ઘરે બેઠા કરો આ ત્રણ યોગ મુદ્રા, વાળ અને કબજિયાતની સમસ્યા દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની ઉર્જા… ફાયદા જાણીએ વિશ્વાસ નહિ આવે….

મિત્રો આપણા ભારતીય શાસ્ત્રમાં યોગનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેનાથી તમે શરીરના અનેક રોગોને દુર કરી શકો છો જયારે આજના સમયમાં મોટાભાગના લોકોની એક ફરિયાદ હંમેશા રહે છે કે તેના વાળ ખુબ જ ખરે છે અને વાળનું રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે. આ માટે તમે યોગ દ્વારા પણ આ સમસ્યા નિવારી શકો છો.

શું તમને ખરતા વાળ અને કબજિયાતની સમસ્યા છે જો હા, તો આ સહેલા યોગાસન તમારી આ સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે. તો આવો જાણીએ આ યોગાસન વિશે અને તે પણ ફિટનેસ ટ્રેનર અને યોગ એક્સપર્ટ જુહી કપૂર પાસેથી.

આજકાલની લાઈફમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાથી જ એક છે વાળ ખરવાની સમસ્યા અને બીજી છે પેટથી જોડાયેલ સમસ્યાઓ અને લોકો આ સમસ્યાને દૂર કરવા માટે અનેક ઉપાયો પણ કરે છે આમ છતાં પણ કશો ફેર પડતો નથી. આ સમસ્યાના નિદાન માટે આજે અમે થોડા યોગાસન વિશે માહિત આપીશું. આ યોગાસનને અપનાવીને તમે કબજિયાત અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો, સાથે જ તમે બીજા અનેક લાભો પણ મેળવી શકો છો. તો આવો જાણીએ આ વિષયપર.

પૃથ્વી મુદ્રાના લાભ અને રીત : પૃથ્વી મુદ્રાને અપનાવીને તમે વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકો છો અને સાથે આ મુદ્રાથી વાળ મજબૂત પણ થાય છે. આ મુદ્રાથી વાળને તો લાભ થાય છે સાથે જ, શરીરમાં રહેલ ગરમીને પણ શાંત કરે છે. આ સિવાય રક્ત પ્રવાહ (બ્લડ ર્ક્યુલેશન), સહનશક્તિ વધારે છે, ઉર્જા વધારે છે અને અંદરના ઓર્ગન્સને સારા બનાવે છે.

પૃથ્વી મુદ્રા વિધિ : 1) સૌથી પહેલા તમારા હાથની ત્રીજી ફિંગરને અંગૂઠા સાથે જોડો. અને તેને એ રીતે રાખો કે, એક ગોળ આકાર બની શકે.
2) આ મુદ્રાને તમે જ્યારે મેડિટેશન ધ્યાન કરો ત્યારે આસન પર બેસીને કરી શકો છો. આ મુદ્રામાં તમારે લગભગ 20 થી 30 મિનિટ સુધી રહેવું પડશે.
3) આ મુદ્રા કરવાથી તમારી વાળની સમસ્યા દૂર થશે અને સાથે જ બીજા અનેક લાભો પણ થશે.

અપાન મુદ્રાના લાભ અને રીત : આ મુદ્રા ખુબજ પ્રભાવશાળી મુદ્રા છે. આ મુદ્રા તમારી પેટની સમસ્યાને દૂર કરી શકે છે. આ સિવાય આ મુદ્રાથી શરીર ડિટોક્સ રહે છે અને ખરાબ પાચનશક્તિને સારી બનાવે છે તથા આ મુદ્રા તણાવથી રાહત આપે છે અને યુરિનરી ટ્રેક્ટ ડિસઓર્ડરથી પણ રાહત અપાવે છે. એટલું જ નહીં તમે જો નિયમિત રૂપથી આ મુદ્રાને કરો છો, તો તમારી રેસ્પિરેટરી સિસ્ટમને પણ લાભ મળે છે અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. મળ અને મૂત્ર ત્યાગ કરવામાં સહેલાઈ થાય છે.

અપાન મુદ્રા રીત : 1) આ મુદ્રાને કરવા માટે સૌથી પહેલા તમે મેડિટેશન પોજ, શવાસન, કોનાસન, સુપ્તબુધ્ધાસનની મુદ્રામાં આવી જાવ.
2) આ પછી તમે તમારા બંને હાથની મિડલ ફિંગર (વચ્ચેની આંગળી) અને રિંગ ફિંગરને અંગૂઠા પર રાખો અને તમે તમારી આંખોને બંધ કરી દો. તમારા શ્વાસ પર ધ્યાનને કેન્દ્રિત કરો.
3) આ આસનને તમારે 15 થી 20 મિનિટ સુધી કરવાનું છે.
4) આમ તમે અહી આપેલ યોગાસન તમારા ખરતા વાળની સમસ્યા અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મેળવવા માટે કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment