અનિંદ્રા માંથી કાયમી મળી જશે છુટકારો અને ઘસઘસાટ આવી જશે ઊંઘ… દબાવો તમારા શરીરના આ 5 પોઇન્ટ

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે, તેને નીંદર નથી આવતી, જો કે નીંદર ન આવવાના ઘણા કારણો હોય શકે છે, પણ મોટાભાગે તો નીંદર ન આવવા પાછળ મોટું કારણ છે ટેન્શન, મનની અશાંતિ, તણાવ વગેરે. જો તમે પણ આવી કોઈ મુશ્કેલીથી ઘરાયેલા છો તો આજે અમે તમને એવા 5 પોઈન્ટ વિશે માહિતી આપીશું જે તમને નીંદર લાવવામાં મદદ કરશે. તેમજ તમને શાંતિ પણ પ્રદાન કરશે. જો તમે આ વિશે વધુ વિગત જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

વર્ષ 2010 માં ઈન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં જાહેર થયેલા એક રિસર્ચ પ્રમાણે, પાંચ અઠવાડિયા પછી એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ પછી જ  ઇન્સોમનિયાથી હેરાન લોકોની હાલતમાં સુધાર આવ્યો છે. આ રિસર્ચ 25 દર્દી પર કરવામાં આવી હતી.

એ જ વર્ષ 2011 માં મેનોપોજ જર્નલમાં જાહેર રિસર્ચમાં જોવા  મળ્યું હતું કે, પોસ્ટ મેનોપોજ સ્થિતિ વાળી 45 સ્ત્રીઓ જેમને નીંદર નથી આવવાની ફરિયાદ હતી, એમને એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ આપ્યા પછી  સુધારો આવ્યો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે પ્રેશર પોઈન્ટ દબાવવાના છે.સ્પિરિટ ગેટ : આ પ્રેશર કરવા માટે તમારે જાણવું પડશે કે આ પોઈન્ટ ક્યાં છે. આ પોઈન્ટ હાથની નાની આંગળીની લાઈનમાં હથેળીની વિરુદ્ધ બાજુ હોય છે. નાના ગોળાની કલ્પના કરતી વખતે તેના પર હળવા હાથેથી ઉપરથી નીચેની બાજુ અથવા ગોળાકારમાં દબાણ કરો.

બે થી ત્રણ મિનિટ સુધી કરવું. થોડી સેકન્ડ માટે આ પોઇન્ટને દબાવી રાખવું. આવું હવે બીજા હાથમાં પણ કરવું. ટૂંક સમયમાં આ પ્રેશરની અસર તમારા શરીર પર થવા લાગશે.થ્રી યિન ઈન્ટરસેકશન : થ્રી યિન ઈન્ટરસેકશન પોઈન્ટ પગની અંદરની બાજુ એંકલની થોડા ઉપર સ્થિર હોય છે. એંકલથી ચાર આંગળી ઉપર એક મોટું સર્કલ બનાવો. હવે તેમાં થોડું ઊંડેથી પ્રેશર કરો, તેના પર ગોળાકાર અથવા ઉપરથી નીચેની બાજુ 4 થી 5 સેકેંડ સુધી દબાવવું. ગર્ભવતી સ્ત્રી આ પોઈન્ટને ન દબાવું.બબ્લિંગ સ્પ્રિંગ : આ પોઈન્ટ પગના તળિયે હોય છે. પગના અંગૂઠાને અંદરની બાજુ વાળવાથી તળિયામાં બનતા ખાડાની આકૃતિ પાસે આ સ્થિતિ હોય છે. ઉંધા સુઈ જવું, ગોઠણને વાળી દો, અંગૂઠા અને આંગળિયોને પણ વાળી દેવી. હવે ખાડા વાળા સ્થળે થોડી મિનિટ માટે ગોળાકારમાં અથવા ઉપર-નીચેની બાજુ પ્રેશર કરો.ઈનર ફ્રંટિયર ગેટ : આ પોઈન્ટ હથેળી પાસે અંદરની બાજુ બંને મુખ્ય નસની વચ્ચે હોય છે. હાથને સીધા કરો, જેમાં હથેળી ઉપરની તરફ હોય. હથેળીની લગભગ ત્રણ આંગળી નીચે નસોની વચ્ચમાં પોઈન્ટ નક્કી કરો. હવે આ બિંદુ પર ગોળાકારમાં અથવા ઉપર અને નીચેની બાજુ પ્રેશર કરો.વિન્ડ પુલ : વિન્ડ પુલ પોઇંટ્સ ગરદનની એકદમ પાછળ ગરદનની માંસપેશિયોને માથા સાથે જોડનાર સ્ટ્રક્ચર પર સ્થિત થાય છે. હાથની આંગળીને વાળીને અંગૂઠાને બહાર કાઢી કપ શેપ બનાવી લો. હવે અંગૂઠા દ્વારા આપેલ પોઈન્ટ પર ગોળાકાર અથવા ઉપર-નીચે 4 થી 5 સેકન્ડ સુધી પ્રેશર કરો. તેનાથી ઊંઘમા સુધારો આવે છે.

આજના સમયમાં મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાય છે. એમને ઊંઘ નથી આવતી. કેટલીક વાર ઊંઘ ન આવવાને લીધે ઊંઘની દવા ખાવાનું શરૂ કરી નાખે છે તેને લીધે આ દવાથી થતાં નુકશાન પણ સહન કરવા પડે છે. તેથી બને ત્યાં સુધી ઊંઘની દવા લેવી જોઈએ નહિ. તેના બદલે તમે ઉપર દર્શાવેલી માહિતી પ્રમાણે કરવાથી ઊંઘ ન આવવાની ફરિયાદ ઓછી થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment