શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરના બધા સભ્યોને ફરજિયાત ખવડાવો આ સ્પેશિયલ પરોઠા, અનેક રોગોને દુર કરી શરીરને કરી દેશે ઉર્જાવાન… જાણો ફાયદા અને બનાવવાની રીત…

શિયાળાના દિવસોમાં આપણા શરીરને વધુ ઊર્જાની જરૂર હોય છે, તેથી જ આ દિવસોમાં આપણે હંમેશા ગરમ ગરમ અને પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. આમ તો એવા ઘણા બધા વ્યંજનો હોય છે જેનું સેવન શિયાળામાં ખુબ જ ફાયદાકારક હોય છે, જેમ કે, આ દિવસોમાં તમે કોબીઝ, મેથી, મૂળાના પરાઠા ખાધા જ હશે. જે તમારા સ્વાસ્થ્યને બનાવી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય ગોળના પરોઠાનો સ્વાદ લીધો છે ? જો ના, તો આ ઋતુમાં ગોળના પરાઠા જરૂરથી ખાવા જોઈએ. નુટ્રીશન એક્સપર્ટે ગોળના પરાઠા ખાવાના ફાયદા વિશે પણ જણાવ્યું છે.

શિયાળામાં શરીર માં ગરમાહટ લાવવા માટે ગોળના પરાઠા ખુબ જ સારો વિકલ્પ છે. આ પરાઠા સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેનું સેવન કરવાથી ન માત્ર આપણા શરીરની આયર્નની કમી પૂરી થાય છે, પરંતુ તે પાચનને પણ ખુબ જ સ્વસ્થ રાખે છે. શિયાળાની ઋતુમાં આ દરેક પોષકતત્વોનો લાભ લેવા માટે પરાઠાને તમારા દૈનિક આહારમાં સામેલ કરવા જોઈએ. તમે ઈચ્છો તો તેનો સ્વાદ વધારવા માટે તમે તેમાં કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. આવો જાણીએ ઘરમાં પરાઠા ખાવાના ફાયદા અને તેને બનાવવાની આસાન રીત.

1 ) લોહી વધારે : ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેથી એનિમિયાથી ગ્રસ્ત લોકો માટે આ ખુબ જ પોષક આહાર છે. શરીરમાં લોહીની ઉણપ વાળા વ્યક્તિઓએ શિયાળામાં ગોળના પરાઠાં સેવન રોજ કરવું જોઈએ.

2 ) શરીરમાં ઉર્જા વધારે છે : ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, ગોળના પરાઠા ખુબ જ સારો એનર્જી બુસ્ટર છે. આ ઋતુમાં ઉર્જાની ઉણપનો અનુભવ થાય છે. જ્યારે આવું થાય ત્યારે ગોળના પરાઠાનું સેવન જરૂરથી કરવું જોઈએ, તે પ્રાકૃતિક રીતે તમને એનર્જી આપશે.

3 ) હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : શિયાળામાં લગભગ લોકોને અને તેમાં પણ ખાસ કરીને ઘરડા લોકોને સાંધામાં દુખાવાની તકલીફ રહે છે, અને આ દુખાવાથી છુટકારો મેળવવા માટે ગોળના પરાઠા સેવન ખુબ જ સારું છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉપસ્થિતિ હાડકાને મજબૂત બનાવવામાં ખુબ જ મદદ કરે છે.

4 ) પાચનતંત્ર મજબૂત બનાવે : ગોળ પાચનતંત્રને મજબુત બનાવે છે અને લગભગ ગેસ તથા એસીડીટીની સમસ્યાથી ગ્રસ્ત રહેતા લોકો માટે પણ ગોળથી બનેલા પરાઠાનું સેવન કરવું ખુબ જ સારો વિકલ્પ છે.

5 ) શરદી અને ઉધરસનો ઈલાજ કરે : શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે, અને કમજોર રોગ પ્રતિકારક શક્તિ વાળા લોકો શિયાળામાં ખુબ જ જલ્દી બીમાર થઈ જાય છે. ત્યારે પરાઠાને બનાવીને તેનું સેવન કરવામાં આવે તો શરદી અને ઉધરસમાંથી છુટકારો મેળવી શકાય છે.

6 ) ઝેરી તત્વોને બહાર કાઢે : ગોળ એક પ્રકારે નેચરલ રીતે લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે અને આ દિવસોમાં પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ નાખે છે, ત્યારે શરીર ઉપર પ્રદૂષણના પ્રભાવને ઓછો કરવા માટે આપણે દરેક વ્યક્તિએ આ ઋતુમાં ગોળના પરાઠાંનું સેવન કરવું જોઈએ.

ગોળ ના પરાઠા બનાવવા માટેની સામગ્રી : 2 કપ લોટ, ઘી – જરૂર મુજબ, 3/4 કપ – છીણેલો ગોળ, 2 થી 3 ચમચી – સમારેલા સૂકા મેવા,  1/2 ચમચી – એલચી પાવડર, 1 ચમચી – સફેદ તલ.

ગોળના પરાઠા બનાવવાની રીત : ગોળના પરાઠા બનાવવા માટે જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો. હવે એક વાટકીમાં ગોળ, સૂકામેવા ઈલાયચી તલ અને થોડું ઘી નાખીને દરેક વસ્તુને મિક્સ કરો. હવે બાંધેલા લોટના ગુલ્લા કરીને રોટલીની જેમ વણો. હવે વચ્ચે ગોળનું બનાવેલું મિશ્રણ ભરો અને પરાઠાની જેમ તેને વણો.

હવે તવા ઉપર મૂકીને બંને તરફથી શેકો તથા જરૂરીયાત મુજબ લગાવો, તમારા હેલ્ધી ગોળના પરાઠા બનીને તૈયાર છે. જો તમે અત્યાર સુધી આ ઋતુમાં ગોળના પરાઠા બનાવીને તેનું સેવન કર્યું નથી, તો આજે જ તેને ટ્રાય કરો. બીમારીઓથી દૂર રહેવાની સાથે તમે આખો દિવસ ઊર્જાવાન અનુભવ કરશો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment