શું તમે પણ અમીર બનવાનું સપનું જોવો છો, તો આ 6 આદત અપનાવો જે ગરીબોમાં જોવા નથી મળતી.

મિત્રો, અમીર બનવું એ તો દરેક વ્યક્તિનું સપનું હોય છે અને દરેક માણસ અમીર બનવા માટે દિન-રાત મહેનત પણ કરે છે. પરંતુ તમે જોયું હશે કે તેઓ સફળ નથી થતા અને આવા વિચારમાં જ તેની લાઈફ પૂરી થઈ જાય છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે જે કામ કરો છો, તે ખરેખર દિલથી કરો છો ? કે ફક્ત વેઠ ઉતારીને કામ કરો છો ? જો તમને આ વાતનો જવાબ મળી જાય, તો સમજી લો તમારો બેડો પાર થઈ ગયો અને તમને જીવનની સાચી દિશા મળી જશે.

તમારું 2019 નું વર્ષ તો પૂરું થઈ ગયું અને હાલ 2020 ચાલી રહ્યું છે. આ વર્ષ દરમિયાન તમારી લાઇફમાં ઘણા ફેરફારો થયા હશે. ઘણાની કોલેજ પૂરી થઈ ગઈ હશે, નૌકરી ધંધામાં ઘણા સેટ થઈ ગયા હશે. પરંતુ તમે હજુ ત્યાંના ત્યાં જ છો ? કેમ આવું ? તમારા નસીબમાં નિષ્ફળતા જ આવી છે. તમારા મિત્રો, સગા વ્હાલા સારી એવી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે અને તમે બસ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ અટકેલા છો.

જો તમે આવું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવી 6 આદતો વિશે જણાવશું, જે આદતો મુજબ જો તમે ચાલશો તો જરૂરથી સફળતા તમારી પાછળ આવશે. પરંતુ તેમાં અમે તમને એક બીજી વાત કરી દઈએ કે દરેક એક્શનનું એક રીએક્શન હોય છે. એટલે કે તમે જો એવા લોકોને ફોલો કરી રહ્યા છો, જે સફળ છે અને તેની આદતો તમે પણ અપનાવો છો તો તમે પણ ચોક્કસપણે કામયાબ બની શકો છો. એટલે કે આ સમાજમાં દરેક માણસ એક સામાન્ય માણસ છે. તમારા હોવા કે ન હોવાથી કોઈને કંઈ ફરક નથી પડતો. પરંતુ જો તમે સફળતા પાછળ ભાગો છો તો તમે સફળ અવશ્ય બની શકો છો.

Brian Tracy ની બુક 21 success secrets of self-made millionaires વિશે વાત કરવાના છીએ. આ 21 આદતો માંથી અમે તમને માત્ર 6 આદતો વિશે જણાવશું. જે સફળ થવાની ચાવી સમાન છે. Brian Tracy પણ એક સામાન્ય માણસ અથવા તો કહીએ કે ગરીબી માંથી આવેલા એક સફળ વ્યક્તિ છે. તેમણે પોતાની 30 વર્ષની આયુ એ એવું નક્કી કર્યું કે તેને અમીર બનવું છે. આ માટે તેણે પોતાની જાત સાથે એક પ્રશ્ન કરવાનું શરૂ કરી દીધું. ‘શા માટે અમુક લોકો ખુબ કામયાબ છે અને અમુક લોકો નિષ્ફળ છે.’ પરિણામે તેણે 25 વર્ષ સુધી એવા લોકોનો અભ્યાસ કર્યો જે લોકો પોતાની જાત મહેનતે કામયાબ થયા છે. આ બધા અભ્યાસના ફળ રૂપે આપણી સામે ઉપરની બુક તૈયાર થઈને આવી.

ખુબ મોટા સપનાઓ જુઓ : મિત્રો આપણને નાનપણથી એવું કહેવામાં આવે છે કે ‘બહુ મોટા સપનાઓ ન જોવાય.’ અથવા તો કોઈ એવું પણ કહે છે કે ‘ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય.’ પરંતુ કોઈ એમ નથી કહેતું કે, આ ચાદરને જ જો મોટી કરી દેવામાં આવે તો ! પછી ગમે તેટલા પગ લાંબા કરો. પરંતુ એવું કોઈ કહેતું નથી. પરંતુ મિત્રો, જો તમારે પણ સફળ અને અમીર માણસ બનવું છે તો મોટા સપનાઓ જુઓ. એક માણસને પૂછવામાં આવે કે તેને કોલેજ પૂરી થયા પછી શું બનવું છે તો એ કહે કે મને તો બસ પોતાનું ગુજરાન ચાલી જાય એવી નૌકરી મળી જાય તો સારું. પરંતુ આ માણસ માટે જોબની જરૂરત માત્ર ગુજરાન પુરતી જ છે. આમ જો તમે મોટા સપના જોશો તો મોટા બની શકશો.

પોતાના કામ માટે પોતાને જ માલિક માનો :  એટલે કે પોતાને એક કંપનીના રૂપે સ્વીકારી લો. એટલે કે તમે એવું ક્યારેય ન માનો કે તમે કોઈ બીજી વ્યક્તિ માટે અથવા તો એક કંપની માટે કામ કરી રહ્યા છો. કહેવાનો અર્થ એવો છે કે તમે પોતે પોતાના માલિક બની જાવ. દાખલા તરીકે તમે કોમ્પ્યુટર ઓપરેટર છો  અને તમારું નામ કરણ છે, તો કરણ કોર્પોરેશન રાખો, જે ABC ને સર્વિસ આપે છે. તેમજ તમે વકીલ, ડોક્ટર, ટીચર, એન્જીનીયર છો તો એવું જ માનો કે તમે પોતાનામાં એક કંપની છો. આમ એવું ક્યારેય ન વિચારવું કે તમે કોઈ બીજા માટે કામ કરી રહ્યા છો.

તમારા કામ ને ખુબ જ સારી રીતે પૂરું કરો :  દરેક માણસ કોઈ એક કામમાં ખુબ જ માહિર હોય છે અને જો તમે તમારું આ કામને જાણી લો અથવા તો દરેક માણસમાં એક વિશિષ્ટ પ્રકારની સ્કીલ હોય છે. બસ એ ઓળખી લો અને પછી તે સ્કીલ પર પોતાનું પ્રભુત્વ મેળવી લો. પછી જુઓ તમારી જિંદગી કેવી બદલી જાય છે. હા, એ વાત સાચી છે કે દરેક માણસ બધા કામમાં નિપૂર્ણ નથી હોતા. પરંતુ એક કામમાં તો તે પાવરફુલ હોય જ છે. બસ તો સફળ થવા માટે આ સ્કીલ પર કામ કરવાનું શરૂ કરી દો.

પોતાના સપના પુરા કરવા માટે વધુ સમય કામ કરો : આ માટે તમારે એક ફોર્મ્યુલા અપનાવવાની જરૂર છે. એ ફોર્મ્યુલા છે 40+ ફોર્મ્યુલા. આ મુજબ તમે પોતાનું કામ એક week માં 40 કલાક માટે કરો છો. પરંતુ જે માણસ સફળ થવા માંગે છે તે 40+ કલાક કામ કરે છે. એટલે તમે જે એક સપ્તાહમાં 40 કલાક કામ કરો છો તે માત્ર તમારી જરૂરિયાત પૂરી કરે છે, જ્યારે તમે 40+ કલાક કામ કરો છો ત્યારે આ દરેક વધતી જાતિ કલાક તમારા સપના પુરા કરવા માટે છે. અમેરિકામાં દરેક યુવાન વ્યક્તિ અઠવાડિયામાં 60 કલાકથી ઉપર કામ કરે છે. પરિણામે તે પોતાની સફળતા જલ્દી મેળવી લે છે.

પોતાના ફિલ્ડને પાવરફુલ બનાવો : મતલબ કે જો તમારે માનસિક અને શારીરિક બંને રીતે તંદુરસ્ત રહેવું છે તો તમારે કસરત કરવી પડશે. એવી જ રીતે કોઈ વ્યક્તિને સ્પોર્ટમાં રસ છે તો તે સતત પ્રેક્ટીસ કરશે તો તે સ્પોર્ટમાં આગળ વધશે. આથી તમારું જે કંઈ સપનું છે તેના માટે 24 કલાક માંથી 30 મિનીટ અથવા તો 1 કલાક કાઢીને તેનું રીડીંગ કરવું જોઈએ. અથવા તો તેના વિશે બીજા કોઈ ઓડિયો કે વિડીઓ જોવા જોઈએ. આમ વાંચન જ તમને તમારા ફિલ્ડ સાથે કનેક્ટ રાખશે.

પોતાની કમાણી માંથી 10% કમાણી પોતાના માટે રાખો : મોટાભાગના લોકો પોતાના અંત સમયે ગરીબ હોય છે. તેનું કારણ છે કે તેણે પોતાની કમાણીનો આડેધડ ઉપયોગ કર્યો છે. આથી જે પણ અમીર બનવાનું સપનું જુએ છે તે વ્યક્તિએ  હંમેશા પહેલા પોતાને સેલરી અપાવી જોઈએ. આમ જો તમે પોતાની કમાણીના 10% બચત કરો છો, તો એ તમને ભવિષ્યમાં ઉપયોગી થશે જ. અમીર અથવા તો સફળ થવાની આ 6 આદત દરેક માણસે અપનાવવા જેવી છે.

Leave a Comment