દૂધને ઉકાળવામાં મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ.. ખુદ ડેરી એક્સપર્ટે કહી આ સત્ય હકીકત.

દૂધને ઉકાળવામાં મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ.. ખુદ ડેરી એક્સપર્ટે કહી આ સત્ય હકીકત.

તંદુરસ્તી બનાવવા માટે દરેક લોકો દૂધ પીવે છે. ભારતીય લોકોને દૂધ પીતા પહેલા તેને ઉકાળવાની આદત હોય છે. એ સાચું છે કે હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરવા માટે દુધને ઉકાળવું જરૂરી છે. પણ એ વાત પણ માત્ર કાચા દૂધ પર લાગુ થાય છે. જ્યારે બજારમાંથી પેકેટમાં મળતું પોશ્ચારાઈજ દુધને ઉકાળવાની જરૂરત નથી. કારણ કે તે પહેલેથી જ બેક્ટેરિયાને નષ્ટ કરવાની પ્રોસેસમાંથી પસાર થઈ ગયેલ હોય છે અને પીવા માટે એકદમ પરફેક્ટ હોય છે.

કોર્નેલ યુનિવર્સિટીમાં ખાદ્ય વિજ્ઞાન વિભાગ અનુસાર પોશ્ચરાઈજ દુધને કાચા દુધની તુલનામાં વધુ સમય સુધી સ્ટોર કરી શકાય છે. જ્યારે કાચા દુધને જો ઉકાળવામાં ન આવે તો તેમાં પહેલેથી રહેલ કોલાઇ, સાલ્મોનેલા, અને અન્ય હાનિકારક બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશ કરી જશે અને તમે બીમાર થઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ 30 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરનાર એક એક્સપર્ટ આ વિશે શું કહે છે.

કાચું દૂધ અને પોશ્ચરાઈજ દૂધ : વાત કરીએ કાચા દૂધ અને પોશ્ચરાઈજ દુધની તો કાચું દૂધ જે આપણે દૂધ વિક્રેતા પાસેથી ખરીદીએ છીએ. તે દૂધ ગાય અથવા ભેંસનું હોય છે. આ પ્રકારના દૂધને નિશ્ચિત રૂપે બેક્ટેરિયાને ખતમ કરવા માટે ઉકાળવાની જરૂર હોય છે. ઉકાળ્યા વગરનું કાચું દૂધ તમારી પ્રતિરક્ષા પ્રણાલીને નબળી કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે પણ તે હાનિકારક છે.

જ્યારે પોશ્ચરાઈજ દૂધ પેકેટમાં પેક કરેલ દૂધ છે, જે આપણે ડેરીથી લાવીએ છીએ. આ દૂધ ઘણા પ્રકારની પ્રોસેસથી પસાર થયેલ હોય છે. જેનાથી અશુદ્ધિઓ, બેક્ટેરિયા અને અન્ય જીવ નષ્ટ થઈ જાય છે. આથી તેને ઉકાળ્યા વગર પણ પીય શકાય છે અને તેનાથી નુકશાન નથી થતું.

દુધને ઉકાળવું કે નહિ ? : પોશ્ચરાઈજ દૂધ પહેલેથી જ ઘણી પ્રોસેસેથી પસાર થયેલ હોય છે. તેને વારંવાર ઉકાળવાનો અર્થ છે તેમાંથી આવશ્યક તત્વોને નષ્ટ કરી દેવા. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે દૂધ 10 મિનીટથી વધુ સમય સુધી 100 ડિગ્રી સેલ્સિયસ ઉપરના તાપમાન પર ઉકળે છે તો તેમાં રહેલ આવશ્યક પોષક તત્વોની કમી થઈ જાય છે.

જો કે દૂધ વિટામીન ડીથી ભરપુર છે. જે કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે. દુધને વારંવાર ઉકાળવામાં આવે તો વિટામીનની માત્રા ઓછી થઈ જશે. તેનાથી કેલ્શિયમનું અવશોષણ ઓછું થશે. જેનાથી આગળ જતા હાડકાઓ કમજોર થઈ જશે.દુધને ઉકાળવા માટેની થોડી જરૂરી ટીપ્સ : જો તમને દૂધને ઉકાળવાની આદત છે તો પોશ્ચરાઈજ દૂધને ઉકાળી શકો છો, પણ તેને 10 મિનીટથી વધુ ન ઉકાળવું જોઈએ. જોવામાં આવ્યું છે કે, એક ગ્લાસ દૂધ મધ્યમ તાપ પર 4-5 મિનીટની અંદર ગરમ થઈ જાય છે. જે પીવા માટે યોગ્ય છે. તેનાથી દૂધના પોષક તત્વ પણ જળવાઈ રહે છે. કાચા દૂધને તમે એક વખત ઉકાળી શકો છો. પછી તેને સંગ્રહિત કરવા માટે ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. આ રીતે પોશ્ચરાઈજ દૂધના મામલે તમે જેટલી માત્રામાં દૂધ જોઈએ એટલી માત્રામાં લો અને તેને ઉકાળવાના બદલે માત્ર ગરમ કરો.

હવે તમે સમજી ગયા હશો કે સાચે જ દુધને ઉકાળવું જોઈએ કે નહિ. કાચું દૂધ હંમેશા ઉકાળો, પણ પોશ્ચરાઈજ દૂધને ઉકાળવાની ભૂલ ન કરો. તેનાથી દુધમાં રહેલ પર્યાપ્ત માત્રામાં મળતા પોષક તત્વ ખતમ થઈ જાય છે અને તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નહિ થાય. એટલે કે તમારું દૂધ પીવું એ ન બરાબર જ કહેવાશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!