આજના જમાનામાં પૈસા બચાવવા એ એક યુધ્ધમાં પોતાના પ્રાણ બચાવ્યા સમાન જ છે… જરૂર વાંચો આ મહત્વનો લેખ.

મહાનગરની મહાકાય દુનિયામાં એક ખોબા જેવડા ગામડાની ઝલક પોતાના ખોબા જેવડા દિલમાં લઈને એક વયોવૃદ્ધ દાદાજી રહેતા હતા. પોતાના સ્વર્ગસમા ગામડેથી સંતાનોની જીદ ખાતર અને પોતાની વૃદ્ધ અવસ્થાને ધ્યાનમાં લઈને શહેર આવી ગયેલા.Image Source :

પણ અહીં તેણે આવીને જોયું કે સંતાનો પોતાના સમયને પોતાના બંધનમાં બાંધવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. સમયથી આગળ કેમ નીકળવું તે વિશેની ભાગદોડમાં પોતાનો અમુલ્ય સમય સરકાવી દેતા જોવા મળતા હતા.

પોતાની યુવાનીમાં તે દાદા જયારે ગામડામાં રહેતા ત્યારે કોઈ કહેતું કે, ચાલો આજે આપને કૈક ફરવા જઈએ. તો તે દાદા પોતાના સંતાનોને પોતાના ખભે બેસાડીને અને પોતાની પત્ની સાથે બાજુના ગામના મેળામાં જતા અને ત્યાં જઈ ખાલી ૧૦ રૂપિયાનો ખર્ચ કરતા તો પણ સાંજે પરત ફરતી વખતે તેની ઢીંગલીના હાથમાં રમકડાની ઢીંગલી અને તેના રાજકુમારના હાથમાં એક રમકડાની તલવાર અવશ્ય રહેતી. અને મેળામાં જઈ આવવાની ખુશીનો તો હિસાબ અલગ જ રહેતો. અને તે મેળાની યાદ એક મહિના સુધી ઘરમાં ગુંજ્યા કરતી. Image Source :

એ ગામડાની મોજને યાદ કરી અને આજ વૃદ્ધ બની બહાર બેઠા હતા ત્યારે એક જ વિચાર કરેલો કે, કાલ રાતે ઘરમાં જે પોતાના પૌત્રની પાર્ટી હતી તેના વિશે સવારે એક વાત પણ કોઈએ ના ઉચ્ચારી.
ક્યાં એ ૧૦ રૂપિયાની ગામડાના મેળાની મોજ અને ૧ મહિના સુધીની તેની મીઠી યાદો અને ક્યાં ગઈ કાલની હજારો રૂપિયાની જન્મદિવસની પાર્ટી અને સવારે તે પાર્ટી ગઈ, કેવી મજા આવી તે વિશેની વાત સુધ્ધા નહિ……

આમ તે વૃદ્ધ દાદા પોતાની ઉંમરની સાથે પોતાનો જીવ પણ બળી રહ્યા હતા. ત્યાં જ તેનો એક પૌત્ર આવ્યો ત્યાં અને તેણે દાદાજીની સમું જોયા વગર જ પોતાના બુટ પહેરવા માંડ્યા. અને દાદાજીને લાગ્યું કે, તે પણ સમયને જીતવા અને સમયને બાંધવા જ જઈ રહ્યો લાગે છે.
ત્યારે દાદાજી બોલ્યા કે, બેટા અહીં આવ જરા મારે તારું એક કામ છે. તે યુવાને કહ્યુ…Image Source :

બોલો ગ્રાન્ડફાધર, વ્હોટ હેપન…. (શું થયું )
દાદાજી બોલ્યા કે, ” બેટા, મારે એક નવી લાકડી લેવી છે, મને ચાલવામાં બહુ તકલીફ પડે છે. તું મારી સાથે ચાલને ?”

મોબાઇલ પર પોતાની વ્યસ્ત યુવકએ પોતાની તપસ્યા ભંગ ના થાય એવી રીતે દાદાને કહ્યુ…
“દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ. હવે લાકડી લેવા તમારે બહાર ક્યાય જવાની જરૂર નથી. તમને અહીં જ તે લોકો લાકડી ઘરે આવીને આપી જશે. તમારે લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી.”Image Source :

દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ, ” શું વાત છે બેટા? દુકાને ગયા વગર પણ લાકડીની ખરીદી થઇ શકે ?”

યુવાને જરા રુઆબ સાથે કહ્યુ… દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો.
જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા સ્ટોર પરથી તમારી આ લાકડી જ નહિ કરીયાણુ, કપડા, જેવી તમામ ચીજો મંગાવી શકો છો. હવે તમારી જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો.”

આ બધી વાત યુવાન દાદાજીને એવા રોફથી કહી રહ્યો હતો કે, જાને તેને કોઈ જંગ ના જીતી લીધો હોય, આમ પણ જંગ તો જીત્યો જ કહેવાય ને કેમ કે, તેણે તો એવી પદ્ધતિ શોધી નાખી હતી કે જેના દ્વારા તે પોતાના દાદાની પદ્ધતિથી ચડિયાતો હતો.Image Source :

દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યુ, ” બેટા, તારી વાત તો
સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા તો આપને જરૂર બચાવી શકીએ છીએ અને આજના જમાનામાં પૈસા બચાવવા એ એક યુધ્ધમાં પોતાના પ્રાણ બચાવ્યા સમાન જ છે.

પણ બેટા હવે મારી વાત ધ્યાનથી સંભાળ કે આ સમય અને પૈસા બચાવવા જતા જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય છે એનું શું? આ સબંધો જ બચતા નથી તેનું શું?
યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને કહ્યુ, “તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી.”
દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ, “બેટા, હમણા થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો હતો. Image Source :

તે પહેલા હું જ્યાં રોજ શાકભાજી લેવા તે ભાઈ હું જતો પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા. શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી. ત્યારે ખબર પડી કે નિસ્વાર્થ સાંત્વના પણ બીમારીમાં જરૂર અસર કરે છે. નહિ તો એક વાત મને કહે કે, જો તે ગરીબ શાકવાળો અહીં ન આવ્યો હોત તો તેને અને મને શું ફરક પાડવાનો હતો.

તે ક્યાં આપનો સગોવ્હાલો હતો, પણ છતાં તે આવ્યો એ મને બહુ ગમેલું. અને તેની માણસાઈ જોઈ મને એમ લાગ્યું કે ભલે તે એક કિલો શાકના ૫ રૂપિયા વધુ લઇ લે… પણ શાક તો અહીંથી જ લેવું જોઈએ.થોડા વર્ષો પહેલા થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા ત્યારે આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું ઉધાર આપેલુ અને પૈસા આપવાની કોઇ ચિંતા ન

કરતા એમ કહેલું. અને જ્યાં સુધી આપને તંગીમાંથી બહાર ના આવ્યા ત્યાં સુધી તેને દોઢ વર્ષ સુધી આપની પાસેથી એક પણ રૂપિયો માંગ્યો ના હતો. ઉપરથી કહ્યું હતું કે દીકરીના લગ્નનું કરિયાણું પણ લઇ જજો કાકા, હું ધંધાના સમ ખાઈને કહું છું કે તે મારી પણ બેન છે એક રૂપિયો પણ નફો નહિ કમાઉ બસ, અને પૈસાનિ ચિંતા ના કરતા થાય ત્યારે દેજો. Image Source :

જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઇને એક ગામડાના કંદોઈને ત્યાં જલેબી લેવા જતો ક્યારેક અને ત્યાં જઈ તું હંમેશા મારી પાસે પેંડો ખાવા જીદ કરતો પણ, પેંડા મોંઘા હોવાથી આપને ક્યારેય ખરીદતા ના હતા, એ વાતની મને અને તે કંદોઈ બંનેને ખબર હતી પણ તારી એ જીદ જોઇને તે ઓછુ ભણેલો કંદોઈ હંમેશા હસતા મોંએ તને કે પેંડો પણ આપતો અને ક્યારેય બીલમાં પેંડાની રકમ ઉમેરતો નહોતો.
યુવક એક ધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો હતો. દાદાએ વાત આગળ વધારી “બેટા,
કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા
અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઇ જતી અને હૈયુ હળવું ફુલ થઇ જતું. જેને ત્યાંથી આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા. Image Source :

જયારે આપણે કાપડ લઈને ઘરે આવતા ત્યારે આપણે આખા વર્ષના કપડા દરજી આપના ઘરે આવીને સીવી જતા અને તે પણ ક્યારેય પૈસા કપડા જોઇને ના લેતા હતા સમય જોઇને પૈસા લેતા હતા. જો કોઈ સારું વરસ હોય તો તેને આપણે પ્રેમથી પૈસા વધુ આપતા પણ ક્યારેય મોળા વરસમાં તે દરજીએ પૈસા માંગ્ય હોય એમ બન્યું નથી. તારા નાની નાની ચડ્ડીના પૈસા તો ક્યારેય તેણે ગણ્યા જ નથી. જયારે આપણા ઘરે તારા ફઈનું આણું વાળવાનું હતું ત્યારે તો તેને સતત દિવસ અને રાત જોયા વગર જ આખું આણું સીવી આપ્યું હતું અને કહ્યું કે આણાંના પૈસાની ચિંતા ના કરતા આવતા વરસે આપી દેજો.

દીકરા ખબર નહિ પણ આ વાત હવે મને કહે કે તારી ઓનલાઇન ખરીદીમાં આવી સુવિધા મળે ખરી ? યુવાન કોઇ જવાબ ન આપી શક્યો. બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી. તેણે દાદાજીને એણે એટલું જ કહ્યુ, “ચાલો દાદાજી હું આપની સાથે આવુ આપણે લાકડીવાળા ભાઇની દુકાને જઇને એમની ચા પી આવીએ અને તમારા માટે નવી લાકડી લઇ આવીએ. Image Source :

મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને?

કારણકે જો મશીન બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું ?
ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તુટી ન જાય એ પણ જરૂરી છે.

ભાઈઓ તથા બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 

Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment