ચંદ્ર એ કરી હતી આવી ભુલ…… જેના કારણે થઇ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની સ્થાપના… જાણો કઈ હતી ચંદ્રની ભૂલ.

નમસ્કાર મિત્રો.

★ તમે ભગવાન શિવની 12 જ્યોતિર્લીંગ વિશે જાણતા જ હશો. બધી જ જ્યોતિર્લિંગ ભારત ના જુદા-જુદા  વિસ્તારમાં સ્થાપિત છે. શિવપુરાણમાં આ 12 જ્યોતિર્લિંગના મહિમા જણાવ્યો  છે.

★ હિંદુ ધર્મમાં સોમનાથનું એક અલગ જ સ્થાન છે. સોમનાથ મંદિરને ૧૨ જ્યોતિલિંગમાંનું  પહેલું સ્થાન પ્રાપ્ત છે એટલું જ નહીં , કહેવાય છે કે મહાદેવજી આ જગ્યાએથી કોઈ પણ ભક્તને ખાલી હાથે પાછાં નથી મોકલતા.

★ સૌ પ્રથમ એ જાણી લેવું આવશ્યક છે કે આ જ્યોતિલિંગ એટલે શું ? જ્યોતિલિંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિલિંગની સંજ્ઞા આપવામાં આવી છે.


આ બાર જ્યોતિલિંગના નામ છે-

[૧] સોમનાથ     [૨] નાગેશ્વર     [૩] મહાકાલેશ્વર     [૪] મલ્લિકાર્જુન     [૫] ભીમશંકર     [૬] ઓમકારેશ્વર     [૭] કેદારનાથ     [૮] કાશી વિશ્વનાથ     [૯] ત્ર્યંબકેશ્વર     [૧૦] ધૃષ્ણેશ્વર     [૧૧] રામેશ્વર,     [૧૨] બૈજનાથ.

★ આજ ના આર્ટિકલમાં  આપણે પ્રથમ જ્યોતિલિંગ એટલે કે સોમનાથ જ્યોતિલિંગ વિશે જાણીશું.

  • શિવપુરાણના કોટિરુદ્રા સંહિતા માં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાયું છે. સોમનાથ ગુજરાત રાજ્યના બોર્ડરને બરોબર અડકીને આવેલા દરિયા કાંઠે સ્થિત છે.

પુરાણો માં જણાવ્યા અનુસાર પ્રજાપતિ દક્ષ ને 27 પુત્રીઓ હતી. પોતાની તમામ પુત્રીઓનો વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યો હતો.તમામ પુત્રીઓ ચંદ્રદેવ જેવા સૌંદર્યવાન યુવાન સાથે વિવાહ કરી ખૂબ ખુશ હતી. વિવાહ ના થોડા સમય બાદ પુત્રીઓ પિતા દક્ષ ને ફરિયાદ કરે છે કે પતિ ચંદ્રદેવ 27 પત્નીઓ માંથી રોહીણીને વધારે પ્રેમ કરે છે અને બીજી પત્નીઓ ની અવગણના કરે છે.

પિતા દક્ષ પુત્રીઓ ની વ્યથા સાંભળી જમાઈ ચંદ્રદેવ ને મળવા પોહચ છે.

ચંદ્રદેવ ને વિનમ્રતાથી વાત કરે છે કે , ચંદ્રદેવ આપનો ઉછેર અતિ ગુણવાન અને પવીત્ર કુળ માં થયો છે છતાં આપ  પત્નીઓ સાથે શા માટે ભેદભાવ રાખો છો. આપના આવા વ્યવહાર થી મારી પુત્રીઓ ખૂબ દુઃખી અને નિરાશ થઈ છે. આપે આવો વ્યવહાર ના કરવો જોઈએ.આવો મીઠો ઠપકો આપી રાજા દક્ષ પાછા ફર્યા.

પોતાના સસરા દ્વારા વારંવાર સમજાવ્યા છતાં પણ ચંદ્રદેવ ના વર્તન માં સુધાર ન આવ્યો.ચંદ્રદેવ ના આવા વ્યવહાર થી પપ્રજાપતિ દક્ષ ખૂબ ક્રોધિત થયા અને એમના મુખેથી શ્રાપ નીકળી ગયો કે “ મારા આગ્રહ કરવા છતાં પણ તમે મારી વાતની અવગણના કરી, જાવ તમને ક્ષય રોગ થાય. “પ્રજાપતિ દક્ષ ના કઠોર શ્રાપ ના પરિણામે ચંદ્રદેવનું શરીર ક્ષય ગ્રસ્ત થઈ ગયું.

પૃથ્વીલોક માં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા.સમગ્ર પૃથ્વીલોક અને દેવલોકમાં હાહાકાર મચી ગયો. આ મુસીબતનો ઉપાય મેળવવા  સમગ્ર દેવગણ જગતપતિ બ્રહ્માજી પાસે ગયા, અને ચંદ્રદેવ ને આ શ્રાપ માંથી મુક્ત કરવા ઉપાય જણવા વિનંતી કરી.

બ્રહ્માજી બોલ્યા , પ્રજાપતિ દક્ષ ના મુખેથી જે શ્રાપ નીકળ્યો છે એને ભોગવવો પડશે જ. પણ એક ઉપાય છે.જો ચંદ્રદેવ કલ્યાણકારી પ્રભાસ ક્ષેત્ર માં જઇ મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી ભગવાન શિવની સ્તુતિ કરશે તો ભગવાન શિવ ચંદ્રદેવને ક્ષય રોગ માંથી મુક્તિ આપે. અને ચંદ્રદેવ ફરી સ્વસ્થ થઈ જાય.

બ્રહ્માજી ની આજ્ઞા લઈ દેવગણ ચંદ્રદેવ સાથે પ્રભાસ ક્ષેત્ર માં પોહચે છે.ભગવાન શિવની સ્તુતિ અને મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરી કઠોર તપસ્યા કરે છે.ચંદ્રદેવ સતત 6 મહિના સુધી તપસ્યા કરે છે અને 10 કરોડ મંત્ર નો જાપ કરે છે. ચંદ્રદેવની કઠોર તપસ્યાથી ભગવાન શિવ ખુશ થાય છે, અને પોતાને મનગમતું વરદાન માંગવા કહે છે.

ચંદ્રદેવ બે હાથ જોડી ભગવાન શિવને  પ્રાથના કરે છે, હે દેવાધિ દેવ આપ જ મારાં દુઃખ અને પીડા ને દૂર કરી શકો છો. મને આ ક્ષય રોગ માંથી મુક્ત કરી મારુ જીવન ધન્ય કરો,એવી આશા રાખું છું.

પછી તેમને તેની વાત કહી કે,

પોતાના સસરાની સલાહ તેમણે માની નહિ ત્યારે તેમને શ્રાપ અપાયો કે તે દિવસે દિવસે ગળતો જશે. તેના કારણે રોજેરોજ મારું તેજ ઓછું થતું ગયું. દક્ષ પ્રજાપતિની નારાજગીના ભયથી કોઇ તેમની સહાયે ના આવ્યું. નિરાશ થઇ મેં શિવજીનો આશરો લીધો.

આ સાંભળી શિવજીએ ચંદ્રને પોતાની જટામાં મૂકી દીધા કે જ્યાં દક્ષનો શ્રાપ ચાલે નહિ. આ રીતે શિવરાત્રીએ અર્ધચંદ્ર આપણે જોઇએ છીએ તે હકીકતમાં શિવજીની કૃપાનું પરિણામ છે, કેમ કે તેમણે ચંદ્રને તદ્દન વિલય થતો બચાવ્યો હતો. અને ભગવાન શિવ એ વરદાન આપ્યું , “ ચંદ્રદેવ તમારી કળા પ્રથમ પક્ષમાં વધતી જશે અને બીજા પક્ષ માં ઘટતી જશે, આમ તમે સ્વસ્થ રહેશો અને  પૃથ્વીલોકમાં તમે પૂજનીય બનશો. ”

ચંદ્રદેવ ની કઠોર તપસ્યાથી ના લીધે ભગવાન શિવ ત્યાંજ લિંગ રૂપે સ્થાપીત થયા. દેવગણો દ્વારા યજ્ઞ અને મંત્રોચ્ચાર કરી ભગવાન શિવની લિંગ સ્વરૂપે સ્થાપના કરી.આમ આ ક્ષેત્ર ને ચંદ્રદેવ ના નામ સોમ પરથી સોમનાથ નામ આપ્યું.

★ કોઈપણ મંદિરમાં દર્શનાર્થે જાઓ એટલે તમે એક અલૌકિક દુનિયામાં હોવ એવું લાગે છે. આવો અનુભવ સોમનાથના મંદિરમાં પણ થાય જ છે અને કેમ ના થાય જ્યાં અનેક લોકોની શ્રધ્ધા હોય ત્યાં બધુજ શક્ય બને. સોમનાથ મહાદેવના દર્શન એકવાર નહીં અનેક વાર કરવા જોઈએ..

–  બધા મિત્રો ને મારા  “ જય સોમનાથ ”

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

Leave a Comment