જણાવશું તે દરેક માતાપિતાએ પોતાના બાળકોને જરૂર શીખવવી જોઈએ. તો એ આદતો જાણો તમારા બાળકોને જીવનમાં થશે ખુબ જ ઉપયોગી. તો જાણો એ આઠ આદતો.

સવારે જલ્દી ઉઠવાની આદત. જો બાળકોને તેના બાળપણમાં જ જલ્દી ઉઠવાની આદત પાડી દેવામાં આવે તો એ આદત આખું જીવન બની રહે છે. મોટા ભાગે સવારે વહેલા ઉઠવામાં આવે તો આપણું દિમાગ તણાવ મુક્ત રહે છે. અને દિવસભર તાજગી બની રહે છે. વહેલા ઉઠાવના સ્વાસ્થ્ય માટે પણ ઘણા બધા ફાયદાઓ છે સાથે સાથે વહેલા ઉઠીને  બાળકો જો વ્યાયામ કરે તો એ આદત પણ પડી જાય છે. જેનાથી એ બાળક મોટું થઈને ક્યારેય પણ બીમાર નથી પડતું. તો બાળકોને વહેલા ઉઠાવાની આદત આજે જ પાડો.

જમીન પર બેસીને જમવું. આજકાલ મોટાભાગના લોકો ડાયનીંગ ટેબલ પર બેસીને જ જમતા હોય છે. પરંતુ આપણા વડીલો બધા જમીન પર બેસીને જ જમતા હતા. નીચે બેસીને જમવું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદા કારક રહે છે. જમીન પર બેસીને જમવાથી આપણા શરીરનું પોશ્યર એવું હોય છે જેનાથી આપણી પાચનક્રિયા સારી રહે છે અને સાથે સાથે તેના ગોઠણ અને ઘૂંટણ મજબુત થાય છે. જમીન પર બેસીને જમવાથી રક્તસંચાર સુધરે છે અને સાથે સાથે વજન ઓછું કરવામાં પણ સહાય રૂપ નીવડે છે. એટલા માટે માતપિતા અને બાળકો બધાએ જમીન પર બેસીને જ જમવું જોઈએ.

બાળકોને જમવામાં વચ્ચે પાણી ન દેવું. બાળકોને એવી આદત હોય છે કે જમતા સમયે વચ્ચે વચ્ચે પાણી પીતા હોય છે. પરંતુ તેનાથી બાળકોની પાચનક્રિયા બગડે છે અને પેટને ખાવાનું પચાવામાં સમય લાગે છે. તેનાથી બાળકોને પેટમાં અપચો, ગેસ અને બ્લડશુગર લેવલ વધી જવાની પણ સમસ્યા થઇ શકે છે. અને ખાસ તો તેના કારણે કફની સમસ્યા પણ થઇ શકે છે. જે બાળક માટે ઘણી બધી ગંભીર સમસ્યા કરાવી શકે છે.

સુર્યાસ્ત સમયે ભોજન કરાવવું. આજકાલની લાઈફ સ્ટાઇલમાં લોકો ખુબ જ મોડી રાત્રે ભોજન કરતા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય ન ગણાય. જો આયુર્વેદનું માનવામાં આવે તો રાત્રે જમવાનો સાચો સમય સુર્યાસ્તના સમયે જ છે. તેનાથી શરીર અને પ્રાકૃતિક ચક્ર વચ્ચે તાલમેળ બન્યો રહે છે અને સુતા પહેલા જમેલું આપણા પેટમાં બરાબર પછી જાય છે. તેના કારણે આપણે ઊંઘ પણ ખુબ સરસ રીતે આવી જાય છે. જો સુર્યાસ્ત સમયે ભોજન કરી લેવામાં આવે તો જાડાપણું અને અપચા જેવી સમસ્યા જીવનમાં ક્યારેય નથી થતી અને આપણું શરીર ૨૪ કલાક તરોતાજા રહે છે. એટલા માટે બાળકને હંમેશા આ સુર્યાસ્ત સમયે જમવાની આદત પાડી દેવી જોઈએ. જે તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ગરમ પાણીથી ન ધોવા બાળકોના વાળ. હા મિત્રો, બાળકોના વાળ ક્યારેય પણ ગરમ પાણીથી ન ધોવા જોઈએ અને આ આદત બાળકો અને આપણે પણ પાડવી જોઈએ. કેમ કે ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ત્વચા સુકાય જાય છે. સાથે સાથે માથાની ત્વચાનું ph પણ વધે છે. તેનાથી આપણા વાળ કમજોર પડી જાય છે અને ખરવા લાગે છે. એક બીજું કારણ પણ છે કે ગરમ પાણીથી માથું ધોવામાં આવે તો આપન્ના મગજની વિચાર શક્તિ ઓછી થઇ જાય છે અને તેની અસર આપણા બાળકો પર વધારે પડે છે. એટલા માટે ક્યારેય પણ ગરમ પાણીથી માંથી ન ધોવું જોઈએ.

બાળકોને હંમેશા જમતા પહેલા અને પછી હાથ ધોવાની આદત પાડવી. નાના બાળકો મોટા ભાગે રમતગમતમાં જ આખો દિવસ પસાર કરતા હોય છે. એટલા માટે તેના હાથ ખુબ જ કીટાણું જન્ય હોય છે અને તેમાં ઘણી પ્રકારના બેક્ટેરિયા પણ લાગી જતા હોય છે. જ્યારે તે આવા હાથે જ જમે છે તો તેને ડાયેરિયા, ભોજન સાથે જોડાયેલા ઇન્ફેકશન અને હેપીટાઈટીસ જેવી સમસ્યા થાય છે. એટલા માટે બાળકોમાં હંમેશા એવી આદત પાડવી કે જમતા પહેલા અને પછી પોતાના હાથ જરૂર ધોવા જોઈએ. તેના સિવાય બાળકોને જમીને મોં ધોવા અને કોગળા કરવાની પણ ટેવ પાડવી જોઈએ. તેનાથી મોં માં કેવીટી જેવી સમસ્યા ન થાય.

રમતગમત પછી હાથપગ ધોવા. બાળકો બહાર રમતા હોય તો તેના શરીર પર ઘણી બધી ગંદકી લાગી જતી હોય છે. જેનાથી ઘણા પ્રકારના બેક્ટેરિયા શરીર પર ચોંટી જતા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ નુકશાનદાયક હોય છે. એટલા માટે બાળકોને સૌથી પહેલા આ શીખવવું જોઈએ કે જ્યારે પણ બહારથી આવે અથવા રમતગમતથી આવે ત્યારે પહેલા હાથપગ ધોવા જોઈએ. જે તેના સ્વાસ્થ્ય માટે એક ખુબ જ સારી આદત છે.

ભગવાનનું ધ્યાન કરવું. બાળકોમાં શરૂઆતથી ભગવાન માટે રોજ સમય કાઢવાની આદત પાડી દેવી જોઈએ. તેનાથી બાળકમાં આધ્યત્મ જગતનું જ્ઞાન બાળપણમાંથી જ મળશે. તેનાથી તેનું મન અને મસ્તિષ્ક ખુબ જ શાંત સ્વભાવ વાળું થઇ જશે અને તે સમય જતા એક ધેર્યવાન વ્યક્તિ બને છે. આંખ બંધ કરીને બાળકને ધ્યાન કરાવવામાં આવે તો બાળકની એકાગ્રતા ખુબ જ વધે છે અને તેનાથી તેનામાં આજીવન સકારાત્મક ઉર્જાનો પ્રચાર થયા કરે છે. જે તેના વિકાસના કાર્યમાં સહાયરૂપ નીવડે છે.

જો તમે તમારા બાળકોને ખુબ જ હોંશિયાર બનાવવા માંગતા હોવ તો આ આદતોને આંજે જ અમલમાં મૂકી દો. એક દિવસ તમારું બાળક દરેક ઊંચાઈને પ્રાપ્ત કરશે. તો નીચે કોમેન્ટ કરીને જણાવો કેવી લાગી આ માહિતી.

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

3 thoughts on “તમારા બાળકોને સફળ બનાવવા છે તો પાડો આ સરળ આઠ ટેવ.. પણ મોટા ભાગના માબાપને આની ખબર જ નથી.”

  1. આવા સરસ આર્ટીકલની પીડીએફ ફાઇલ બને તેમ આપો તો સારૂ સાચવવામાં કામ લાગે
    આભાર

    Reply

Leave a Comment