અમૃતથી પણ વિશેષ છે આ બે દાણાનું સેવન, પેટ, માથું, વજન, આંખ પાચન સહિતની સમસ્યામાં વડીલો પણ લેતા ઉપયોગમાં…

અમૃતથી પણ વિશેષ છે આ બે દાણાનું સેવન, પેટ, માથું, વજન, આંખ પાચન સહિતની સમસ્યામાં વડીલો પણ લેતા ઉપયોગમાં…

મિત્રો તમે કાળા મરી વિશે તો ઘણું સાંભળ્યું હશે, તેમજ તમે તેના ફાયદાઓ પણ જાણતા જ હશો. પણ તમે કદાચ સફેદ મરીના ઉપયોગ અને ફાયદા વિશે નહિ જાણતા હો. તમને જણાવી દઈએ કે કાળા મરીની જેમ્મ સફેદ મરીના સેવનથી પણ આપણા શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ સફેદ મરીના ફાયદા વિશે.

પહેલાના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિની આંખની કોઈ સમસ્યા થતી હતી ત્યારે આપણા વડીલો આ સમસ્યાના નિદાન માટે સફેદ મરીની સાથે બદામ લેવાની સલાહ આપતા હતા. એવું એટલા માટે કારણ કે સફેદ મરીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ઘણા વિટામિન રહેલા છે. જે આંખની તંદુરસ્તી જાળવવાની સાથે માથાનો દુઃખાવો, પાચનની સમસ્યા, ઉચ્ચ રક્તચાપ, વગેરેની સમસ્યા પણ દુર થાય છે. આજે આ લેખના માધ્યમથી શરીરને થતી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં સફેદ મરી કેવી રીતે ફાયદો કરે છે અને મદદરૂપ થાય એ જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પાચન સંબંધી સમસ્યાઓ :

તમને જણાવી દઈએ કે સફેદ મરીના સેવનથી પાચનશક્તિ સારી બને છે. તેની અંદર એવા ગુણ રહેલા છે જે સ્વાદ કલીની ઉત્તેજના વધારે છે. તેના કારણે શરીરમાં હાઈડ્રોક્લોરિક એસિડ સ્રાવિત કરવા માટે પેટને સુચના મળે છે. જેનાથી ભોજન જલ્દી પચી જાય છે. આમ તમે સફેદ મરીનો ઉપયોગ કોઈ પણ શાકભાજી સાથે કરી શકો છો. આ સિવાય તમે દુધની સાથે પણ સફેદ મરીનું સેવન કરી શકો છો.

માથાનો દુઃખાવો :

માથાના દુઃખાવાનું કારણ ન્યુરો પેપ્ટાઇડ હોય છે, જે મગજમાં દુઃખાવાનો સંકેત આપે છે. જો કે સફેદ મરીની અંદર કૈપ્સાઈસિન મળે છે, જેનાથી આ દુઃખાવાને દુર કરી શકાય છે અને માથાના દુઃખાવાના લક્ષણને ઓછા કરી શકાય છે. તેવામાં સફેદ મરીનો ઉપયોગ બદામ સાથે પેસ્ટ બનાવીને અને મખનાની વચ્ચે રાખીને પણ સેવન કરી શકાય છે. સફેદ મરીના બીજ અને તેનો પાવડર બંને જ માથાના દુઃખાવાને દુર કરવામાં ખુબ ઉપયોગી છે.

વજન ઓછું કરવા :

તમે જોયું હશે કે લોકો વજન ઓછું કરવા માટે અનેક ઉપાયો અપનાવે છે. આમ વજન ઓછું કરવા માટે ક્યારેક પોતાના ડાયેટમાં ફેરફાર કરે છે તો ક્યારેક યોગ, કસરત કરે છે. અને પોતાના ખોરાકમાં પણ કાપ મૂકે છે. જો તમે પણ પોતાનું વજન ઓછું કરવા માંગતા હો તો સફેદ મરીનું સેવન કરી શકો છો. સફેદ મરીની અંદર કૈપ્સાઈસિન મળે છે જે ચરબીને બર્ન કરે છે સાથે જ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આમ તમે આખા દિવસમાં એક ચપટી સફેદ મરીનું સેવન કરી શકો છો.

ઉચ્ચ રક્તચાપ : .

તમને જણાવી દઈએ કે, સફેદ મરીની અંદર અનેક વિટામિન જેવા કે વિટામિન સી, વિટામિન એ વગેરે રહેલા છે. આ સિવાય તેની અંદર ફ્લેવેનોઈડ પણ રહેલા છે જે રક્તચાપને નિયંત્રિત કરવાની સાથે ઉચ્ચ રક્તચાપ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. આમ તમે નિયમિત રૂપે સફેદ મરીનું સેવન દૂધ અથવા ખોરાકમાં કરી શકો છો.કફની સમસ્યા :

ગળામાં ખરેડી, કફની સમસ્યા, ઉધરસની સમસ્યા, વગેરેને દુર કરવા માટે સફેદ મરી ખુબ જ ઉપયોગી છે. આ સિવાય સફેદ મરીની અંદર એન્ટી બાયોટીક ગુણ રહેલ છે. તેવામાં સફેદ મરીનું સેવન મધ સાથે કરવામાં આવે તો કફની સમસ્યા દુર થાય છે સાથે જ ઠંડી, શરદી, તાવ, ઉધરસ, ગળાની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. આમ તમે એક વાસણમાં એક ચપટી સફેદ મરીમાં મધ મિક્સ કરો અને આ મિશ્રણને સવારે ખાલી પેટ ચાટી જાવ.

ડાયાબિટીસની સમસ્યા :

ડાયાબિટીસના પ્રભાવને ઓછો કરવા માટે સફેદ મરી એક સારો વિકલ્પ છે. સફેદ મરી મેટાબોલિઝ્મને વધારવામાં પણ મદદ કરે છે. સાથે પાચનક્રિયા પણ સારી કરે છે. તે રક્તમાં શર્કરાની માત્રાને સંતુલિત કરવાની સાથે ડાયાબિટીસની સમસ્યા પણ દુર કરે છે. આમ જે લોકો રક્ત શુગરથી પીડિત છે તે લોકો સફેદ મરીનું સેવન કરી શકે છે. આમ સફેદ મરીના પાવડરની સાથે હળદર, અને મેથીના બીજનો પાવડર મિક્સ કરીને દૂધ સાથે સેવન કરો. આમ કરવાથી રક્તમાં શર્કરાનું સ્તર ઓછું થવા લાગે છે.આંખની સમસ્યા :

આંખની સમસ્યા દુર કરવા માટે સફેદ મરી એક રામબાણ ઈલાજ છે. જુના સમયમાં દ્રષ્ટિમાં સુધાર લાવવા માટે તેનો પ્રયોગ કરવામાં આવતો હતો. આયુર્વેદમાં સફેદ મરીને આંખ માટે અમૃત માનવામાં આવે છે. જો સફેદ મરીનું સેવન વરીયાળી, ત્રિફળા વગેરે સાથે કરવામાં આવે તો આંખની સમસ્યાઓ દુર થાય છે. મોતિયાની સમસ્યા દુર કરવા માટે પણ સફેદ મરીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ બદામ સાથે સફેદ મરીનું મિશ્રણ કરો અને બ્રાઉન શુગર સાથે મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી મોતિયાની સમસ્યા દૂર થાય છે.

સફેદ મરીથી થતા નુકશાન :

સફેદ મરીનું જો વધુ સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. આથી તેનું સેવન સીમિત પ્રમાણમાં કરવું જોઈએ.
1 ) જો સફેદ મરી આંખમાં જતી રહે તો આંખ લાલ થઈ જાય છે તેમજ જલન થવા લાગે છે.
2 ) જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે ફેફસા સુધી પહોંચી જાય છે અને તેનાથી જીવનું જોખમ પણ વધે છે.3 ) સફેદ મરી બાળકોને વધુ ન આપવી જોઈએ.
4 ) ત્વચા પણ સફેદ મરીનો પ્રયોગ કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લો.
5 ) ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ સફેદ મરીનું સેવન ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!