શા માટે લગ્ન બાદ મહિલાઓની કમર અને શરીર મોટુ થઇ જાય છે. તેની પાછળ મળ્યું આવું ચોકાવનારું કારણ.

મિત્રો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઇ લેતું હોય છે. વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે. પછી કોઈ પુરુષ હોય કે સ્ત્રી બંને માટે જીવન જીવવાનો એક નવો તરીકો સામે આવતો હોય છે. તો લગ્ન બાધ બંનેના જીવનમાં ઘણા બધા બદલાવો પણ આવતા હોય છે. પરંતુ સૌથી વધારે જો બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે. કેમ કે તેણે આખી એક નવી સામાજિક વ્યવસ્થામાં પોતાને તબદીલ કરવાની હોય છે.

જ્યારે કોઈ છોકરીના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેના જીવનમાં ખુબ જ બદલવા લાવવા પડતા હોય છે. ઘણી બધી જવાબદારીઓ તેને ઘેરી વળે છે, પરિવારનું પણ પ્રેશર તેના પર સતત રહેતું હોય છે. માનસિક સ્થિતિમાં બદલાવ, સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે. પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે.

ભારતીય મહિલાઓમાં લગ્ન બાદ તેના શરીરની માત્રા વધવા લાગતી હોય છે. લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે. કેમ કે લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે. જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખુબ જ માઈનોર ફર્ક રહેતો હોય છે. જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે. જે સ્વાભાવિક રૂપે ઘણી વાર સ્ત્રીની સુંદરતાને પણ વધારતું હોય અને અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે. આજે જાણીશું આ પાછળનું સત્ય.

લગ્ન બાદ મહિલાના શરીરના એક અંગમાં ખુબ જ બદલાવ આવી જતો હોય છે. જે લગભગ મહિલાના શરીરમાં આ બદલાવ આવી જતો હોય છે. લગ્ન બાદ મહિલાના શરીરમાં કમરનો ભાગ મોટાભાગે મોટો થઇ જતો હોય છે. ઈન્ટરનેટ ના માધ્યમથી જાણવા મળતી માહિતી અનુસાર એક ચોંકાવનારી માહિતી મળી છે જે નીચે આપેલ છે.

 

બધા જ લોકો એવું કહેતા હોય છે કે લગ્ન બાદ વજન વધી જતું હોય છે. પરંતુ તેની પાછળની વાસ્તવિકતા ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. જેના વિશે અમે તમને થોડા કારણો જણાવશું જે નીચે પ્રમાણે છે.

ટીવી જોવું : ઘણી મહિલાઓને આ સમસ્યા આખો દિવસ બેસી રહેવાના કારણે પણ થાય છે. કેમ કે જ્યારે મહિલા નવા ઘરમાં ફ્રી હોય ત્યારે ટીવી જોવામાં અથવા બેસીને વાતો કરવામાં સમય પસાર કરે છે. જેના કારણે પણ વજન વધવાની સમસ્યા થાય છે. 

બેદરકારી : લગ્ન પહેલા છોકરી પોતાના લુકને લઈને ખુબ જ કેર કરતી હોય છે. શરીરને યોગ્ય કસરત વ્યાયામ વડે મેન્ટેન રાખતી હોય છે. પણ આ બધું લગ્ન પછી મુશ્કેલ થઈ જતું હોય છે.

ઊંઘની કમી : લગભગ દરેક છોકરીની લગ્ન બાદ ઊંઘની પદ્ધતિમાં ફેરફાર થઇ જતો હોય છે. ઘણી ઓછી ઊંઘના કારણે પણ મોટાપાની સમસ્યા થાય છે. 

બહારનું ખાવાનું : મોટાભાગે નવવિવાહિત કપલ્સ રાત્રે જમવા માટે બહાર જવાનું પસંદ કરતા હોય છે. અને સગા વ્હાલાને તો જમવાની કેમ ના કહી શકે? જેના કારણે મહિલાઓના પેટનો એરિયા વધે છે. 

પ્રેગનેન્સી : મહિલાઓમાં વજન વધવો તેની પાછળનું એક મહત્વનું કારણ છે પ્રેગનેન્સી. મોટાભાગે લગ્ન બાદ બધા કપલ્સ ફેમેલી પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ વજન ઉતારવાની કોશિશ કરતી નથી.

 

ઉંમર : આજકાલ લોકો 28 – 30 વર્ષની વચ્ચે લગ્ન કરી લેતા હોય છે. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે 30 વર્ષ પછી શરીરનું મેટાબોલિક રેક ઓછું થઇ જાય છે જેના કારણે શરીર વધવા લાગે છે.

સ્ટ્રેસ : પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં સેટ થવું થોડું મુશ્કેલ હોય છે. આ પ્રકારનું સ્ટ્રેસ લગભગ મોટાભાગની મહિલાઓને હોય છે જે વજન વધવ માટેનું કારણ બની જાય છે. 

સામાજિક દબાવ : લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો. પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે. જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે. 

આમાંથી સૌથી વધારે કયું કારણ તમને જવાબદાર લાગે છે ?

3 thoughts on “શા માટે લગ્ન બાદ મહિલાઓની કમર અને શરીર મોટુ થઇ જાય છે. તેની પાછળ મળ્યું આવું ચોકાવનારું કારણ.”

Leave a Comment