જાણો આ વૃક્ષ નો ગુનો | વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ….. જાણો આ પાછળ નું કારણ

વ્યક્તિની જેમ વૃક્ષને પણ રાખવામાં આવે છે સાંકળથી કેદ….. જાણો શા માટે વૃક્ષને કેદ કરવામાં આવ્યું છે…

મિત્રો ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે કોઈ વૃક્ષની ધરપકડ કરવામાં આવી હોય. આપણે બધા જણીએ છીએ કે લોકો ગુનો કરે તો તેને જેલમાં પુરવામાં આવે અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આજે અમે એક એવી વાત જણાવશું જે ખરેખર ખુબ જ આશ્વર્ય જનક છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

મિત્રો પ્રાણીઓ અને મનુષ્યને જેલ માં નાખવામાં આવે એ તો સામાન્ય અને સહજ વાત છે. પરંતુ આજે અમે જે વૃક્ષ વિશે જણાવશું તે ખુબ જ રોચક છે. કેમ કે તે વૃક્ષને લગભગ 121 વર્ષથી પકડી ને રાખવામાં આવ્યું. તેની ઉપર મનુષ્યની જેમ કાયદાકીય ગુનો લગાવવામાં આવ્યો છે અને તેને સાંકળથી બાંધીને ઝકડી રાખવામાં આવ્યું છે. તો મિત્રો ખુબ જ આશ્વર્યની વાત છે પણ શા માટે બાંધવામાં આવ્યું તેના વિશે જાણીને પણ હેરાન રહી જશું. તો ચાલો જાણીએ કે આ વૃક્ષની સરકાર દ્વારા શા માટે ધરપકડ કરવામાં આવી છે, તેને શા માટે સાંકળથી બાંધી રાખવામાં આવે છે.

બ્રિટીશ શાસન દરમિયાન ઘણા બધા એવા ક્રૂર કિસ્સાઓ બની બની ગયા છે જેના નિશાન અને સબુત આજે પણ જોવા મળે છે. ભારત પર બ્રિટીશ શાસન ભલે પૂરું થઇ ગયું પરંતુ તેના બનાવેલા અમુક કાયદાઓ આજે પણ ભારતીય કાયદાઓમાં જોવા મળે છે. જેનું પાલન આજે પણ લોકો દ્વારા કરવામાં આવે છે. અને આ કાયદાઓ આજે પાકિસ્તાનમાં અને ભારત બંનેમાં અનુસરવામાં આવે છે. જેના પગલે આ વૃક્ષને પકડવામાં આવ્યું છે.

આ કેદી વૃક્ષ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલું છે. તે વૃક્ષ છે વડનું. આ વૃક્ષને 121 વર્ષથી સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યું છે. તે જીલ્લાના લડી કૌતલમાં આ વૃક્ષને બાંધવામાં આવેલું છે. અને ખાસ એ વાતનું પ્રમાણ પણ ત્યાં જોવા મળે છે. કેમ કે ત્યાં એક તખ્તી પણ લગાવવામાં આવી છે અને તેમાં લખેલું છે કે “i am under arrest.”

આ વૃક્ષ પાછળની કહાની ખુબ જ રોચક છે. આ વૃક્ષ પાકિસ્તાનના લાંડી કોટલ આર્મી કેમ્પસમાં છે. એક પાકિસ્તાનના અખબાર ડોનની જાણકારી અનુસાર વર્ષ 1898 ની આ વાત છે. ખુબ જ નશો કરેલો એક બ્રિટીશ ઓફિસર જેમ્સ સ્કવાયડ લાંડી કોટલ આર્મીના કેમ્પસમાં ફરી રહ્યો હતો. ત્યારે તે ઓફિસરને એવું લાગ્યું કે વડનું વૃક્ષ તેની તરફ આગળ વધી રહ્યું છે. તેણે વૃક્ષને પોતાના તરફ આવતું હોય એવું દેખાતું હતું.

એ અધિકારી ખુબ જ ગભરાયો અને આસપાસ હાજર બધા સૈનિકોને આદેશ આપ્યો કે આ વૃક્ષને પકડી લો અને તેને સાંકળથી બાંધી દો. ત્યારે સૈનિકો દ્વારા તે વૃક્ષની ધરપકડ કરવામાં આવી. ત્યારે સૈનિકોએ વૃક્ષ ભાગી ન શકે તેના માટે ચારેય બાજુથી સાંકળ વડે કેદ કરી લીધું. પરંતુ તે વૃક્ષએ અને તે ઘટનાને આજે 121 વર્ષ થઇ ગયા છે પરંતુ હજું પણ તે વૃક્ષ સાંકળોથી બંધાયેલું છે. તેના પર એક તખ્તી પણ લગાવેલી છે જેમાં “મેં ગિરફ્તાર હું.” પણ લખવામાં આવ્યું છે. તે વૃક્ષ આજ સુધી એટલા માટે સાંકળથી બાંધેલું છે કે લોકોને ખબર પડે કે બ્રિટીશ સરકાર કેટલી ક્રૂર હતી. જેની સાબિતી આજે પણ દેખાઈ રહી છે.

આ વૃક્ષ અંગ્રેજોની ક્રુરતાને આખા વિશ્વની સામે લાવે છે. જેના વિશે ત્યાંના સ્થાનીય લોકોનું કહેવું છે કે એ સમયના અંગ્રેજ અધિકારીઓ ખુબ જ ક્રૂર હતા. જો તે વૃક્ષને ન છોડી શકતા હોય તો લોકોને ક્યારેય ન છોડતા. ખુબ જ જુલમ અને અત્ચાર એ સમયે લોકો પર કરવામાં આવતો હતો. અને આ સાંકળ વડે બંધાયેલું વૃક્ષ તેની સાબિતી છે.

આજે હાલ પાકિસ્તાનમાં આ વૃક્ષને જોવા માટે લોકો દેશ વિદેશ’થી આવી રહ્યા છે. ત્યાં આજે એક ફરવા લાયક સ્થળ જાહેર કરવામાં આવ્યું છે લોકો સાંકળથી બંધાયેલા વૃક્ષને જોવા માટે ખુબ જ દુર દુર થી આવે છે અને તેની સાથે ફોટા પણ પડાવે છે. આવા હતા અંગ્રેજ સરકાર ના જુલ્મો જે આપણે તો ભોગવ્યા પણ સાથે સાથે આ નિર્દોષ વૃક્ષ ને પણ ભોગવવા પડ્યા. કોમેન્ટ કરો જય હિન્દ 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment