આ 5 વસ્તુ લિવર માટે છે આલ્કોહોલ કરતા પણ ખતરનાક, આજે ખાવાનું કરી દો બંધ નહિ તો લિવર થઈ જશે ફેલ…. જાણો કંઈ છે એ ખતરનાક વસ્તુ…

મિત્રો દરેક લોકો માટે તેનું સ્વાસ્થ્ય ખુબ જ મહત્વનું હોય છે અને દરેક લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા જ હોય છે. પણ અમુક વખતે આપણે અજાણતા જ અમુક વસ્તુનું સેવન કરી રહ્યા હોઈએ છીએ જેની અસર લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. શરીરમાં લીવરનું મહત્વનું કામ છે અને જો તે ખરાબ થાય તો તમે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

લીવર આપણા શરીરની કેમિકલ ફેક્ટરી માનવામાં આવે છે. કારણ કે તે બ્લડ માં રહેલ કેમિકલ લેવલને મેનેજ કરવા માટે ચોવીસ કલાક કામ કરે છે. અને શરીર માંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આપણા શરીરનો સૌથી મોટો સિંગલ ઓર્ગન છે. જાણતા કે અજાણતા લોકો લીવરના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા. અને એવા ઘણા કામ કરે છે જેનાથી લીવર ખરાબ થવા લાગે છે. એવામાં લોકોએ પોતાની એ આદતો વિશે જાણવું જરૂરી બની જાય છેમ જેનાથી લીવર ધીમેધીમે ખરાબ થતું જાય છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જો તમે પોતાના લીવરને હેલ્દી રાખવા માંગો છો તો તે જાણવું ખુબ જ જરૂરી છે કે તમે શું ખાવ છો? અને શું નહિ? સાથે જ તમારા લીવર માટે શું ખાવું ફાયદાકારક રહેશે, અને કઈ વસ્તુઓના સેવનથી લીવરને નુકશાન પહોંચી શકે છે. એ વાત દરેક લોકો જાણે છે કે શરાબ ના વધુ સેવનથી અને વજન વધારાને કારણે લીવર સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. 

આથી અમે તમને જણાવી દઈએ કે ઘણી એવી વસ્તુઓ વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા લીવર માટે ઘણી ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે પોતાના લીવરને હેલ્દી રાખવા માંગતા હો તો આ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. 1 ) ખાંડ:- વધુ પડતી ખાંડ માત્ર તમારા દાંત માટે જ ખરાબ નથી હોતી, પણ તે તમારા લીવરને પણ નુકશાન પહોંચાડી શકે છે. ફેટ બનાવવા માટે લીવર ફ્રુક્ટોજ નામની એક ખાંડનો ઉપયોગ કરે છે. વધુ પ્રમાણમાં રીફાઇન્ડ શુગર અને હાઈ ફ્રુક્ટોજ કોર્ન સીરપના કારણે લીવરની બીમારીઓનું જોખમ વધી જાય છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાંડ લીવરને એ રીતે જ ડેમેજ કરે છે જે રીતે શરાબ કરે છે. 

2 ) વિટામીન એ નું વધુ પડતું સેવન:- શરીરને ઘણા પ્રકારના વિટામીનની જરૂર હોય છે. જેમાંથી એક વિટામીન એ છે. શરીરમાં વિટામીન એ ની કમીને તાજા ફળો, શાકભાજી થી પૂરી કરી શકાય છે. લાલ, નારંગી અને પીળા રંગના ફળ અને શાકભાજીમાં વિટામીન એ ની વધુ માત્રા જોવા મળે છે. પણ ઘણા લોકો વિટામીન એ સપ્લીમેન્ટનું સેવન કરે છે. વિટામીન એ સપ્લીમેન્ટની હાઈ ડોઝ લેવાથી તમને લીવરની બીમારીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જો તમે વિટામીન એ સપ્લીમેન્ટ લેવા માંગતા હો તો પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.3 ) સફેદ લોટ:- તમને સફેદ લોટથી બનેલ ખાદ્ય પદાર્થ ના સેવનથી હંમેશા બચવું જોઈએ. તે વધુ પડતા પ્રોસેસ્ડ હોય છે. તેમાં વિટામીન, મિનરલ્સ, અને ફાઈબરનું ઘણું ઓછુ પ્રમાણ રહેલું છે. સાથે જ તેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. એવામાં જરૂરી છે કે તમે પાસ્તા, પીઝા, બિસ્કીટ, બ્રેડ જેવી વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. આ બધામાં સફેદ લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓનું સેવન ન કરવાથી તમારું લીવર સ્વસ્થ રહે છે. 

4 ) રેડ મીટ:- પ્રોટીનથી ભરપુર રેડ મીટ પચાવવું તમારા લીવર માટે ખુબ મુશ્કેલ હોય છે. કારણ કે પ્રોટીન ને તોડવું લીવર માટે સહેલું નથી. એવામાં અતિરિક્ત પ્રોટીનના નિર્માણથી લીવર સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. જેમાં ફેટી લીવરની બીમારીઓ પણ સામેલ છે જે મગજ અને કીડનીને નુકશાન પહોચાડી શકે છે. 

5 ) પેનકીલર્સ:- ઘણી વખત માથાનો દુખાવો અથવા શારીરિક દુખાવા થવા પર લોકો પેનકીલર્સનું સેવન કરતા હોય છે. એવામાં એ જાણવું પણ ખુબ જરૂરી છે કે તમે કેટલા પ્રમાણમાં પેનકીલર્સનું સેવન કરી રહ્યા છો. જો તમે ભૂલથી પણ તેનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી તમારા લીવર પર ખરાબ અસર થઇ શકે છે. તે તમારા લીવરને ખરાબ પણ કરી શકે છે. આથી પેનકીલર્સ નું સેવન હંમેશા ડોક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment