મધ સાથે ક્યારેય ન ખાતા આ 5 વસ્તુઓ, નહિ તો ફાયદાને બદલે થશે ગંભીર સ્વાસ્થ્ય નુકશાન…જાણો કંઈ કંઈ વસ્તુ સાથે દહીં ન ખાવું…

મિત્રો આપણે વસ્તુનું સેવન મધની સાથે કરતા હોઈએ છીએ. જોકે મધ એ સ્વાસ્થ્ય માટે સારું છે. પણ અમુક વસ્તુ સાથે તેનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. આ લેખમાં આપણે મધની સાથે કઈ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોચી શકે છે. તેના વિશે વિગતે જાણીશું.

મધને તેના ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર મધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મધ સ્વાદિષ્ટ હોવાની સાથે તે ઈમ્યુંનીટી વધારવા, સોજાને ઓછા કરવા અને ત્વચા સંબંધી સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. તાવ, શરદી, ઉધરસ, અને વાયરલ સંક્રમણ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મધ એક કારગર ઉપાય છે. સાથે મધનું સેવન કરવાથી વજન ઘટે છે અને ગંભીર રોગોનું જોખમ ઓછુ રહે છે. મધના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે તેનું યોગ્ય રીતે સેવન કરવું જોઈએ. જો તમે તેનું ખોટી રીતે સેવન કરો છો ફાયદો થવાની જગ્યાએ નુકશાન થાય છે. 

તમે અક્સર લોકોને મધનું સેવન અલગ અલગ ફૂડસની સાથે કરતા જોયા હશે. પણ મધની સાથે બધા જ ફૂડનું સેવન કરી શકાતું નથી. ઘણા ફૂડની સાથે મધ મિક્સ કરી ખાવાથી નુકશાન પહોંચી શકે છે. આયુર્વેદ અનુસાર મધને ઘન ખાદ્ય પદાર્થો સાથે મિક્સ નથી કરી શકાતું. નહિ તો તે સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે.મધની સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ:- 

1 ) ઘી ની સાથે મિક્સ ન કરો મધ:- આયુર્વેદ અનુસાર ઘી માં ઠંડા ગુણ હોય છે, જયારે મધમાં ગરમ ગુણ હોય છે. આ બંનેનું મિશ્રણ વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. સાથે જ તેને એક આદર્શ ભોજન નથી માની શકાતું. આયુર્વેદમાં ઘી અને મધ ખરાબ પ્રભાવો બતાવવામાં આવ્યા છે. તે પાચન સંબંધી સમસ્યાઓથી લઈને સોજા સુધી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. 

2 ) મૂળો અને કાકડી ની સાથે મિક્સ ન કરો મધ:- જયારે મૂળો, કાકડી અને મધનું એકસાથે સેવન કરવામાં આવે છે અથવા સલાડમાં મધ નાખીને તેનું સેવન કરવામાં આવે છે, તો તેનાથી શરીરમાં ઝેરીલા યોગિક બને છે. જે તમારા પેટને નુકશાન પહોચાડે છે અને સોજાને પણ વધારી શકે છે. આથી તમારે સલાડમાં મધ નાખવાથી બચવું જોઈએ. 3 ) ગરમ દૂધ અથવા પાણીની સાથે મિક્સ ન કરો મધ:- ઘણા લોકો ગરમ દૂધ અને પાણીમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરે છે. સાથે ઘણા લોકો ચા માં મધ નાખીને સેવન કરે છે. પણ આવું ન કરવું જોઈએ. જયારે ગરમા દૂધ કે પાણીમાં મધ નાખવામાં આવે છે તો મધની ગુણવત્તા ખરાબ થઇ જાય છે. પાકેલું મધ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. મધને ગરમ કરવાથી હાઈડ્રોકસી મિથાઈલ ફૂર્ફૂરલ ડીહાઈડ માં વૃદ્ધિ થાય છે, જેના સેવનથી શરીરમાં વિષાક્તાં પેદા થાય છે. 

4 ) નોન વેજ સાથે મિક્સ ન કરો મધ:- તમે અક્સર જોયું હશે કે નોનવેજ ફૂડસ ને ગર્નીશ કરવા માટે ઉપરથી મધ નાખવામાં આવે છે. એટલે સુધી કે ઘણા લોકો ગ્રેવીમાં મધનો ઉપયોગ કરે છે. પણ આમ કરવું ખુબ જ ખોટું છે. આયુર્વેદ અનુસાર મીટ અને મધનું મિશ્રણ અસંગત છે તે સ્વાસ્થ્યને ઘણું નુકશાન પહોચાડે છે. 

5 ) ગરમ વસ્તુઓમાં મિક્સ ન કરો મધ:- મધને ગરમ વસ્તુઓની સાથે મિક્સ કરીને સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ, લુઝ મોશન અને દસ્ત જેવી સમસ્યાઓ થઇ શકે છે. એવું એટલા માટે કે કારણ કે મધ પ્રકૃતિમાં ગરમ હોય છે અને જયારે તેને ગરમ વસ્તુઓ સાથે મિક્સ કરવામાં આવે છે તો આ તમારા પાચનને નુકશાન પહોચાડે છે. આયુર્વેદ અનુસાર સલાડ, પીનટ બટરની સાથે મધ અને બ્રેડ, લીંબુ મધનું પાણી અથવા એટલે સુધી મધ અને બેકરી ઉત્પાદનોને વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. આથી આ ફૂડની સાથે મધનું સેવન કરવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment