6 મહિનાનો ગર્ભ હોવા છતાં આ મહિલા નિભાવે છે 108 માં પોતાની ફરજ.

મિત્રો આ સમય એવો છે જેમાં લોકો પોતાની સ્થિતિ ન હોવા છતાં અન્ય લોકોની મદદ કરવા માટે તત્પર છે. કેમ કે તેવો આ સમયમાં પોતાની માનવતાને ખીલવી શક્યા છે. માટે હાલ કોરોનાને લઈને ઘણા એવા લોકોએ પોતાની માનવતાના દર્શન કરાવ્યા છે અને લોકોની મદદ કરી છે. તમને જણાવી દઈએ કે એવા એવા લોકો મદદ કરી રહ્યા છે જેનું કોઈ મુલ્ય ક્યારેય ન ચૂકવી શકે. તો આજે અમે તમને વડોદરાની એક એવી જ મહિલા વિશે જણાવશું. 

મિત્ર વડોદરામાં એક મહિલા ગર્ભવતી છે, પરંતુ વાયરસની આ મહામારીની વચ્ચે પણ તે પોતાની સંપૂર્ણ નિષ્ઠા સાથે 108 એમ્બ્યુલન્સમાં EMT પર ફરજ નિભાવી રહી છે. તે મહિલાનું નામ છે ધારાબને ઠાકર. તો ધારાબેન જણાવે છે કે, “મારા આવનારા બાળકને હું એક સ્વસ્થ ભારતની ભેટ આપવા ઈચ્છું છું. 

વડોદરાની નજીક ઉંડેરા ગામ આવેલ છે, ત્યાં રહેતા ધારાબેન ઠાકર છેલ્લા 11 વર્ષથી 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન) પર ફરજ નિભાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વાયરસ ખુબ જ જોખમી સાબિત થાય છે. તેને લઈને સરકારી નોકરી કરતી મહિલા જો ગર્ભવતી હોય તો તેના માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ધારાબેનને 6 મહિનાનો ગર્ભ હોવા છતાં પણ તે રાષ્ટ્ર રક્ષક બનીને સેવા આપી રહી છે. 

ધારાબેન આગળ પણ જણાવે છે કે, આ મહામારીમાં હોસ્પિટલના જે ડોક્ટર્સ અને નર્સ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે, તેઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે. પરંતુ હર એક રાષ્ટ્ર સેવક જો ડરથી પરિસ્થિતિ સામે લડે નહિ, આ દેશનું શું થાય ? કોણ જોડાશે દેશની સેવામાં. હું ગર્ભવતી છું અને મને પણ મારા આવનાર બાળકની ચિંતા થતી હોય તે સ્વાભાવિક વાત છે. હું આ કોરોના વાયરસના ગંભીર સમયમાં મારી ફરજ નિભાવી રહી છું અને મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા ઈચ્છું છું. 

108 એમ્બ્યુલન્સ સેવામાં EMT( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન) માં ફરજ નિભાવતા ધારાબેન જણાવે છે કે, હું ગર્ભવતી છું માટે મને ઓન નિયમો અનુસાર રજા મળી શકે છે. પરંતુ અત્યારે હું રજા લઈને ઘરે ન બેસી શકું. મને પણ જાણ છે કે મારું આવનાર બાળક પ્રથમ છે. પરંતુ હું મારા કામમાં બાળકની સંપૂર્ણ તકેદારી રાખીને જ કામ કરું છું. 

સાથે જ મને એ વિશ્વાસ પણ છે કે કોરોના વાયરસની જંગમાં આપણે જીત મેળવશું, અને આપણા રાષ્ટ્રને સ્વસ્થ બનાવશું. ધારાબેને અંતમાં આટલું જ કહ્યું કે…મન મેં હૈ વિશ્વાસ..પુરા હૈ વિશ્વાસ…હમ હોંગે કામિયાબ.

Leave a Comment