શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે ? શું છે તેનું રહસ્ય ? જાણો અહીં.

દક્ષિણ ભારતમાં શંખ ક્ષેત્ર આવેલું છે કે, જે ઓરિસ્સા રાજ્યમાં છે તે ભગવાન જગન્નાથની ભૂમિ પણ કહેવાય છે.ભગવાન જગન્નાથને સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત રૂપ છે, એક કારણથી તે પુરા જગતના નાથ પણ કહેવાય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. રથયાત્રામાં સૌથી આગળના તાલધ્વજ રથ પર બલરામજી, તેમની પાછળ પદ્મધ્વજ રથ પર સુભદ્રાજી અને અંતમાં ગરૂડ ધ્વજ રથ (નંદીઘોષ રથ પણ કહેવાય) પર સ્વયં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે.

રથયાત્રામાં જોવા મળતા ભગવાન જગન્નાથની તેમજ બીજી બંને મૂર્તિઓ કેમ અધુરી જોવા મળે છે ? શું છે તે પાછળનું કારણ ? કોણ છે આ પાછળ જવાબદાર…. તો ચાલો આજે તે રહસ્ય વિશે આપને જાણીએ.
એક સમયે મધ્ય ભારતમાં ઇન્દ્રધ્યુંમ્ન નામના રાજાનું શાસન ચાલતું હતું.

તે ભગવાન વિષ્ણુના બહુ જ મોટા ભક્ત હતા. ઇન્દ્રધ્યુંમ્ન રાજા એટલા મોટા ભક્ત હતા કે, તેમને સ્વયં ભગવાન વિષ્ણુના દર્શનની ખુબ ઈચ્છા હતી. પણ અફસોસ એ વાતનો હતો કે હજુ સુધી તેમની આ ઈચ્છા પૂર્ણ થઇ શકી ના હતી. ઘણી માહિતી અનુસાર ઘણા પ્રયોગ કર્યા પણ હજુ સુધી ભગવાન વિષ્ણુના તેમના દર્શન થયા ના હતા. આમ, સર્વ વાતે સુખી પણ આ એક વાતનું દુખ તેમને હતું.

એક વખત તેમના દરબારમાં ફરતા ફરતા એક સાધુ આવી પહોચે છે. અને તે રાજાના આ દુખ બાબતે તેમને એક સલાહ આપે છે કે, જો તમારે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જ હોય તો તમે ભારતના છેડા તરફના ઓર્રીસ્સા નામના પ્રદેશમાં ભગવાન વિષ્ણુને તેમના અસલી સ્વરૂપ “નીલ માધવના ” રૂપમાં પૂજવામાં આવે છે. તમને ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન થઇ શકે છે.

આ સાંભળી રાજા અત્યંત પ્રસન્ન થયા અને તરત જ તેમના બુદ્ધિશાળી મિત્ર એવા મુખ્ય સલાહકાર વિદ્યાપતિને તરત જ કહ્યું કે, તે પ્રદેશમાં જઈને નીલ માધવ વિશે તમામ જાણકારી મેળવે. આ હુકમ લઇ વિદ્યાપતિ તરત જ નીકળી પડે છે.

લાંબા સમયની મુસાફરી બાદ ત્યાં જઈ વિદ્યાપતિને તે પ્રદેશના દર્શન થયા. અને ત્યાં જઈ તેમણે એક કબીલાના સરદાર વિશ્વવાસુને આ વાત વિશે પૂછ્યું. તે સરદાર વિશ્વવાસુ આ ભગવાન નીલ માધવની ગુપ્ત ગુફાની પહેરેદારી કરતા હતા. એટલે તેમને તરત જ વિદ્યાપતિને ભગવાનના દર્શન માટે મનાઈ કરી દીધી. એટલે વિદ્યાપતિ નારાજ થઇ ગયા અને તે ગામમાં જ રહેવા લાગ્યા. ત્યાં રહેતા રહેતા થોડા સમય બાદ તેમને તે સરદાર વિશ્વવાસુની પુત્રી સાથે પ્રેમ થઇ ગયો. ત્યારબાદ વિદ્યાપતિ અને વિશ્વવાસુનિ પુત્રીના લગ્ન કરી દેવામાં આવ્યા.

હવે, લગ્નના થોડા દિવસો બાદ વિદ્યાપતિએ તેની પત્નીને કહ્યું કે પિતાજી (વિશ્વવાસુ)ને કહે કે, મને એક વાર ભગવાન નીલ માધવના દર્શન કરાવે. આમ, તે પુત્રીએ પિતા આગળ જીદ કરી એટલે વિશ્વવાસુ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરાવવા રાજી થઇ ગયા. પણ શરત રાખી કે, તેમને આંખો પર પટ્ટી બાંધીને તે ગુપ્ત ગુફામાં દર્શન કરવા લઇ જશે. વિદ્યાપતિએ શરત માન્ય રાખી અને તે આંખે પટ્ટી બધી દર્શન માટે નીકળ્યા. પણ વિદ્યાપતિએ ત્યારે થોડી ચાલાકી કરી જ્યાં જ્યાં તે જતા હતા ત્યાં ત્યાં તે થોડા થોડા નિશાની રૂપે કોઈક આગળ દાણા વહેરતા જતા હતા. જેથી તે રસ્તો યાદ રાખી શકે.

ત્યાં ગુફામાં પહોચી વિદ્યાપતિએ તે ભગવાન નીલ માધવનું વિશાળ તેજમય રૂપ જોયું. તો તે ધન્ય થઇ ગયા અને ચોંકી ગયા. અને ત્યારબાદ તે થોડા દિવસો બાદ પોતાના રાજા ઇન્દ્રધ્યુંમ્ન પાસે જવા નીકળી પડ્યો.

અને રાજા પાસે જઈ બધી વાત કરી. આ વાત સાંભળી રાજા ઇન્દ્રધ્યુંમ્ન ખુબ જ પ્રસન્ન થયા અને તરત જ ત્યાં જવા નીકળી પડ્યા. હવે તે રાજા અને વિદ્યાપતિ ત્યાં આવીને જેવા ગુપ્ત ગુફામાં દાખલ થયા અને ત્યાં જોયું કે, ભગવાન નીલ માધવ ત્યાંથી અંતરધ્યાન (અદ્રશ્ય) થઇ ગયા હતા. આ જોઈ રાજા ઇન્દ્રધ્યુંમ્ન ખુબ જ દુખી થયા.

હવે રાજા ઇન્દ્રધ્યુંમ્ન ભગવાન વિષ્ણુ ના દર્શન ના થવાના લીધે ખુબ જ દુખી થઇ ગયા હતા. અને શું કરવું તે કઈ પણ સમજાઈ રહ્યું ના હતું તે હતાશામાં બેઠા હતા ત્યારે જ ત્યાં તેમને કોઈ અદ્રશ્ય અવાજ સંભળાયો કે, ” તે પૂરી પ્રદેશમાં જાય અને ત્યાં નદીમાં તરી રહેલા લાકડાના મોટા ટુકડાને કિનારે લાવે. અને તેમાંથી ભગવાન વિષ્ણુની સાચી પ્રતિમા બનશે.”રાજાએ ખુબ ખુશી સાથે આ આજ્ઞા મુજબ જ કર્યું અને ત્યાં નદીમાંથી મળેલ લાકડાનો મોટો ટુકડો લઇ પોતાના રાજ્યમાં આવ્યા.

અને મોટા મોટા શીલ્પકારોને આ ટુકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવવા કહ્યું. પણ પ્રશ્ન એ ઉભો થયો કે, કોઈ શિલ્પકારે ભગવાન વિષ્ણુને પ્રત્યક્ષ જોયા ના હતા તો તે મૂર્તિ કઈ રીતે બનાવી શકે? માટે કોઈ પણ તે મૂર્તિ બનાવવા તૈયાર ના થયું. રાજા ફરીથી નિરાશ થઇ ગયા.

એક દિવસ રાજાના દરબારમાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા અને તેમણે રાજાને કહ્યું કે, હું ભગવાન વિષ્ણુની યોગ્ય મૂર્તિ તમારા માટે બનાવી આપીશ. આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ દેવોના શિલ્પી સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા. રાજાને નવાઈ લાગી અને વિશ્વાસ ના આવ્યો કે, આ વૃદ્ધ વ્યક્તિ નહિ કરી શકે. પણ છતાં થોડી આશા સાથે તેમને મૂર્તિ બનાવવા માટે હા પડી દીધી, કેમ કે, બીજો કોઈ વિકલ્પ હતો નહિ. આ વૃદ્ધ વ્યક્તિએ રાજા સામે શરત રાખીકે, હું એક બંધ ઓરડામાં આ મૂર્તિનું કામ ૨૧ દિવસ કરીશ ત્યાં સુધી મારા કામમાં ભૂલથી પણ કોઈએ ખલેલ પાડવી નહિ. રાજાએ આ વાત માન્ય રાખી અને વૃદ્ધ વ્યક્તિ (ભગવાન વિશ્વકર્મા ) એક બંધ ઓરડામાં રાત-દિવસ કામ કરવા લાગ્યા. અને ઓરડાની બહાર કામ કરતા હતા તેના અવાજ આવી રહ્યા હતા. આ અવાજ સાંભળી રાજા -રાણી અને અન્ય લોકો ખુશ હતા. થોડા દિવસો બાદ આ ઓરડામાંથી અવાજ આવતા બંધ થઇ ગયા.

ત્યારે રાણીને એમ લાગ્યું કે આ વૃદ્ધ વ્યક્તિને કશું થઇ ગયું હશે? કેમ કે, તે વ્યક્તિ કશું પણ ખાધા પીધા વગર કામ કરતી હશે એટલે તે મૃત્યુ તો નહિ પામી હોય ને? એવી એવી અજબ ગજબની શંકા સાથે રાણીએ રાજાને વાત કરી અને રાજાએ પણ આ વાત ધ્યાનમાં લઈને તે ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો.

તો તેમને જોયું કે મૂર્તિઓ અધુરી બની ગઈ હતી અને કામ શરુ જ હતું. પણ દરવાજો ખૂલવાથી ભગવાન વિશ્વકર્મા ત્યાંથી અંતરધ્યાન થઇ ગયા. અને આ લાકડામાંથી બનતી મૂર્તિ હંમેશને માટે અધુરી જ રહી ગયી.

અને કહેવાય છે કે, આ અધુરી મૂર્તિની પ્રતીકાત્મક મૂર્તિ જ અત્યારે જગન્નાથ પુરીના મંદિરમાં રહેલી છે.
અને મિત્રો આ મૂર્તિ પાછળ અન્ય પણ ઘણી કથાઓ પ્રચલીત છે, જેમ કે,માતા રોહીણીની કથા, કે બીજી અન્ય કથા, આ કથા પણ અમારી શોધખોળના અંતે લખવામાં આવી છે, તો દરેક વાચક મિત્રએ નોંધ લેવી કે આ કથા સંપૂર્ણ સાચી હોઈ શકે તેનું અમે સમર્થન નથી કરતા, પણ બીજી કથાઓ કરતા આ કથામાં અમને થોડું સાચું વજૂદ લાગ્યું એટલે તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. તો દરેક વાચક મિત્ર પોતાની સમજણ શક્તિ અનુસાર આ કથાનો પ્રયોગ કરવો….. જય જગન્નાથ. 

જો આ આર્ટીકલ ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો ” જય જગન્નાથ “

🤴ભાઈઓ તથા 👸બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment