કમરની ચરબીને ઝડપથી ઘટાડવી હોય તો રોજ સવારે કરો આ કામ, માત્ર 1 જ મહિનામાં દેખાશે જમીન આસમાન જેવો ફરક…

મિત્રો મોટાભાગના લોકો એક વાતને લઈને ખુબ જ પરેશાન રહેતા હોય છે. એ છે તેમના કમરની વધતી જતી ચરબી. જેને ઘટાડવા માટે તેઓ અનેક ઉપાયો કરે છે. પણ તમે કમરની વધારાની ચરબીને આ એક યોગ માત્ર એક મહિનામાં જ ઘટાડી શકો છો. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ. આપણે બધા આપણી લટકતી કમરને નફરત કરે છે. તમે તમારા ભોજનના સેવનમાં ગમે તેટલી કટૌતી કરી લો, જ્યાં સુધી તમે વધારે પ્રયાસ ન કરો ત્યાં સુધી તમારી કમરની ચરબી ઘટી શકતી નથી. 

જો તમે કમરની ચરબી ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, તો તે વધારાની ઇંચને ઘટાડવા માટે એક યોગનો પ્રયત્ન કરવો. યોગ લાંબા સમયથી ધીમું પરંતુ અસરકારક વજન ઘટાડવાથી જોડાયેલ છે. બેલેન્સ ડાયેટ સાથે યોગનું કોમ્બિનેશન તમને પાતળી કમર મેળવવાના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.તે માત્ર ઇંચ ઘટાડવામાં જ મદદ નથી કરતું પરંતુ તમારા શરીરના મેટબોલીજ્મને પણ વધારો આપે છે અને જિદ્દી ફૈટ ઘટાડવા માટે તમારા કોરને મજબૂત કરે છે. રેગ્યુલર યોગનો અભ્યાસ કરવો હેલ્થી જીવનશૈલી જીવવાની સર્વોત્તમ રીત માંથી એક છે. 

તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તમને તાકાત મેળવવા માટે, લચીલાપનમાં સુધારો કરવા માટે, તણાવ મેનેજ કરવા માટે અને તમારા શરીરને ટોન કરવામાં પણ મદદ કરી શકે છે. આજે અમે તમને 3 એવા યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કમરની ચરબી ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે.પરીઘાસન:- પેટની ચરબીને ઘટાડનારો એક સરસ યોગ છે. તેને દરરોજ કરવાથી રીઢના હાડકાંના લચીલાપનને વધવામાં મદદ મળે છે. સાથે જ તે માનસિક હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

રીત:- તેને કરવા માટે સીધા ઊભા રહી જાઓ. ઊંડા શ્વાસ લો અને જમણા પગને ઉઠાવીને જમણી તરફ થોડી દૂર રાખી લો. ડાબા પગનો ઘૂંટણ ઉઠાવીને જમીન પર રાખો અને જમણો હાથ ઉપર રાખી લો. તે દરમિયાન તમારા જમણા પગનું તળિયું જમીન પીઆર જ રહેવું જોઈએ અને પંજો પણ જમણી તરફ રહેવો જોઈએ. હાથને માથા પાછળ રાખો. હવે ઉપર જોતાં ધીરે ધીરે ડાબી તરફ વળો અને ડાબા હાથને ડાબા ઘૂંટણ પાસે લઈ જાઓ. વશીષ્ઠાસન:- આ આસન હેલ્થનું પાવર હાઉસ છે, વશિષ્ઠાસનને સાઈડ પ્લેંક પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આસનને વન આર્મ બેલેન્સ પોઝ પણ કહેવામા આવે છે. આ કમરની ચરબીને ઘટાડવાની સાથે હાથને ટોન કરવામાં મદદ કરે છે. 

રીત:- તેને કરવા માટે ફર્શ પર ઘૂંટણ ટેકવીને બેસી જાઓ.  પછી તમારા જમણા હાથને જમીન પર રાખો અને ડાબા પગને ઉપરની બાજુ કરી લો. હવે ડાબા પગને સાઈડમાં સીધો કરી લો. હવે ઉપર વાળા હાથને નીચેની તરફ લઈ જાઓ. ત્યાર બાદ ડાબા પગને ફોલ્ટ કરી લો. હાથની કોણીથી ડાબા ઘૂંટણને અડવાનો પ્રયત્ન કરો. આ યોગને ઘણી વખત કરવો.ઉત્કટ કોણાસન:- ઉત્કટ કોણાસનને દેવી મુદ્રાના નામથી પણ ઓળખવામાં આવે છે. તે કમર અને પેટની ચરબીને ઘટાડવાની સાથે હિપ્સ અને પગના મસલ્સને પણ ટોન કરે છે. પરંતુ તેમાં એક્સપર્ટ તેના વેરીએશન કરતાં દેખાઈ રહ્યા છે. અહીં મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનો રેગ્યુલર અભ્યાસ ઓવરી અને બ્લેડર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

રીત:- તેને કરવા માટે બંને પગને દૂર રાખીને ઊભા રહી જાવ. તે દરમિયાન પગની એડીને શરીરની પાસે રાખો. પછી તમે ઘૂંટણને વાલતા હિપ્સની નીચે લઈ જાઓ. બંને હાથ માથા પાછળ રાખો. ચેસ્ટને આગળની તરફ કરતાં ખભાને થોડા પાછળ રાખો. પહેલા જમણી બાજુ અને પછી ડાબી બાજુથી કોણીથી ઘૂંટણ અડવાનો પ્રયત્ન કરો. હવે આરામથી પોઝને રીલીઝ કરતાં સામાન્ય મુદ્રામાં આવી જાઓ. 

સાવધાની:- આ લોકોએ આ યોગાસન કરવાથી બચવું જોઈએ. સર્વાઈકલ સ્પોન્ડિલાઇટીસ, માઈગ્રેન, હાઇ બીપી, પ્રેગ્નેન્સી, પિરિયડ્સ, ફ્રોઝન શોલ્ડર. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment