ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો મુકાય શકો છો મુશ્કેલીમાં..

ઉનાળામાં કેરીઓ ખાવી લગભગ દરેક લોકોને પસંદ હોય છે. સ્વાદિષ્ટ હોવાથી સાથે જ કેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે. જો કે કેરીમાં પ્રાકૃતિક મીઠાસ હોય છે છતાં પણ ડાયાબિટીસના દર્દી એ ચિંતામાં રહે છે કે તેને કેરી ખાવી જોઈએ કે નહિ ? ચાલો તો જાણી લઈએ શું કેરી ખાવાથી બ્લડ શુગર વધી જાય છે અને ડાયાબિટીસના દર્દીએ તેનું કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ.

કેરીમાં બધા જ જરૂરી વિટામીન અને મિનરલ્સ હોય છે. તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે. એક કપ કેરીમાં 1.4 ગ્રામ પ્રોટીન, 25 ગ્રામ કાર્બ, 22.5 ગ્રામ શુગર, 2.6 ગ્રામ ફાઈબર, 67% વિટામીન, 18% ફોલેટ, 10% વિટામીન A અને 10% વિટામીન E હોય છે. આ સિવાય તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ, ઝિંક, આયરન અને મેગ્નેશિયમ હોય છે.બ્લડ શુગર પર કેરીની અસર : કેરીમાં 90% થી વધુ કેલેરી તેની મીઠાસથી હોય છે. આ જ કારણ છે કે, કેરી ડાયાબિટીસના દર્દીના બ્લડ શુગરને વધારે છે. જો કે આ સાથે જ કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ શુગર તેની અસર ઓછી કરે છે.

કેરીમાં મળતું ફાઈબર લોહીમાંથી શુગર અવશોષિત કરવાના દરને ધીમું કરે છે. જ્યારે તેના એન્ટી ઓક્સીડેન્ટ બ્લડ શુગરથી જોડાયેલ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. તે શરીરની અંદર કાબ્ર્સ બનાવવા અને બ્લડ શુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે.કેરીનો ગ્લાઈસેમીક ઇન્ડેક્સ : કોઈ પણ ફૂડનું બ્લડ શુગર પર અસર ગ્લાઈસેમીક ઇન્ડેક્સ રેન્ક દ્વારા જાય છે. તેને ૦-1૦૦ ના સ્કેલ પર માપવામાં આવે છે. 55 થી ઓછા રેન્ક વાળા કોઈ પણ ફૂડને આ સ્કેલમાં ઓછી શુગર માનવામાં આવે છે. આ ફૂડને ડાયાબિટીસના દર્દી માટે ઉપયુક્ત માનવામાં આવે છે. કેરીનો GI રેન્ક 51 છે એટલે કે ડાયાબિટીસના દર્દી તેને ખાઈ શકે છે.

તેમ છતાં પણ લોકોએ એ યાદ રાખવું જોઈએ કે દરેકનું શરીર ઘણા ફૂડ પર અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. કેરીમાં હેલ્દી કાર્બ હોય છે છતાં પણ એ ધ્યાન રાખવું જોઈએ કે તમે તેને કેટલી માત્રામાં ખાવ છો. જો તમને ડાયાબિટીસ છે અને તમે કેરી ખાવા માંગો છો તો તમારે ખુબ જ સાવધાનીથી કેરીને પોતાની ડાયટમાં સામેલ કરવી જોઈએ.બ્લડ શુગર ન વધે આ માટે તમારે એક સમયએ વધુ કેરી ખાવાથી બચવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે તો ½ કપ (82.5 ગ્રામ) કેરી ખાઈને જુઓ કે તમારું બ્લડ શુગર વધે છે કે નહિ, અને વધે તો કેટલું વધે છે. તમે એ હિસાબે કેરી ખાવાની માત્રા નક્કી કરી શકો છો.

કેરીમાં ફાઈબર વધુ હોય છે પણ પ્રોટીનની માત્રા ઓછી હોય છે. પ્રોટીન બ્લડ શુગરને ઓછું કરે છે. આથી ડાયાબિટીસના દર્દી કેરીની સાથે પ્રોટીનને મિક્સ કરીને એક વ્યવસ્થિત ડાયટ બનાવી શકે છે. તમે કેરીની સાથે ચીજ, અથવા થોડા નટ્સ પણ ખાઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment