આ પોઝિશનમાં બેસવાથી એક જ રાતમાં છૂટો પડશે આંતરડામાં ફસાયેલો મળ, જાણો વર્ષો જૂની કબજિયાત તોડવાનો કારગર કીમિયો…

મિત્રો પ્રાચીનકાળથી જ યોગ આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કેટલાય વર્ષો પહેલા યોગ લોકોની દિનચર્યા નો મુખ્ય ભાગ હતો. પરંતુ ધીમે ધીમે આ આદતોમાં બદલાવ આવ્યો અને માનવ યોગ કરવાની જગ્યાએ આળસુ બની ગયો. જેથી શરીરની સ્વસ્થતા જળવાતી નથી અને અનેક પ્રકારની બીમારીઓનું જોખમ વધવા લાગે છે. આવી બીમારીઓમાં એક કબજિયાત છે. આ સમસ્યા દૂર કરવા માટે  તમે તમારા લાઇફમાં યોગ અને આસનને સામેલ કરવાથી રાહત મેળવી શકો છો..

જો તમારું પેટ દરરોજ સારી રીતે સાફ ન થતું હોય તો તે તમારા સ્વાસ્થ્યને ઝડપથી પ્રભાવિત કરી શકે છે. કબજિયાતની સમસ્યાને દૂર રાખવા માટે સૌથી પહેલા તમે યોગાભ્યાસ ની સાથે સાથે તમારા આહારમાં ફાઇબર અને વોટર ઇન્ટેકને વધારો. યોગા ટ્રેનર ના જણાવ્યા પ્રમાણે તમે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યાને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો અને પેટમાં ગેસ, આપચો વગેરેને પણ ઠીક કરી શકો છો, તો આવો જાણીએ કેવી રીતે.1) તાડાસન:- નેટ પર સીધા ઉભા થઈ જાઓ અને બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરીને ઉપર ઉઠાવતા આખા શરીરને ખેંચવાનો પ્રયત્ન કરો. તમે બેલેન્સ ને વધારવા માટે પંજા પર ઉભા થઈ જાવ. તમારી ક્ષમતા સુધી આ જ મુદ્રામાં એટલે કે સ્થિતિમાં રહો. ત્યારબાદ ધીમે રહીને હાથોને નીચે લાવીને રિલેક્સ કરો. આ યોગ શરીરમાં સંતુલન વધારવાની સાથે સાથે પેટની અનેક સમસ્યાઓ અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

2) વજ્રાસન:- જ્યારે પણ તમે ભોજન કરો તો ત્યારબાદ વજ્રાસનમાં દરરોજ બેસવું. આમ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. તેના માટે તમે નેટ પર ઘૂંટણોને વાળીને અને પગને અડકાડીને બેસી જાઓ. કમર સીધી રાખો અને એડીઓને એકબીજા સાથે મેળવીને રાખો. બંને હાથોને ઘૂંટણ પર રાખવા. આ સ્થિતિમાં થોડીવાર માટે બેસો અને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો.

3) તીર્થક ભુજંગાસન:- પેટના બળે સુઈ જાવ અને બંને પગની વચ્ચે થોડુ અંતર રાખો. બંનેવ પંજા બહારની તરફ કાઢો.  હવે હથેળીઓને તમારા ખભાની બંને બાજુ અડકાડીને રાખો. હવે શ્વાસ લેતી વખતે, તમારા શરીરને કમર સુધી ઊંચુ કરો અને જમણી બાજુથી ફરતી વખતે ડાબા પગને જોવાનો પ્રયાસ કરો.  પછી તમારી ગરદન સીધી કરીને સૂઈ જાઓ. હવે બીજી બાજુથી પણ આવું કરો. તમે આ દસ વખત કરો.4) ઉદરાકર્ષણ આસન:- આ આસન કરવા માટે ઘુટણ વાળીને બંને પગની એડી અને પંજા પર બેસી જાઓ. બંને હાથને ઘૂંટણો પર રાખો. હવે ઊંડા શ્વાસ ભરી લો. ત્યારબાદ શ્વાસ બહાર કાઢતા જમણા ઘૂંટણ ને ડાબા પંજાની પાસે જમીન પર ટેકવો અને ડાબા ઘુટણ ને છાતીની તરફ દબાવો. આને કરતી વખતે પેટ પર દબાણ થશે. આનો અભ્યાસ તમે દસ વાર કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment