જ્યાં સુધી આપણે પ્રમાણિક નહિ થઈએ ત્યાં સુધી બીજા પ્રમાણિક થાય તેવી ખોટી આશા રાખવી ઠગારી છે.

જે વખતે અમેરિકા એક વીટો પાવર નહોતું બન્યું ત્યારની આ વાત છે, આમતો ત્યારે અમેરિકા માં ઘણો વિકાસ થઇ ગયો હતો પણ અમુક વિસ્તારમાં હજુ પણ ગરીબી અને ભૂખમરો પોતાનો હક જમાવીને બેઠા હતા ત્યારની આ વાત છે અને અમુક વિસ્તાર તો એક બગીચાની માફક ખીલીને તમામ સુખસુવિધા ભોગવતા હતા તેમજ પોતાની સુગંધ આજુબાજુ ફેલાવતા. આવા એક વિસ્તારની વાત અહીં કરવામાં આવી છે કે જેની સુખ સુવિધા આને સુખી જનજીવન જોઈ લોકો તેનું અનુકરણ કરી પોતાના કસ્બાનો પણ વિકાસ કરતા હતા.

આ સુખી કસ્બાના અનુકરણ કરવાના હેતુથી અહીં એક યાત્રી આવ્યો, તેનું નામ જ્હોન વિલ્સ હતું. જ્હોન વિલ્સ પોતાના કસ્બાનો મુખિયા હતો. પોતે પૈસેટકે સુખી હતો પણ પોતાના કસ્બામાં કોઈ ખાસ વિકાસ કરી શક્યો ના હતો. તેને કોઈ ખ્યાલ જ નહોતો આવતો કે ખરેખર પોતાના કસ્બાના વિકાસમાં શું ભૂલ આવતી હતી. તે પોતાના પૈસા કસ્બાના વિકાસ માટે પાણીની જેમ વાપરતો હતો છતાં, કોઈ વિકાસનું લક્ષણ દેખાતું નહોતું તો હવે તે ના છૂટકે અહીં પોતાના કસ્બા માટે વિકાસની કોઈ પધ્ધતિ શોધવા માટે અહીં આવવા નીકળ્યો હતો.

પોતાના કસ્બાથી નીકળીને કેટલીય રાતો વિતાવ્યા બાદ આ કસ્બામાં આવી પહોચ્યો હતો. અહીં આવ્યો ત્યારે હજી મળસ્કું જ થયું હતું, એટલે મોટા ભાગનું જનજીવન હજુ ઠપ હતું પણ અહીં રોડ પર સ્ટ્રીટ લાઈટના અંજવાળાથી જગમગાતો હતો અને એકદમ સાફ દેખાતો હતો છતાં પણ સફાઈ કામદારો તે સાફ લાગતા રોડને પ્રમાણિકતા પૂર્વક વાળતા હતા. આ જોઈ જ્હોન વિલ્સને લાગ્યું કે પોતે સાચા સરનામા પર જ આવી પહોચ્યો છે.

થોડું પૂર્વ દિશામાં અંજવાળું થતા એક કોફી શોપ ખુલી. જ્હોનને એમ લાગ્યું કે ચાલો કોફી પીને ફ્રેશ થાવ ત્યાં ગામના લોકો જાગી જશે ત્યારે મારી સમસ્યાનું સમાધાન મેળવીશ. આમ, જ્હોન કોફી સ્ટોરમાં દાખલ થયો અને કોફી માટે ઓર્ડર આપ્યો. એટલામાં ત્યાં એક અમીર લાગતો સુટ-બુટ પહેરેલો જેન્ટલ મેન આવ્યો તે નોકરીએ જવાની તૈયારીમાં લાગતો હતો અને ત્યાં આવીને વેઈટરને બે કોફી માટે ઓર્ડર આપ્યો. જ્હોન આ બધું જોઈ રહ્યો હતો એટલે તે સમજ્યો કે પેલા જેન્ટલ મેનને બે કોફી પીવી હશે, પણ જયારે વેઈટર એક કોફી લઈને આવ્યો અને તેની સાથે એક ચીઠ્ઠી પણ લાવ્યો. જેન્ટલ મેને તે એક કોફી પીને બે કોફીના પૈસા ચૂકવી ત્યાંથી જવા નીકળ્યો અને પેલી બીજી કોફીનો ઓર્ડેર વળી ચિઠ્ઠી હતી તે શોપના નોટીસ બોર્ડ પર લગાવીને શોપની બહાર ચાલ્યો ગયો. જ્હોનને એમ લાગ્યું કે આ માણસે એમ કેમ કર્યું હશે?  તેની વિગત વેઈટરને પૂછી.

વેઈટરે ખુબ સરસ જવાબ આપતા કહ્યું કે, “ અહીં હર એક અમીર લાગતો માણસ જયારે કોફી પીવા આવે છે ત્યારે તે તેના ખિસ્સા અનુસાર વધારાની કોફીનો ઓર્ડર આપીને તે ઓર્ડરની ચિઠ્ઠી પેલા નોટીસ બોર્ડ પર લગાવીને જતો રહે છે, અને જયારે કોઈ ગરીબ માણસને કોફી પીવાનું મન થાય તો તે આટલા મોટા કોફી શોપની કોફી કેમ પીવી એ નથી વિચારતો પણ અંદર આવી પેલા નોટીસ બોર્ડ પરથી એક ચિઠ્ઠી ખેંચીને કોફી પી શકે છે.

આમ કરવાથી પેલા અમીર માણસને કોઈની મદદ કરવાનું કામ પણ થઇ જાય છે, અને ગરીબ માણસ પોતે ગરીબ છે અને મોંઘી સવલતો પામી નથી શકતો તેમ માની તેનું મન પણ મુંજાતુ નથી. અહીં હર કોઈ ગરીબ માણસ આવી શકે છે, અને તેને મન થાય એટલી કોફી નોટીસ બોર્ડ પરની ચિઠ્ઠી લઇ પી શકે છે.

આવી વાત હજુ તો થઇ ત્યાં જ એક ગરીબ મજુરી કરતો માણસ અંદર આવી પહોચ્યો. તેની ચાલ માં ગજબની રોનક હતી, પોતાના મેલા કપડા, અસ્તવ્યસ્ત વાળ, નાહ્યા વગરનું શરીર હોવા છતાં, એક અમીર માણસનો હોય તેવો તેનો રૂઆબ હતો.  તે માણસે આવી, નોટીસ બોર્ડ પરની ચીઠ્ઠી ઉપાડીને તેને કોફી પીધી, અને એવી જ રોનક ભરી ચાલથી કોફી શોપની બહાર નીકળી ગયો.

આ જોઈ જ્હોન વિલ્સને લાગ્યું કે તેને તેના પ્રશ્નો ના જવાબ અહીં જ મળી ગયા છે. કેમ કે અહીંની પ્રજામાં મદદ કરવાની ભાવના જોઇને તેનું મન ગદગદ થઇ ગયું અને એટલું જ નહિ તે મદદનું પણ પ્રમાણિકતાથી  પાલન થતું હતું, જો કોફી શોપ વાળો ધારે તો તે બધી ચિઠ્ઠી ફાડી પણ નાખે પણ તે પણ પ્રમાણિક હતો. એટલે લાગ્યું કે પ્રમાણિકતા થી મોટો કોઈ ગુણ નથી.

પેલા રોડ સાફ કરવાવાળા પણ સાફ લગતા રોડને જ સાફ કરતા હતા, જો ઈચ્છે તો તેને સાફ કરવાની જરૂર ન હતી પણ છતાં તે સાફ કરતા હતા કારણકે તે લોકો પ્રમાણિક હતા. અને તેની ફરજ મુજબ રોડ સાફ થવો જ જોઈએ એટલે તે રોડ સાફ હોવા છતાં સાફ કરતા હતા.

જ્યાંના લોકો ખુદ આટલા પ્રમાણિકતા પૂર્વક કામ કરતા હોય ત્યાંના લોકો ગરીબ હોવા છતાં પણ ટુક સમયમાં જ અમીર બની જતા હોય છે, હા બેઈમાની કરતા થોડો સમય વધુ લાગતો હોય છે, પણ પ્રમાણિકતાથી મેળવેલા પૈસાની કદર પણ થાય છે જયારે બેઈમાની ના પૈસા ધૂળ સમાન જ લગતા હોય છે.

આમ જ્હોન વિલ્સ પોતાના મન માં એક નવી આશા ભરી પોતાના કસ્બા તરફ ચાલવા લાગ્યો. હવે તેને વધુ અહીં રહીને બીજું કઈ જાણવાની ઈચ્છા ના થઇ. હવે તે પણ તેના લોકોને પ્રમાણિકતાની આ વાત કરી કેવી રીતે સફળ થવું જે સમજાવી પોતાના કસ્બાના પણ આવા વિકાસ કરવાના સપના જોતો પોતાના કસ્બા તરફ ચાલવા લાગ્યો.

મિત્રો, હવે વાત આપની કરીએ. આપણે સતત બીજા પર જ આરોપ લગાવતા હોઈએ કે તે પ્રમાણિક નથી, પેલો પ્રમાણિક નથી શું આમ કહેવાથી કે બુમો પડવાથી કોઈ બીજા પ્રમાણિક થઇ જશે.

એક વાત યાદ રાખો મિત્રો જ્યાં સુધી આપણે ખુદ આપની સાથે પ્રમાણિક નહિ થઈએ ત્યાં સુધી બીજા આપની સાથે પ્રમાણિકતા ભર્યું વર્તન કરે તેવી ખોટી આશા રાખવી ઠગારી છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.  

 

1 thought on “જ્યાં સુધી આપણે પ્રમાણિક નહિ થઈએ ત્યાં સુધી બીજા પ્રમાણિક થાય તેવી ખોટી આશા રાખવી ઠગારી છે.”

Leave a Comment