ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી કાયમી છુટકારા માટે આજમાવો આ ઉપાય, મોંઘી દવાઓ વગર જ આજીવન રહેશે કંટ્રોલમાં…

દુનિયાના દરેક ખૂણે ક્યાંકને ક્યાંક નાની મોટી બીમારી તો જોવા મળે જ છે. આ બીમારીઓ પાછળનું કારણ આપણી લાઈફ સ્ટાઈલ અને ખાનપાન છે. તેમાં ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર બંને ગંભીર બીમારીઓ છે. જે વ્યક્તિના શરીરને ધીમે ધીમે ખોખલું કરી દે છે. આ બંને વિકૃતિઓ દુનિયાભરમાં મોટા સ્તર પર મૃત્યુનું કારણ બને છે. તેવામાં આપણે સ્વાસ્થ્યનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જરૂરી બને છે. નિઃશંકપણે ડાયાબિટીસના કેટલાક લક્ષણો નજર આવી શકે છે પરંતુ હાઈબ્લડ પ્રેશરમાં જ્યાં સુધી લક્ષણોની જાણ થાય છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂકી હોય છે. આજે યોગ એક્સપર્ટ તમને આ બંને વિકૃતિઓને એક સાથે લડવા વાળા યોગાસન વિશે જણાવશે.

ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર બંને ગંભીર સમસ્યાઓ છે જેનાથી અનેક લોકો પીડિત છે. આ બીમારીના કારણે વિશ્વભરમાં અનેક લોકોના મૃત્યુ થાય છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર વધવાથી અનેક ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે. હાઈપર ટેન્શનમાં બ્લડ પ્રેશર વધવાથી હ્રદયરોગ ત્યાં સુધી કે હાર્ટ એટેકનું જોખમ પણ રહે છે.ધ્યાન રાખવું કે ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે. જ્યારે હાઈપરટેન્શન ધીમે ધીમે વગર કોઈ ગંભીર લક્ષણોથી શરીરને બરબાદ કરે છે. બ્લડ પ્રેશર અને બ્લડશુગરને નિયંત્રિત રાખીને દર્દી એક સ્વસ્થ જીવન જીવવાની કલ્પના કરી શકે છે. નિઃશંકપણે આ બંને બીમારી માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ હાજર છે પરંતુ તમે આને કેટલાંક યોગાસન દ્વારા પણ નિયંત્રિત રાખી શકો છો. તો આ બીમારી માટે આપણે યોગાસન જોઈશું.

હાઈ બ્લડપ્રેશર માટે યોગાસન:- હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારે અનુલોમ-વિલોમ, ભ્રામરી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ અને શીતકારી પ્રાણાયામ જેવા પ્રાણાયામનો અભ્યાસ દિવસમાં બે વાર કરવો જોઈએ. અને યોગનિદ્રાનો અભ્યાસ કરો અને ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઉંઘ જરૂર લો. યોગાસન હાઈ બ્લડપ્રેશરમાં કુદરતી રૂપે ઉપચાર કરવાની મદદ કરે છે. યોગ મુદ્રામાં એક નિશ્ચિત પેટર્નમાં શ્વાસ લેવાનો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે-સાથે તણાવને પણ દૂર કરી શકે છે. આસન જેમકે, ઉત્તાનાસન – સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ પોઝ, બાલાસન – ચાઈલ્ડ પોઝ, પવનમુક્તાસન – વિંડ રિલીઝ પોઝ, પશ્ચિમોત્તાસન – સીટેડ ફોરવર્ડ બેન્ડ પોઝ, વિપરિત કરણી – લેગ્સ અપ દ વોલ પોઝ તમારી મદદ કરી શકે છે.બ્લડપ્રેશર નિયંત્રિત રાખવાની અન્ય રીતો:- હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોને દિવસમાં હંમેશા એક્ટિવ રહેવું જોઈએ. તેમણે સવાર-સાંજ વર્કઆઉટ કરવું જોઈએ. 30 મિનિટ સવારમાં અને 30 મિનિટ સાંજે. તેના સિવાય લાંબે સુધી વોકિંગ અને સ્વિમિંગ પણ કરો. સૌથી મહત્વપૂર્ણ વાત ઓછામાં ઓછું ખાવું, પૌષ્ટિક ખાવું અને આહારમાં સોડિયમ ઓછું લેવું.

બ્લડ પ્રેશર માટે આયુર્વેદિક ઉપચાર:- હાઈપર ટેન્શનને નિયંત્રિત રાખવા માટે રોજ સવારમાં ખાલી પેટે આમળાનું જ્યુસ પીવો. અશ્વગંધા કે ભારતીય જિનસેંગ એક કુદરતી જડીબુટ્ટી છે જેને તમે તમારી સાંજ ની ચા ની ઓછી માત્રામાં મેળવી શકો છો. આ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે સિદ્ધ કરેલું છે. લસણ તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે કારણ કે આ એક પ્રાકૃતિક રીતે લોહીને પાતળું કરવા વાળો પદાર્થ છે, અને આ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. તમે સવારમાં લસણની એક કળીનું સેવન કરી શકો છો કારણ કે લાંબા સમય માં તેના અનેક લાભ થશે. જો તમે રોજ સવારમાં ગરમ પાણી સાથે બે ચમચી મધનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ થશે.બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે યોગાસન:- યોગ તમારા શરીરને તમારા ઈન્સ્યુલીનના કુશળતા પૂર્વક ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. જેનાથી અગ્નાશય ના કાર્યો ફરીથી જીવંત અને મજબૂત બને છે. તેના માટે મંડુકાસન,વજ્રાસન, પવનમુક્તાસન અને અર્ધમત્સ્યેન્દ્રાસન જેવા યોગાસનનો અભ્યાસ કરો. સૂર્યનમસ્કારથી પ્રાણ શક્તિ વધે છે. કપાલ ભારતી અને ઉજ્જયી જેવા પ્રાણાયામ મદદ કરે છે. તેના સિવાય 7 થી 8 કલાક ની સારી ઉંઘ લો યોગ નીંદ્રા નો અભ્યાસ કરો.

ડાયાબિટીસને નિયંત્રિત કરવાના આયુર્વેદિક ઉપચાર:- મીઠાઈ, કાર્બોહાઈડ્રેટ અને ડેરી ઉત્પાદનોનું વધુ પડતું સેવન કરવાથી બચવું. વધારે તાજા શાકભાજી અને કડવી જડીબુટ્ટીઓ લેવી. લીમડાના પાવડર નું સેવન દિવસમાં એક વાર કરી શકો છો. સ્વસ્થ ફાઇબર સાથે કુદરતી ભોજન લેવું. આખી રાત એક કપ પાણીમાં એક ચમચી મેથી દાણાને પલાળી દેવા અને તે પાણી સવારમાં પી લેવું. સવારમાં આદુ, હળદર, તજ પાવડર થી બનેલી હર્બલ ચા પીવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment