વધેલી દવાઓ સરકારી હોસ્પિટલને ડોનેટ કરવા માટે 11 વર્ષના યુવરાજે બનાવી એપ

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને જો એક ઘર ચલાવવાનું કહેવામાં આવે તો e આપણા માટે ખુબ જ મુશ્કેલ ટાર્ગેટ લાગે. તો આટલા માટે અર્થતંત્રમાં ઘણી વાર અવનવી સમસ્યાઓ આવતી હોય છે. તો તેમાં આવત કરીએ આપણે સરકારી હોસ્પિટલની તો તેમાં ઘણી વાર દવાની શોર્ટેજ ઉભી થતી હોય. અને બીજી તરફ જોઈએ તો ઘણી વાર મહત્વની દવાઓ અમુક સારા થઇ ગયેલ દર્દીના ઘર પર ધૂળ ખાતી પડી હોય છે. 

જેનો ઉપયોગ ન થવાનો હોય. તો આ સમસ્યા અવારનવાર ઉભી થતી હતી, તો પરેશાનીનું હલ કાઢવા માટે અને ઉપયોગ ન થયેલી મોંઘી દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેના માટે કોલકત્તાના માત્ર 11 વર્ષના છોકરાe એપ બનાવી છે. તે 11 વર્ષના છોકરાનું નામ છે યુવરાજ શાહ. આ એપમાં એવી સુવિધા આપવામાં આવી છે કે લોકો પાસે રહેલી અને જેનો ઉપયોગ ન થયો હોય, તેમજ આઉટડેટેડ ન હોય તેવી દવાને તમે ડોનેટ કરી શકો.

આ સમસ્યાને હલ કરવા માટે યુવરાજ શાહે “મેડમેઝ” નામની એક એપ્લિકેશન ક્રિએટ કરી છે. આ એપ્લિકેશનની મદદથી ગ્રાહકો તેની પાસે રહેલી દવાઓ એક્સ્પાયર ન થાય એ પહેલા જ સરકારી હોસ્પિટલને દાન કરી શકાય. 

યુવરાજના દાદા દવા લેતા હતા અને તેનો દવાનો કોર્સ પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ તેમ છતાં પણ તેની ઘણી બધી દવાઓ વધી હતી. તો એ સમયે યુવરાજના મનમાં એવો વિચાર આવ્યો કે જો આ દવાઓ આમ જ પડી રહે અને વેસ્ટ જાય, તેના કારણે કોઈને જરૂર હોય અને તેને ઉપયોગમાં આવે તો સારું. જે દવાનો ઉપયોગ ન થયો હોય અને તે દવા કચરો બને તેના કરતા સમયે કોઈને ઉપયોગમાં આવે તો યોગ્ય વાત કહેવાય. તો ત્યાર બાદ યુવરાજ દ્વારા એક એપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. તે એપ દ્વારા દેશના લોકો પાસે ઉપયોગ ન થઈ હોય અને એક્સપાયર ન થયેલી દવાનું દાન કરી શકે. યુવરાજે આ એપ WhiteHat Jr કોડિંગ પ્લેટફોર્મની મદદ દ્વારા બનાવી. 

દવાને આ એપમાં ડોનેટ કરવા માટે યુઝર દ્વારા એપમાં લોગ ઇન કરવાનું રહેશે, જેમાં તમારી પાસે રહેલ દવાનું નામ, એક્સ્પાયર ડેટ, નંબર ઓફ સ્ટ્રીપ્સને લગતી વિગતો દાખલ કરવાની રહેશે. તેમજ આ એપમાં હોસ્પિટલ પણ લોગ ઇન કરીને જોઈ શકશે કે કંઈ દવા હાલમાં હાજર છે. તો આ એપમાં હોસ્પિટલ અને યુઝર બંનેનો કોન્ટેક એકબીજા સાથે થશે અને જે લોકોને જરૂર હશે તેને એ દવાનો લાભ મળશે.

WhiteHat Jr દ્વારા સિલિકોન વેલી પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમાં 12 વિજેતાઓ હતા, તેમાંથી એક યુવરાજ પણ હતો. આ કોમ્પિટિશનમાં લગભગ 7000 કરતા પણ વધારે એપ્સની એન્ટ્રી ભારત દેશમાંથી આવી હતી. પરંતુ તેમાં યુવરાજની એપ એવી હતી જે રીયલ લાઈફમાં સમસ્યાનું સમાધાન કરવા માટેનો ઓરિજિનલ આઈડિયા હતો. માટે તેની એપ પસંદગી પામી હતી. 

કંપનીના CEO દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આજના સમયમાં બાળકો હાલની રૂટીન સમસ્યાથી ઘણા માહિતગાર હોય છે અને તેનું નિવારણ કરવા માટે તેવો ટેકનોલોજીને ઉપયોગી બનાવે છે. આજે 40 નું કોડીંગ કરીને ઘણા એવા બાળકો છે જે અલગ અને ક્રિએટીવ એપ બનાવતા હોય. તો તેવી જ રીતે યુવરાજે પણ ખુબ જ સારી ક્રિએટીવીટી લોકોની સામે રાખી છે.

Leave a Comment