આવા લોકો માટે સિંગદાણાનું સેવન છે ખુબ જ હાનિકારક, જાણો એક્સપર્ટ પાસેથી આ ખાસ માહિતી… નહિ તો શરીરમાં થશે આવી વિપરીત અસરો…

મિત્રો જો કે સિંગદાણાને અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ અમુક લોકો માટે તેનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. આથી આ લોકોએ તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

સિંગદાણા ખાવા મોટાભાગના લોકોને પસંદ હોય છે. ક્યારેક સબ્જીતો ક્યારેક પૌઆમાં નાખીને લોકો તેને ખાતા હોય છે. એટલું જ નહીં, હેલ્થ કોંશિયસ લોકો તો પિનટ બટરનું સેવન વધારે કરતાં હોય છે. તો તડકામાં બેસીને મગફળી ખાવાની તો મજા જ કંઈક જુદી હોય છે. આમ તો, મગફળીને સ્વાસ્થ્ય માટે ઘણી સારી પણ ગણવામાં આવે છે. જ્યારે તમે તેનું સેવન કરો છો તો તમને ઘણા પોષકતત્વો જેવા કે, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર અને હેલ્થી ફૈટ પણ મળે છે.

પરંતુ જેમ તે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે, તેમજ એવા લોકો માટે સિંગદાણા તકલીફની વસ્તુ પણ બની શકે છે. અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ અથવા તો, તેને ખુબ જ સીમિત માત્રામાં ખાવા જોઈએ. તો ચાલો જાણીએ કે ક્યાં લોકોએ ન ખાવા જોઈએ સિંગદાણા. તેમજ તેમના માટે સિંગદાણાનું સેવન નુકશાનકારક સાબિત કેવી રીતે થાય છે.

થાઈરોઈડ પીડિત : જે લોકોને થાઈરોઈડની તકલીફ છે તેમના માટે સિંગદાણાનું સેવન ખુબ જ નુકશાનકારક છે. જો તમને થાઇરોઈડની સમસ્યા હોય તો તમારે સિંગદાણા ન ખાવા જોઈએ. વિશેષ રૂપથી જો તમને હાઇપોથાઇરોઈડ હોય તો તેવામાં મગફળીનું સેવન કરવાથી તમારું ટીએસએચ લેવલ વધી શકે છે. માટે જ તમારે સિંગદાણા ન ખાવા જોઈએ. જો તમારે મગફળી ખાવી હોય તો તેને ખુબ જ સીમિત માત્રામાં ખાઓ. સાથે જ દવા અને મગફળી ખાવાની વચ્ચે ઓછામાં ઓછો 6 કલાકનો ગેપ જરૂરથી રાખવો જોઈએ.

એલર્જીની સમસ્યા : અમુક એવા લોકો કે, જેમણે સિંગદાણાથી કોઈ પણ પ્રકારની એલર્જી થતી હોય તેમણે સિંગદાણા ન ખાવા જોઈએ. એવા ઘણા લોકો હોય છે, જેમને ઘણા પ્રકારની ફૂડ એલર્જી હોય છે. તેમના માટે પણ ઘણી વખત સિંગદાણાનું સેવન નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને, જો તમને સિંગદાણાથી જ એલર્જી હોય તો તેવામાં તેનું સેવન તમારે બિલ્કુલ પણ કરવું જોઈએ નહીં.

લીવરની સમસ્યા : જે લોકોને લીવરને લગતી કોઈ તકલીફ છે તેમણે પણ સિંગદાણા ન ખાવા જોઈએ. જે લોકોને લિવરથી સંબંધિત સમસ્યા રહેતી હોય, તેઓ સિંગદાણાનું સેવન કરી શકે છે પરંતુ, તેમણે તેને ખુબ વધારે માત્રામાં ન ખાવા જોઈએ. વાસ્તવમાં મગફળીમાં અમુક એવા તત્વો હોય છે, જે તમારા લીવર પર ઘણા પ્રકારે વિપરીત અસર ઊભી કરી શકે છે. વિશેષ રૂપથી પહેલેથી જ લીવર સંબંધિત સમસ્યાઓથી જજૂમી રહેલા લોકોએ તેનું સેવન અધિક માત્રામાં કરવું એ હાનિકારક સાબિત થઈ શકે છે.

વધારે વજન : જો તમારું વજન ખુબ વધારે હોય અને તમે તમારું વેઈટ લોસ કરવા માંગતા હોય તો, તેવામાં તમારે સિંગદાણાનું સેવન ખુબ જ લિમિટેડ માત્રામાં કરવું જોઈએ. એવું એ માટે છે કારણ કે, મગફળીમાં કેલોરીની માત્રા ખુબ વધારે હોય છે. તેવામાં તેનું વધુ માત્રામાં સેવન કરવાથી તમને વેઈટ લોસ કરવામાં તકલીફ થઈ શકે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું : આજના સમયમાં લોકો માર્કેટમાં મળતી પહેલેથી જ ફોલેલા સિંગદાણા ખરીદીને લાવે છે. પરંતુ તેમાં સ્વાદ સારો કરવા માટે મીઠાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તમે સિંગદાણાની સાથે સાથે મીઠાનું પણ વધારે સેવન કરી લો છો. તેવામાં લોકોને હાઇ બીપી, હાર્ટ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. પરંતુ જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોય તો મીઠા વાળી મગફળીના વધારે સેવનથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment