105 કિલોની આ મહિલાએ ઘટાડ્યું 43 કિલો વજન, ડિલીવરી પછી વજન ઘટાડવા અજમાવો આ ટિપ્સ… બની જશે આ મહિલા જેમ ફિટ અને સ્લિમ…

ડીલેવરી પછી મહિલાઓ ના શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે. પ્રેગ્નન્સી દરમિયાન અને ડીલેવરી બાદ મહિલાઓ નું વજન વધી જાય છે. આ દરમિયાન મહિલાઓનું ખાવા-પીવાનું પ્રમાણ વધી જાય છે. કારણ કે તેમને પોતાની સાથે સાથે બાળકના પોષણ નું પણ  ધ્યાન રાખવાનું હોય છે. આ કારણથી કેલરીનું સેવન વધી જાય છે, અને તે જ વજન વધવાનું  સૌથી મુખ્ય કારણ હોય છે. ત્યારબાદ બાળકને જન્મ આપવા પર ઘણા હોર્મોનલ બદલાવ પણ થાય છે. એવામાં મહિલાઓ પોતાના વજન નું ધ્યાન નથી આપી શકતી. પરંતુ કેટલીક મહિલાઓ બાળકની દેખભાળ ની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, જેનાથી તેમનું વધેલું વજન પણ ઓછું થવા લાગે છે.

એવી જ એક મહિલા છે જેમને બાળકને જન્મ આપ્યા બાદ પણ પોતાનું લગભગ 43 કિલો વજન ઓછું કર્યું છે. પોતાની વેઈટલોસ જર્ની તેમને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેથી દરેકને પ્રેરણા મળી શકે.આજે અમે તમને આ લેખ દ્વારા આ મહિલા ની વજન ઘટાડવાની પ્રક્રિયા વિશે જણાવીશું જેને બાળકને જન્મ આપ્યા બાદ પોતાનું 42 કિલો વજન ઓછું કર્યું. તેમણે કેવી રીતે વજન ઓછું કર્યું તે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

કંઈક આ રીતે થઈ હતી ફિટનેસ જર્ની ની શરૂઆત:- 43 કિલો વજન ઓછું કરવા વાળી મહિલાનું નામ નતાશા ફેરેશન છે જે સાઉથવેસ્ટ અમેરિકાની ફિનિક્સ શહેરની રહેવાસી છે. નતાશા એ બે વાર પોતાનું વજન ઓછું કર્યું છે. પહેલીવાર 2012માં અને બીજી વાર 2021 માં.

નતાશા જણાવે છે મારું વજન શરૂઆતથી જ ઘણું વધારે હતું અને હું ખાવાની પણ શોખીન હતી. હું પહેલાં પણ કેટલીય વાર વજન ઓછું કરવાનો પ્રયત્ન  કરી ચુકી હતી. પરંતુ વજન ઓછું થયા બાદ ફરીથી વધી જતું હતું. ત્યારબાદ વજન ઓછું કરવા માટે એવી રીતો સર્ચ કરી જેનાથી ફરીથી વજન ન વધે.થોડા સમય બાદ ‘બીચ બોડી કે હિપ હોપ એબ્સ’ પુસ્તક વાંચી જેનાથી મને વજન ઓછું કરવાના પાયાના નિયમો સમજ માં આવ્યા. આ બુકમાં બતાવેલી રીતો ને સમજીને તે પ્રમાણે મેં ડાયટ અને વર્કઆઉટ પર ધ્યાન આપ્યું. અને લગભગ છ મહિનામાં 27 કિલો વજન ઓછું કરી લીધું. આ મારી પહેલી પરિવર્તન જર્ની હતી જેનાથી હું ઘણી પ્રેરિત થઈ. હું ખુશ હતી કે મેં પોતાને પૂરી રીતે બદલાવ કરી દીધો અને હું પહેલા જેવી ચબી નથી રહી.

2020 માં પ્રેગનેન્સી બાદ વધ્યું હતું વજન:- નતાશાએ પોતાની ફિટનેસ જર્ની પોતાના હસબન્ડ સાથે શરૂ કરી હતી. નતાશા ની સાથે તેના હસબન્ડ એ પણ વજન ઓછું કર્યું છે. નતાશાની ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ પ્રમાણે તેનું વજન પ્રેગનેન્સી પછી ઘણું વધી ગયું હતું તેથી તેમને ફરીથી પોતાનું વજન ઓછું કરવાની જરૂરત હતી. તેમણે જાન્યુઆરી 2020 થી પોતાની જર્ની ની શરૂઆત કરી અને જાન્યુઆરી 2021 એટલે કે એક વર્ષ બાદ ફરીથી લગભગ 43 કિલો વજન ઓછું કરી લીધું.

નતાશાએ પોતાની ફિટનેસ જર્ની પોતાના હસબન્ડ ના વજન ઓછું કરતા પહેલા તેમનું વજન 105 કિલો હતું. 43કિલો વજન ઓછું કર્યા બાદ તે 62 કિલોની થઈ ગઈ છે અને તેમનો ગોલ 60 કિલો સુધી કરવાનો છે.વજન ઓછું કરવા માટે તેમણે કોઈ રૉકેશ સાયન્સ નો ઉપયોગ નથી કર્યો, બસ તેમણે વેઈટ લોસ માટે બેઝિકલી રૂલ્સ ફોલો કર્યા. જેમકે, હેલ્ધી ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, તણાવમુક્ત મગજ, એક્ટિવ ડે, સારી ઊંઘ.વજન ઓછું કરવા માટે ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી:- નતાશાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રમાણે તે વજન ઓછું કરવા માટે ફિઝિકલી ઍક્ટિવિટી ને વધારે મહત્વ આપતી હતી. તેમના માટે ફિઝિકલ ઍક્ટિવિટી નો મતલબ માત્ર જીમ જઈને વર્ક આઉટ કરવાનો નહોતો પરંતુ બાળકને પાર્ક માં ફેરવવું, વોક કરવા જવું, સ્વિમિંગ કરવું, યોગ કરવો વગેરે હતું. તેના સિવાય તેઓ જિમમાં જઈને વર્કઆઉટ પણ કરતા હતા. જ્યારે કોવીડ સમયે જીમ બંધ હતા ત્યારે તેમણે હોમ વર્ક આઉટ પણ કર્યું હતું. બસ આ જ પ્રમાણે તેમને વજન ઓછું કરવામાં મદદ મળી.

જો ડાયટ ની વાત કરીએ તો તેમને તેમના ડાયટમાં કંઈ વધુ પડતા બદલાવો ન કર્યા હતા. બસ વધુ પડતા કેલરીવાળા ફૂડને ડાયટમાંથી કાઢી દીધા હતા. અને તેની જગ્યાએ હેલ્ધી ફૂડ ને જોડ્યા હતા. ડાયટમાં બદામ અને સિડ્સ ની માત્રા વધારે કરી હતી. ફળ, લીલી શાકભાજી, ચિકન, બ્રાઉન બ્રેડ, પાસ્તા, રાજમાં વગેરે ડાયટમાં સામેલ હતા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment