કાનમાથી મેલ કાઢવાની આ રીતો છે ખુબ જ ખતરનાક, આવી ભૂલો કરશો તો ફાટી જશે કાનના પડદા… જાણો મેલ કાઢવાની સાચી રીત…

મિત્રો દરેક લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આથી જરૂરી છે કે, તમારે તમારા શરીરના દરેક અંગને સાફ કરવા જોઈએ. નાક, કાન, આંખ, હાથ, પગ, મોં વગેરેને સ્વચ્છ રાખવા જરૂરી છે. નહિ તો અનેક બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. કાન પણ આપણું ખુબ જ અગત્યનું અંગ છે. તેની સાફ સફાઈ પણ એટલી જ જરૂરી છે.

કાનનો મેલ એક જેલ જેવુ લ્યુબ્રિંકેટ હોય છે, જે ડેડ સેલ્સથી બનેલું હોય છે. આમ તો તે કાનને સુરક્ષિત રાખવાનું કામ કરે છે, પરંતુ ખૂબ વધારે મેલ જામી ગયો હોય તો સંભળાવવાનું ઓછું થઈ જાય છે. ઘણી વખત તેના કારણે કાનનો દુખાવો અને સંક્રમણનું પણ જોખમ વધી જાય છે. મોટાભાગે લોકો કાનની સફાઈ માટે ઈયરબર્ડનો ઉપયોગ કરે છે જે ખોટું છે. અમેરિકના એક એક્સપર્ટ કાન સાફ કરવાની આ રીતને જોખમ ભરેલી ગણાવી છે.

કાનમાં મેલ જામી જવો એ એક સામાન્ય વાત છે અને તેનો મતલબ એવો નથી કે તમે ગંદા છો. તે કાનના બહારના ભાગ અને ઈયર કનૈલની કેશિકાઓથી નીકળેલા નેચરલ ઓઈલથી બને છે. ગંદકી, પરસેવા અને ડેડ સ્કીન સેલ્સ સાથે મળીને આ ઓઇલ મેલ બની જાય છે. ઈયર વૈક્સ એટલે કે મેલ વાસ્તવમાં એક સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે. તે વાઇરસ અને હાનિકારક બેક્ટેરિયાને કાનની અંદર પ્રવેશ કરતાં રોકે છે. મોટાભાગે લોકો કાનની સફાઈ માટે ઈયરબર્ડનો ઉપયોગ કરે છે જે ખોટું છે. અમેરિકના એક એક્સપર્ટ કાન સાફ કરવાની આ રીતને જોખમ ભરેલી ગણાવી છે.

અમેરિકાની લુઈસવિલે યુનિવર્સિટીમાં કાન, નાક અને ગળાના વિશેષજ્ઞ જેરી લીને ‘ધ સન’ ને જણાવ્યું કે, કાનનો મેલ પોતાની મેળે જ ઓછો થઈ જાય છે અને તેના કારણે તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી. જો કે તમારા કાનમાં ખુબ જ વધારે મેલ જામી ગયો હોય અને તેના કારણે તમને કાનમાં દુખાવો રહેતો હોય તો તેની સફાઈ કરવી જરૂરી બની જાય છે. ઘણી વખત તમારે ડોક્ટર પાસે જવાની જરૂર ઊભી થઈ પડે છે, પરંતુ મોટાભાગે તમે ઘરે પોતાની જાતે જ કાનની સફાઈ કરી શકો છો.

ડોક્ટર જેરીનું કહેવું છે કે, ઈયરબર્ડ દ્વારા કાનમાં ઉપર-ઉપરથી થોડો ઘણો મેલ કાઢી શકાય છે, પરંતુ ક્યારેય તેને કાનમાં સાવ અંદર નાખવું જોઈએ નહિ. તે જોખમ ભરેલું બની શકે છે અને તમારી કાનની નળીને નુકશાન પહોંચાડી શકે છે. આટલું જ નહીં તેના કારણે કાનના પડદા પણ ફાટી શકે છે. આ સિવાય ભૂલથી પણ ઈયર કૈંડલિંગ ટટ્રાય કરવું જોઈએ નહીં, જેમાં લોકો ગરમ મીણ નાખીને કાનની સફાઈ કરી શકે છે. કાન સાફ કરવાની આ રીત પણ ખુબ જ ખતરનાક છે.

કાનની સફાઈ કરવાની સાચી રીત : ડોક્ટર જેરીનું કહેવું છે કે, કાનનો મેલ સાફ કરવા માટેની સૌથી સુરક્ષિત રીત ઈયર ડ્રોપ છે. તે એક લિક્વિડ સોલ્યુશન હોય છે જે કાનના મેલને પાતળો અને મુલાયમ બનાવી દે છે. તેનાથી તે આસાનીથી કાનની બહાર આવી જાય છે. તે કોઈ પણ મેડિકલ સ્ટોરથી તમને આસાનીથી મળી રહે છે. તમે તેને ખરીદતા પહેલા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. આમ તો ઈયર ડ્રોપ્સ તરત જ કામ કરવાનું શરૂ કરી દે છે પરંતુ ઘણી વખત મેલ ખુબ જ જામી ગયો હોય તો વારંવાર તેનો ઉપયોગ કરવો પડે છે. તેનાથી કાનનો મેલ સરખી રીતે સાફ થઈ જાય છે અને તેના સિવાય કાનમાં બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment