મર્યાદા પુરૂસોત્તમ ભગવાન શ્રીરામના જીવનની 9 અદભુત વાતો

રઘુકુલ રીતી સદા ચલી આઈ,
પ્રાણ જાય પર વચન ન જાઈ

રઘુકુળમાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર મહિનાની શુક્લપક્ષની નવમી તિથિએ મોટા પુત્ર તરીકે ભગવાન “શ્રીરામ”નો જન્મ થયો. આ સાથે જ રઘુકુળના મહાન રજાઓમાં વધુ એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રીરામનો સમાવેશ થયો. ભગવાન શ્રીરામ વિષ્ણુના સાતમા અવતાર હતા.

ભગવાન શ્રીરામ સ્વભાવે શાંત, સૌમ્ય અને પ્રેમાળ હતા.
ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, કારણકે તેમણે આખું જીવન મર્યાદામાં રહીને વ્યતીત કર્યું હતું. ભગવાન શ્રીરામ જીવનમાં પરિવારની દુરી થી લઈને સીતામાતા અને લવ કુશની દુરી જેવા કઠીન સમયમાં પણ હંમેશા તેની મર્યાદા અને કર્તવ્ય બાજુ જ અડગ રહ્યા છે.

આજના સમયના નવ યુવાનોએ પણ શ્રીરામના જીવન દર્શનમાંથી કોઈ શીખ તેના જીવનમાં ઉતારવી જોઈએ જેથી યુવાનો માટે તેમની વાતો આદર્શ બની શકે. ચાલો ભગવાન શ્રી રામની નવ અદભુત વાતો વિષે જાણીએ. આ એ વાતો છે જે આપના જીવનમાં હાજર હોવા છતાં આપણે તેમાંથી વિમુખ થઈને બેઠા છીએ. તે વાતો દ્વારા કોશિશ કરીએ કે તે વાતો આપના જીવનનો આદર્શ બની શકે.

(૧) મર્યાદા
ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શ્રીરામે પુરા જીવન કાળ દરમિયાન મર્યાદા એક વાર પણ ઉલ્લંઘી નથી. કેટલીય વિકટ સ્થિતિ આવી છે તેમના જીવનમાં પણ, હર વખત ભગવાન શ્રીરામે ધર્મ અને કર્તવ્યનો જ સાથ દીધો છે.

આજ કાલના યુવા ધન માર્યાદા અને કર્તવ્યનું તો ઠીક પણ બોલ્યા હોય છે તે કરી બતાવી પણ નથી શકતા. સવારે કઈ કહ્યું હોય અને સાંજે કઈ બીજું જ કર્યું હોય તેવા યુવાનોની સંખ્યા વધતી જાય છે.
આજ કાલ દરેક વડીલો અને બુજુર્ગો દ્વારા હંમેશા એવા શબ્દો સંભળાય છે કે હવેની પેઢીમાં મર્યાદા જેવું કંઈ રહ્યું નથી. હા,ટેકનોલોજીની દુનિયા માં કોઈ મર્યાદા નથી રહી પણ સબંધોની દુનિયામાં હજુ ઘણી મર્યાદા જળવાયેલી છે. આજકાલના યુવાનોએ પોતાની એક મર્યાદા નક્કી કરી ચોક્કસ લક્ષ સાથે આગળ વધવું જોઈએ તો જ જીવનમાં સફળતા મળે છે.

(૨) ગુરુનો આદર.
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ગુરુ “ગુરુ વશિષ્ટ” હતા. હંમેશા ભગવાન શ્રીરામ તેમનો આદર કરતા હતા. ગુરુની આજ્ઞા વગર ભગવાન શ્રીરામ કોઈ જ કામ કરતા નહિ. પૂરી રામાયણમાં ભગવાન શ્રીરામનો ગુરુ વશિષ્ઠ સાથે આદ્યાત્મિક સબંધ રહેલો હતો. ગુરુની આજ્ઞાથી જ ભગવાન શ્રીરામે ભગવાન શિવનું ધનુષ તોડ્યુ અને સીતામાતા સાથે તેમના લગ્ન થયા. એક ગુરુનું મહત્વ જીવનમાં કેટલું હોય છે તે ભગવાન શ્રીરામથી જાણી શકીએ છીએ.

આજ કાલ વિદ્યાર્થીઓ અને ગુરુના સબંધમાં પૈસાએ જગ્યા લઇ લીધી છે. એટલે ના તો કોઈ શિષ્યને યોગ્ય ગુરુ મળે છે, કે નથી ગુરુને સાચો શિષ્ય મળે છે. આજ કાલ શિક્ષણને વ્યાપાર કરી નાખ્યો છે તેમાં ક્યાંથી સાચા ગુરુ મળી શકે અને ક્યાંથી સાચા શિષ્ય મળે.

આપણે એ શીખવાનું છે કે આપના જે કોઈ ગુરુ હોય તેને પૂરો આદર આપવાનો. તેમની સાથે પૂરી સભ્યતાથી વર્તન કરી તેમને માન આપવું જોઈએ.

(3) કુટુંબ પ્રેમ.
ભગવાન શ્રીરામનો કુટુંબ પ્રેમ બહુજ પ્રેરણા દાયક હતો. પોતાના સાવકી માતા કૈકય દ્વારા તે વનવાસ ચાલ્યા ગયા. છતાં પણ તેમના મનમાં તેમના પ્રત્યે જરા પણ વેર ભાવ ના હતો.

આજના મોર્ડન સમયમાં થયા વિભક્ત કુટુંબોએ આમાંથી ઘણું શીખવા જેવું છે. આજ કાલ સંપતિની લાલચમાં કોઈ સગા સબંધીઓ આવી રીતે કુટુંબ પ્રેમ દર્શાવતા નથી.

(૪) આજ્ઞાકારી
ભગવાન શ્રીરામ પહેલે થી જ આજ્ઞાકારી પુત્ર હતા. તેમના પિતાના વચનની મર્યાદા જાળવવા તેમની આજ્ઞાને લઈને તે ૧૪ વર્ષ સુધી વનવાસ જવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.
ગુરુની આજ્ઞા, પિતાની આજ્ઞા, માતાની આજ્ઞા આવી જ રીતે ભગવાન શ્રીરામે કોઈની આજ્ઞાનો અનાદર પુરા જીવન કાલ દરમિયાન નથી કર્યો.

આજની યુવા પેઢી જો આવી રીતે ગુરુની આજ્ઞા, માતા પિતાની આજ્ઞા માનવા માંડે તો તેમના જીવનમાં આજ્ઞાંકિત નામનો સદગુણ પણ વહેલો મોડો દેખાવા માંડે છે.

(૫) ભાઈચારો.
ભગવાન શ્રી રામ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમનાથી નાના ચારેય ભાઈઓ પ્રત્યે તે ખુબજ પ્રેમ ભર્યું વર્તન કરતા હતા. ભાઈઓની સામે ક્યારેય પણ ભગવાન શ્રીરામે ક્યારેય ગુસ્સા ભરી વાત તેમજ જુસ્સા ભર્યું વર્તન કર્યું નથી.

આજના સમયમાં ભાઈ-ભાઈ વચ્ચે પણ સંપતિ, જમીન જેવી બાબતોને લઈને અવારનવાર ઝગડા થતા રહે છે. જો ભગવાન શ્રીરામના જીવન દર્શન અનુસાર આ ગુણ જો તમે કેળવો તો તમારે થતો કલહ હંમેશા માટે પૂરો થઇ જશે, અને જીવનમાં ભાઈ તેમજ પરિવારનો પ્રેમ પણ મળવા લાગશે.

(૬) વિનમ્રતા
ભગવાન શ્રીરામ તેમની વિનમ્રતા માટે પણ જાણીતા છે. ભગવાન શ્રીરામ પુરા જીવનકાળ દરમિયાન ક્યારેય પણ વિનમ્રતાને છોડતા નથી, જયારે તે યુદ્ધ દરમિયાન રાવણ સાથે પણ તે વિનમ્રતાથી જ પહેલા સમજાવનો પ્રસ્તાવ મુકે છે. રાવણ દ્વારા પોતે અભિમાનમાં ચુર હોવાથી તે વિનમ્રતા ભર્યો સુલેહનો પ્રસ્તાવ માન્ય રખાતો નથી અને પછીથી યુદ્ધ થાય છે.

વિનમ્રતા એ એવો ગુણ છે જેનાથી તમે તમારા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકો છો. વિનમ્ર માણસ જ્યાં પણ જાય છે, ત્યાં ત્યાં તેનું હંમેશા સારું અભિવાદન જ થાય છે.
માટે મિત્રો જીવનમાં હંમેશા વિનમ્રતા જો કેળવાય તો જીવન જીવવાની ખરેખર જ મજા આવવા લાગે.

(૭) ધીરજ
ભગવાન શ્રીરામમાં ધીરજ નામનો આજના જમાનામાં અતિ દુર્લભ એવો સદગુણ પણ હતો. પોતાના વિનમ્ર સ્વભાવને લીધી ભગવાન શ્રીરામ હંમેશા બધાના પ્રિય રહ્યા છે. પુરા જીવન કાલ દરમિયાન ભાગ્યે જ એવા કોઈ પ્રસંગો આવ્યા હશે કે જયારે ભગવાન શ્રીરામે ધીરજનો સાથ ના દીધો હોય.

આજ કાલતો લાકોમાં ધીરજ નામનો ગુણ જોવા મળતો જ નથી, લોકો વાત વાતમાં ગુસ્સો, ઝગડો, મારા-મારી જેવી બાબતો પર ઉતરી જતા હોય છે, અને અંતે તે લોકો પોતાનું જ નુકશાન કરી બેસે છે.
યુવાનો જો ભગવાન શ્રીરામના આ સદ્દગુણ મુજબ કામ કરે તો તેમના જીવનમાં ક્યારેય ખોટો માર્ગ પસંદ નથી થતો.

(૮) મિત્રતા.
ભગવાન શ્રીરામની મિત્રતા સુગ્રીવજી અને વિભીષણજી સાથે ખુબ જ ગાઢ હતી. સુગ્રીવજીનું રાજપાઠ તેમના ભાઈ વાલી દ્વારા છીનવાઈ ગયું હતું. તેમાં ભગવાન શ્રીરામે તેમની મદદ કરી રાજપાઠ પરત અપાવ્યું હતું. વિભીષણજીને પણ જયારે લંકાનો ત્યાગ કરાવાયો, ત્યારે ભગવાન શ્રીરામે તેને મિત્ર બનાવીને તેમની સાથે રાખ્યા હતા.

આજના યુવાનોમાં પણ મિત્રતા સારી એવી જોવા મળે છે, પણ ક્યારેક નજીવા કારણ સર મિત્રતામાં આંચ પણ આવી જાય છે, તો આપણે એ જાણવું જોઈએ કે મિત્રતામાં થોડી સહનશક્તિ દાખવીને મિત્રતા તુટવા દેવી ના જોઈએ.

(૯) રક્ષક
ભગવાન શ્રીરામ પોતાનો રક્ષા ધર્મ પણ સારી રીતે નિભાવી જનતા હતા. તેમને ઘણી વખત રાક્ષસોથી તેમની પ્રજાનું રક્ષણ કરેલું. ભગવાન શ્રીરામ રક્ષક તો હતા પણ સાથે સાથે અનેક સદ્દગુણ પણ ધરાવતા હતા જેથી તે એક સાચા રક્ષક કહેવાય છે.

આજ-કાલ જે લોકો આપના રક્ષક છે તે જ આપના ભક્ષક બની બેઠેલા હોય છે. મિત્રો યાદ રાખોકે ક્યારેય પણ જીવનમાં કોઈ પર ખોટો અત્યાચાર થતો હોય તો તેમની રક્ષા કોઈ પણ પ્રકારે કરવાની કોશિશ જરૂર કરવી જોઈએ.
આમ, આ ભગવાન શ્રી રામના નવ સદ્દગુણ છે જે આજના યુવાનોને જીવન જીવવામાં મદદરૂપ થશે.

મિત્રો, આ આર્ટીકલ તમને જો ગમ્યો હોય તો, આર્ટીકલને શેર કરો. આવા જ બીજા આર્ટીકલ્સ વાંચવા માટે આપનું પોતાનું પેજ “ગુજરાતી ડાયરો” ને નીચે આપેલી લીંક દ્વારા લાઇક કરો જેથી તમને આર્ટીકલ્સની જાણકારી મળતી રહે.   

લેખ વાચવા માટે ધન્યવાદ. facebook.com/gujaratdayro

“જય શ્રીરામ”

Leave a Comment