મહારાજા દુષ્યંત અને શકુંતલાની રહસ્યમય પ્રેમ કહાની….. જરૂર વાંચો.

દુષ્યંત અને શકુંતલાની પ્રેમ કહાની ખુબ જ રોચક છે.અને કેટલાય રહસ્યોથી ઘેરાયેલી પણ છે.  તેમજ તેમના પુત્ર ભરતની કહાની પણ રોચક અને માર્મિક છે. મિત્રો તે કહાની સાથે ઘણી અન્ય કથાઓ પણ જોડાયેલી છે. તે પણ સમજવી આવશ્યક છે. આપણે તે કથાઓ એક બાદ એક જોઈશું.

 વિશ્વામિત્ર અને મેનકા

એક વાર ઋષિ વિશ્વામિત્ર તપ કરી રહ્યા હતા. દેવ રાજ ઇન્દ્રને થયું કે, વિશ્વામિત્ર ક્યાંક તેનું સ્વર્ગનું આસન લઇ ના લે. તેથી તપ ભંગ કરવા તેમણે સ્વર્ગની અપ્સરા મેનકાને વિશ્વામિત્ર પાસે મોકલી. મેનકાના પ્રયાસથી ઋષિ વિશ્વામિત્રની તપસ્યા આખરે ભંગ થઇ. તેમની વચ્ચે સબંધો બંધાયા અને મેનકાએ એક બાળકીને જન્મ આપ્યો.

જેના જન્મ્યા પછી એક રાત્રીએ મેનકા ઉડીને ફરી ઇન્દ્રલોકમાં જતી રહી. ત્યારબાદ તે કન્યાને ઋષિ વિશ્વામિત્ર કવ્ય ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા.

અને ત્યાર બાદ વિશ્વામિત્ર ફરી તપસ્યા કરવામાં લાગી ગયા. એકલી પડેલી બાળકીને જોઇ પક્ષીઓએ તેમને ઘેરી લીધી અને તેની રક્ષા કરવા લાગ્યા. ગઢવાલમાં વધારે સંખ્યામાં જોવા મળતા આ પક્ષીઓને “શાંતુલ” કહેવામાં આવતા તેથી, તે બાળકીનું નામ શાંતુલ પડ્યું. જે સમય જતા શકુંતલા થઇ ગયું. ત્યાં જ મહર્ષિ કવ્યનો આશ્રમ હતો.  તે બાળકીનું પાલન પોષણ કરવા લાગ્યા.

રાજા દુષ્યંત અને શકુંતલા.

એક વાર હસ્તીનાપૂરના રાજા દુષ્યંત શિકાર કરવા માટે વનમાં ગયા.  જે વનમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં જ કવ્ય ઋષિનો આશ્રમ હતો. કવ્ય ઋષિના દર્શન માટે રાજા દુષ્યંત ઋષિના આશ્રમમાં ગયા. રાજાએ ઋષિને પુકાર લગાવી ત્યારે અત્યંત સુંદર કન્યા આશ્રમ માંથી બહાર આવી અને કહ્યુ કે, “હે રાજાન, મહર્ષિ તો તીર્થ યાત્રા પર ગયા છે. પરંતુ આ આશ્રમમાં તમારું સ્વાગત છે.”   તે કન્યાને જોઈ મહારાજા દુશ્યન્તે પૂછ્યું, ” તમે કોણ છો?” અને કન્યા એ જવાબ આપતા કહ્યું, ” મારુ નામ શકુંતલા છે અને હું કવ્ય ઋષિની પુત્રી છું. ” એ કન્યાની વાત સાંભળી મહારાજ દુષ્યંત આશ્વર્ય ચકિત થઈને બોલ્યા, ” મહર્ષિ તો બ્રમ્હ્ચારી છે, તો પછી તમે  તેમના પુત્રી કેવી રીતે થયા ?” શકુંતલા એ કહ્યું,” વાસ્તવમાં મારા માતાપીતા મેનકા અને વિશ્વામિત્ર ઋષિ  છે. મારી માતા એ જન્મ થતા જ મને વન માં છોડીને જતા રહ્યા અહિયાં મારું શાંતુલ નામના પક્ષીઓએ મારી રક્ષા કરી તેથી મારું નામ શકુંતલા પડ્યું. ત્યાર પછી કવ્ય ઋષિની નજર મારી પર પડી અને મને આશ્રમમાં લઇ આવ્યા. તેમને મારું ભરણ પોષણ કર્યું.

આમ તે મારા પીતા થયા કારણ કે, જન્મ દેવા વાળા, પોષણ કરવા વાળા અને અન્ન દેવા વાળા આ ત્રણેય આપણા પીતા જ કહેવાય. તેથી કવ્ય ઋષિ મારા પીતા જ ગણાય. શકુંતલાની વાત સાંભળી દુષ્યંતે કહ્યુ, ” શકુંતલા મને તમે ખુબ જ પસંદ આવ્યા જો તમને કોઈ પણ પ્રકારની આપત્તિ ન હોય તો હું તમારી સાથે વિવાહ કરવા માંગું છુ.

શકુંતલા પણ રાજા દુષ્યંત પર મોહિત થઇ ચુક્યા હતા, તેમને પણ સંમતિ દર્શાવી. બંને એ ગાંધર્વ લગ્ન કરી લીધા. થોડો સમય મહારાજા દુષ્યંત અને શકુંતલા એક સાથે રહ્યા. અને ત્યાજ  દિવસો વિતાવ્યા. પછી એક દિવસ તેને શકુંતલા ને કહ્યું કે, “પ્રિયે, મારે હવે મારું રાજ્ય કાર્ય સાંભળવા માટે હસ્તીનાપુર જવું પડશે. મહર્ષિ કવ્ય જયારે તીર્થ યાત્રા પર થી પાછા ફરી જશે ત્યારે હું તમને રાજ ભવન માં લઇ જઈશ”. આટલું કહી મહારાજા દુષ્યંત શકુંતલાને પ્રેમના પ્રતિક રૂપી સોનાની વીંટી આપીને હસ્તીના પુર ચાલ્યા ગયા.

એક દિવસ એ આશ્રમ માં દુર્વાસા ઋષિ આવ્યા. મહારાજ દુષ્યંતના વિરહમાં લીન  થવાને કારણે શકુંતલા દુર્વાશા ઋષિનો  વ્યવસ્થિત સત્કાર ના કરી શકી. તેને ઋષિના આગમનની જાણ પણ ના રહી. દુર્વાશા ઋષિએ આ પોતાનું અપમાન સમજી શ્રાપ આપ્યો કે, ” તું જેના ધ્યાનમાં લીન થઇ છો, અને મારો નિરાદર કર્યો છે…. તે વ્યક્તિ તને ભૂલી જશે.” દુર્વાસા ઋષિના આ શ્રાપ સાંભળી શકુંતલાનું ધ્યાન તૂટ્યું. અને ક્ષમા માગી. શકુંતલાના ક્ષમા માંગવાથી દુર્વાસા ઋષીએ કહ્યું કે, ” જો તારી પાસે તેના પ્રેમનું કોઈ ચિન્હ કે, નિશાની હશે તો તે જોઇને તેને બધું યાદ આવી જશે.

 

શકુંતલા ગર્ભવતી થઇ  હતા. તે દરમિયાન થોડા સમય પછી કવ્ય ઋષિ તીર્થ યાત્રા પરથી પાછા ફર્યા. ત્યારે શકુંતલા એ કવ્ય ઋષિને મહારાજા દુષ્યંત સાથે થયેલા ગાંધર્વ વિવાહ વિશે જણાવ્યું. આ સાંભળી મહર્ષિ કવ્યએ કહ્યું કે, ” પુત્રી, વિવાહ કન્યાનું તેના પિતાના ઘરે રહેવું ઉચિત ના ગણાય હવે તારા પતિનું ઘર એ જ તારું ઘર ગણાય.” આટલું કહી મહર્ષિએ શકુંતલાને પોતાના શિષ્યો સાથે    હસ્તિનાપુર રવાના કર્યા. રસ્તામાં એક તળાવ આવ્યું. ત્યાં મહારાજ દુષ્યંતે આપેલી વીટી, જે તેમના પ્રેમની નિશાની હતી તે સરોવરમાં પડી ગઈ. તે વીંટી માછલી ગળી ગઈ.

કવ્ય ઋષિના શિષ્યો શકુંતલાને લઈને મહારાજા દુષ્યંતના દરબારમાં ગયા, ત્યાં બધી વાત કરી યાદ અપાવી અને બધી આપવીતી કહી પરંતુ રાજા દુષ્યંતને દુર્વાસા ઋષિના શ્રાપને કારણે કોઈ વાત યાદ ના આવી અને તેમને શકુંતલાને સ્વીકારવાની ના પડી દીધી. શકુંતલાનું આવું અપમાન જોઇને તેમની માતા મેનકા તેમને તેની સાથે લઇ ગયા.

એક દિવસ એક માછીમાર દ્વારા જાળમાં એ માછલી એક વાર ફસાઈ ગઈ કે, જે માછલીએ શકુંતલાની વીટી ગળી હતી. તે માછલીની અંદરથી જે વીટી નીકળી તે વીંટી લઇ માછીમાર મહારાજા દુષ્યંત પાસે આવ્યો. તે વીંટી જોઇને જ રાજા દુષ્યંતને બધી વાત યાદ આવી ગઈ અને તેમને શકુંતલાને શોધવાના બધા પ્રયત્નો શરુ કરી દીધા પણ કોઈ પણ રીતે શકુંતલા નો કોઈ પત્તો મળ્યો નહિ. અને મહારાજા દુષ્યંતને નિરાશા જ હાથ લાગી.

 

ત્યાર બાદ એક વખતે ઇન્દ્રના બોલાવવાથી દેવાસુર સાથેના સંગ્રામમાં તેમની મદદ કરવા માટે રાજા દુષ્યંત ગયા. તે સંગ્રામ જયારે પૂરો થયો અને રાજા દુષ્યંત જયારે પરત ફરી રહ્યા હતા. ત્યારે તે મહર્ષિ કશ્યપના આશ્રમમાં તેમના દર્શન માટે આવ્યા. ત્યાં તેમને એક બાળકને રમતા જોયો. અને તે બાળક પણ એટલો બધો પ્રેમાળ હતો કે,  મહારાજા દુષ્યંતને તે બાળક પર પ્રેમ આવ્યો અને તેમને તે બાળક ને પોતાના હાથમાં ઊંચકી લીધો.

ત્યાં રહેલી એક સખી આ જોઇને આશ્યાર્ય ચકિત થઇ કે, બાળકને બાંધેલી કાળો દોરો જમીન પર પડી ગયો. સખીને યાદ આવ્યું કે, બાળકને જયારે તેના પિતા ઉઠાવશે ત્યારે તે કાળો દોરો નીચે પડી જશે. સખી ખુશ થઇ અને બધી વાત શકુંતલાને જણાવી શકુંતલા મહારાજ દુષ્યંત પાસે ગઈ. મહારાજે શકુંતલાને ઓળખી લીધી અને તેને શકુંતલાની ક્ષમા માંગી અને કશ્યપ ઋષિની આજ્ઞા લઇ તેના પુત્ર ભારત સહીત તેની તેમની સાથે હસ્તીનાપુર લઇ ગયા. પછી ભારત મહાન પ્રતાપી સમ્રાટ બન્યો.

કહેવામાં આવે છે કે આજ ભારત ના નામ પર થી આપણા દેશનું નામ ” ભારત” પડ્યું. ભરત ખુબ જ પરાક્રમી હતા તેથી તેનું નામ “સર્વદમન” પણ હતું. કારણકે, તેમને નાનપણમાં જ મોટા મોટા દુશ્મનોનું દમન કર્યું હતું. તેને પોતાના જીવનમાં અનેક યજ્ઞો કાર્ય. અને દાનવીર પણ હતા. તેના રાજમાં પ્રજા ખુબ ખુશ હતિ. હસ્તીનાપુર તેમની રાજધાની હતી. ભરતના લગ્ન વિદાર્ભ્રજની ત્રણ કન્યાઓ સાથે થયા. તેનાથી તેમને 9 પુત્રોની પ્રાપ્તિ થઇ. જયારે તેમને રાજગાદી સોપવાની વાત આવી ત્યારે ભારતે કહ્યું, “મારા પુત્રો મારા અનુરૂપ નથી.” જેના કારણે તેમને રાજગાદી  મહર્ષિ ભારદ્વાજની કૃપાથી ભુમન્યુ નામના પુત્રને સોંપી. તેના જ વંશમાં આગળ શાન્તનું થયા જે ભીષ્મ ના પીતા હતા. અને ત્યારબાદ તે જ વંશમાં પાંડવો અને કૌરવો થયા.

મિત્રો તમને અમારું પેજ કેવું લાગ્યું ???  સારું લાગ્યું ?  હા,,,તો તમારો
ખાલી ૧ મીનીટનો સમય કાઢીને  અહી ક્લિક કરી અમને રેટિંગ આપી દો ને..
અમને રેટિંગ આપવા બદલ આભાર મિત્રો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

1 thought on “મહારાજા દુષ્યંત અને શકુંતલાની રહસ્યમય પ્રેમ કહાની….. જરૂર વાંચો.”

Leave a Comment