28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

સુરતની એક મહિલા બની 62 વર્ષે માતા…. જાણો તેની ઘટના આ લેખમાં…સત્ય ઘટના…

મિત્રો અત્યાર સુધી તમે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લાવનારી સતી સાવિત્રીની વાત તો સાંભળી જ હશે. પરંતુ 28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ તેની માતા ફરી પાછા 62 વર્ષની ઉંમરે ગર્ભ ધારણ કરે છે તે સત્ય ઘટનાથી તમે કદાચ અજાણ હશો. કોઈ પણ સ્ત્રી વધીને 45 કે 50 વર્ષની ઉંમર સુધી જ ગર્ભ ધારણ કરી શકે છે. પરંતુ 50 ની ઉંમર બાદ તેમનામાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ખતમ થઇ જાય છે. પરંતુ સુરતમાં એક મહિલા 62 વર્ષની ઉંમરે માતા કંઈ રીતે બની તે ખુબ જ ચર્ચાનો વિષય છે.

સુરતમાં મધુબેન અને શ્યામભાઈનું પરિવાર કાપડનો ધંધો કરીને પોતાનું ઘર ચલાવતા હતા. તેમનો ધંધો ખુબ સારો ચાલી રહ્યો હતો અને તેમનું પરિવાર પણ સુખેથી રહેતું હતું. મધુબેન અને શ્યામભાઈને એક દીકરો અને બે દીકરીઓ હતા. તેઓ બધા ખુબ સુખી જીવન પસાર કરી રહ્યા હતા. એવામાં વધુ એક શુભ સમાચાર મળ્યા કે મધુબેનના દીકરા વિકાસના ઘરે દીકરાનો અને દીકરીનો જન્મ થયો. આ રીતે મધુબેન અને શ્યામભાઈ દાદા દાદી પણ બની ગયા અને હવે તેમનું પરિવાર એક સંપૂર્ણ સુખી પરિવાર હતું.

પરંતુ મિત્રો મધુ બેનના પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તે રીતે તેમનું પરિવાર એક જટકામાં દુઃખનો શિકાર થઇ ગયું. 6 નવેમ્બર 2016 ની રાત્રે મધુ બેનનું પરિવાર પાવાગઢથી સુરત આવી રહ્યું હતું અને કર્ઝન ટોલ નાકા પાસે તેમનું ભયંકર અકસ્માત થયુ. જેમાં ઘટના સ્થળે 9 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા તેમાં તેમનો 28 વર્ષનો દીકરો વિકાસ, તેમની પૂત્રવધુ રીંકુ, ત્રણ વર્ષનો પૌત્ર આરવ અને પૌત્રી તેમજ તેમની મોટી દીકરી અને તેના જમાઈ પણ મૃત્યુ પામ્યા.

તેમના હસતા ખેલતા પરિવારમાં મૃત્યુનું માતમ છવાઈ ગયું અને પરિવારમાં એક જ જાટકે 6 સભ્યોના મૃત્યુ થઇ ગયા. હવે પરિવારમાં માત્ર મધુબેન તેમના પતિ શ્યામભાઈ અને તેમની નાની દીકરી મનીષા આમ સમગ્ર પરિવારમાં હવે માત્ર ત્રણ જ સભ્યો રહ્યા. તે લોકો આ અકસ્માત વિશે સતત વિચારતા અને દુઃખી રહેતા.

આ રીતે દુઃખમાંને દુઃખમાં 6 મહિના પસાર થઇ ગયા. ત્યાર બાદ એક દિવસ મધુબેનની નાની દીકરી એક સેમિનારમાં ગઈ જ્યાં તેણે IVF ટ્રીટમેન્ટ વિશેની માહિતી મેળવી ત્યારે તેના મનમાં ગુમાવેલા ભાઈને પરત મેળવવાનો વિચાર આવ્યો અને આ વિચાર તેણે ઘરે જઈને પોતાની માતા એટલે કે મધુ બેનને જણાવ્યો પરંતુ મધુબેન આ વાતમાં પોતાની દીકરી સાથે સહેમત થયા જ નહિ.

ત્યાર બાદ દીકરીએ પોતાનો વિચાર અને ભાઈ મેળવવાની ઈચ્છા પોતાના પિતા શ્યામભાઈને જણાવી અને સમજાવ્યું તો શ્યામભાઈ પોતાની દીકરીની વાતને ટાળી શક્યા નહિ. ત્યાર બાદ શ્યામભાઈ અને દીકરીએ મધુબેનને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ તે માનવા તૈયાર જ ન હતા. તેમ છતાં પણ શ્યામભાઈ અને દીકરીએ હાર ન માની અને પ્રયત્નો ચાલુ રાખ્યા. આખરે એક દિવસ મધુબેન પણ IVF ટ્રીટમેન્ટની મદદ લઇ પુત્ર પ્રાપ્તિ માટે તૈયાર થઇ ગયા.

ત્યાર બાદ મધુ બેન તેમના પતિ અને તેમની દીકરી ત્રણેય ડોક્ટર પાસે પહોંચ્યા ત્યારે મધુબેનની ઉંમર જાણીને ડોક્ટર પણ ચોંકી ગયા. કારણ કે અત્યાર સુધી તેમની પાસે કોઈ પણ 50 વર્ષથી મોટી સ્ત્રી આ ટ્રીટમેન્ટથી સંતાન પ્રાપ્તિ માટે આવી ન હતી.

ત્યાર બાદ મધુબેનના જરૂરી રીપોર્ટ કરાવ્યા અને રીપોર્ટ નોર્મલ આવતા ટ્રીટમેન્ટ શરૂ કરી અને મધુબેનને ગર્ભ રહ્યો. પરંતુ 62 વર્ષની ઉમરે ગર્ભવતી બન્યા તેથી મધુબેન, તેમના પતિ અને દીકરી મનીષાને પણ લોકોના મેણા-ટોણાનો સામનો કરવો પડ્યો હતો. સમાજ તેમને ઘણું બધું સંભળાવતો પરંતુ તેઓ આ વાતને ધ્યાનમાં ન લેતા અને આખરે એક દિવસ એ પણ આવી ગયો જ્યારે મધુબેનની ટ્રીટમેન્ટ સફળ રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો અને ઘરમાં એક ખુશીનો માહોલ બન્યો.

આ રીતે 62 વર્ષની વયે મધુબેન એક બાળકની માતા બન્યા. કોમેન્ટ માં અભિનંદન જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

8 thoughts on “28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત”

Leave a Comment