જાપાનના લોકો આ ટ્રિકથી ઘટાડે છે પોતાનું વજન, જાણીલો એ ટ્રિક…પછી ક્યારેય નહિ વધે તમારું વજન

મિત્રો આજે દરેક લોકો પોતાનું વધતું જતું વજન ઓછું કરવા માંગે છે. આ માટે તે અનેક દવાઓ કરે છે. પણ આજકાલ આપણી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે તેમજ આપણો ખોરાક પણ એવો થઈ ગયો છે કે જેના કારણે દિવસે દિવસે વજન વધતો જ જાય છે. આજે અમે તમને એક એવી ટેકનિક વિશે જણાવીશું જેનાથી તમે પોતાનું વજન કંટ્રોલ કરી શકશો.

વજન વધવાની સમસ્યાથી છુટકારો મેળવા માટે લોકો પાણીની જેમ પૈસા વહાવે છે. તેમ છતાં પણ વજન ઓછું નથી હતું. ઘરેલુ ઉપાયથી લઈને ડોક્ટરની મોંઘી દવાથી હેરાન થઈને છેલ્લે તમે તમારા વજન વધારા સાથે સમજોતા કરીને એને સ્વીકારી લો છો. પરંતુ તમે ચાહો તો એક સરળ અને ઉત્તમ જાપાની ફોર્મુલાનો ઉપયોગ કરીને વજન વધારાથી મુક્તિ મેળવી શકો છો.

વજનને ઓછું કરવા માટે જાપાનની આ રીત ખૂબ  સરળ છે. તેની માટે તમારે દિવસની શરૂઆત ગરમ પાણી સાથે એક કેળું ખાઈને કરવું જોઈએ. જણાવી દઈએ કે જાપાનના કેટલાક લોકો પોતાના સવારના નાસ્તામાં આ ડાયેટને ફોલો કરે છે. તેને સરળ ડાયટ કહેવામા આવે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે વજન ઓછું કરવામાં કારગત છે.

આ કારણથી નથી વધતું વજન : કેળાં તમારા મેટાબોલીઝ્મ સિસ્ટમને દુરસ્ત કરવામાં મદદરૂપ છે. પરંતુ તમારા પાચનતંત્રને ઉત્તમ પાચનક્રિયાને સુધારવામાં પણ મદદરૂપ છે. આ એક પ્રકારના સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જેને ગ્લાઇસેમિકા ઇંડેક્સનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. કેળામાં ઉપલબ્ધ ફાયબર પેટમાં કબજિયાતની સમસ્યાને નથી થવા દેતું અને મનને સંતોષ થવાની સાથે કાર્બોહાઈડ્રેટના વધારાના અવશોષણને રોકવામાં મદદ કરે છે.

ભૂખ ઓછી કરવામાં મદદરૂપ : સ્ટાર્ચ અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આ ડાયટ દિવસભરમાં તમારા શરીર પર ચડતું વજન ઓછું કરવા તમારી મદદ કરે છે. સવારના નાસ્તામાં કેળા  સાથે ગરમ પાણી સેવન  કરવાથી લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખવા મદદ કરે છે. તેના લીધે તમને ભૂખ પણ ઓછી લાગે છે.

કેવી રીતે કેળાનું સેવન કરવું : સૌથી પહેલા સવારે ઊઠીને એક ગ્લાસ નોર્મલ પાણી પીવું. પછી અડધો કલાક પછી 2 કેળા ખાવાના છે. તમે ચાહો તો તમારી ભૂખ પ્રમાણે કેળાનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો છો.

1 દાડમ : દાડમ એક જાદુઈ ફળ છે. રોજ એક લાલ દાડમ ખાઈને માત્ર વજન જ ઓછું કરી શકો છો પરંતુ આ શારીરિક કમજોરીને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. ડાયાબિટીસથી પીડિત માટે પણ ખુબ ફાયદામંદ હોય છે.

2 સફરજન : આમ તો સફરજન લાલ અને લીલા એમ બે રંગમાં જોવા મળે છે. પરંતુ લાલ સફરજન ખુબ સરળ રીતે મળી જાય છે. સફરજન વિટામિન સી થી ભરપૂર છે. લાલ સફરજનમાં પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. તેનાથી પાચનક્રિયા તો સારી બને છે સાથે આ ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

3 આલુ બુખારા : વજન ઓછું કરવા માટે બોરથી ઉત્તમ કોઈ બીજું ઉપાય નથી. બોરના સેવનથી ઇમ્યુંન સિસ્ટમ તો મજબૂત બને છે સાથે સવારના સમયે તેને ખાવાથી આખા દિવસ માટે પર્યાપ્ત ઉર્જા પણ મળી રહે  છે.

4 ચેરી : વજન ઓછું કરવા માટે ચેરી ખાવી એ પણ એક સારું અને કારગત ઉપાય છે. ખાલી પેટ ચેરી ખાવી વધારે ફાયદામંદ હોય છે.

5 સ્ટ્રોબેરી : દરરોજ 5 થી 6 સ્ટ્રોબેરી ખાવાથી માત્ર વજન ઓછું કરે તે માટે ફાયદામંદ છે પરંતુ તેના સેવનથી ઇમ્યુંન સિસ્ટમ પણ મજબૂત બને છે, ત્વચાને લાંબા સમય સુધી સુંદર અને જવાન બનવા માટે સ્ટ્રોબેરી ખાવી સારી  છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment