તરબૂચ જ નહીં તેના બીજ પણ હોય છે ફાયદેમંદ.. શરીરમાં થાય છે આ રહસ્યમય ફાયદાઓ.. જાણી ને ખુશ થઈ જશો ..

મિત્રો તમે જાણો છો કે ઉનાળો શરુ થઈ ગયો છે આથી બજારમાં તરબૂચ પણ આવવા લાગ્યા છે. તરબૂચ ખાવાથી શરીરને એક ઠંડકનો અહેસાસ થાય છે. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ સિવાય તરબૂચ ખાવાથી શરીરને એક તંદુરસ્તી નો અનુભવ થાય છે. 

તરબૂચનું સેવન તો આજે દરેક લોકો કરતાં જ હશે પરતું તમે તેના બીજના, તેની છાલના ફાયદાઓ વિષે જાણો છો. તરબૂચના બીજમાં મૈગ્નેશિયમ, ફોલેટ, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે જે આપણાં સ્વાસ્થયને સારું રાખવામા મદદ કરે છે. તરબૂચના બીજના સેવનથી ત્વચાની અને કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે. તરબૂચના બીજને વાનગીમાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે. તરબૂચનું સેવન કરીને લોકો તેના બીજ તેમજ તેની છાલને ફેકી દેતા હોય છે. તરબૂચના બીજના અનેકો ફાયદાઓ છે તો ચાલો તેના વિષે માહિતી મેળવીએ.

તરબૂચ(Watermelon)અને તેની છાલ(Peel)જ નહીં પણ તેના બીજ(Seeds)પણ સ્વાસ્થય માટે અને સોંદર્યને નિખારવામાં મદદ કરે છે. આના સેવનથી કેટલીક પ્રકારની સમસ્યાથી દૂર રહેવામાં મદદ મળે છે.

અત્યાર સુધીમાં તરબૂચ અને તેની છાલના ફાયદાઓ વિષે સભાળ્યું હશે. પરંતુ તરબૂચના બીજ પણ સ્વાસ્થય અને સોંદર્ય માટે ફાયદાકારક છે. સાચિ વાત તો એ છે કે તરબૂચ એક એવું ફળ છે જેનો દરેક ભાગ ગુણથી ભરેલો છે. પછી તરબૂચ હોય કે તેની છાલ હોય કે પછી તેના બીજ હોય. આજે અમે તમને તરબૂચના ફાયદાઓ વિષે બતાવીશુ, જેનાથી તમે તરબૂચ ખાધા પછી તેના બીજને ફેકી દેવાના બદલે સ્વાસ્થ્ય ને નિખારવામાં તમે તેનો ઉપયોગ કરશો. તરબૂચના બીજમાં ફોલેટ, ઉર્જા, પ્રોટીન, કેલેશિયમ, કાર્બોહાઈદ્રેટ, પોટેશિયમ, આયરન, ફાસ્ફોરસ, મૈગ્નેશિયમ જેવા કેટલાક પોષક તત્વ પણ હોય છે જે સ્વાસ્થય માટે ફાયદાકારક છે. તરબૂચના બીજને કાઢીને તેને કોઈ મીઠી વાનગીમાં પણ વાપરી શકાય છે અથવા તેને જ ખાય શકાય છે.

નર્વસ સિસ્ટમ: તરબૂચના બીજના સેવનથી નર્વસ સિસ્ટમને ફિટ રાખવામા મદદ મળે છે. બીજમાં મૈગ્નેશિયમ હોય છે  જે નસ અને માસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સેવનથી મગજ સંબંધી વિકારનું જોખમ ઓછું થાય છે.

ડાયજેશન: તરબૂચના બીજના સેવનથી ડાયજેશન જળવાય રહે છે. પાચન પ્રક્રિયા સારી રીતે કામ કરે છે અને કબજિયાતથી પણ રાહત મળે છે. આમાં લેક્સેટિવ ગુણ અને ફાઈબર પણ હોય છે જે કબજિયાતની સમસ્યામાંથી દૂર કરવામાં રાહત આપે છે


માસપેશીઓ: તરબૂચના બીજનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. આ સિવાય મેગેનીજ, પોંટેશિયમ અને કોપર જેવા તત્વો હાડકાંને જલ્દી નાજુક થવા નથી દેતા.

ઇમ્યુનિટી સિસ્ટમ: તરબૂચના બીજમાં વધારે માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આનાથી ઇમ્યુનિટી વધે છે જેનાથી જડપથી રોગી થવાની સમસ્યાથી રાહત મળે છે.

ત્વચા: ત્વચા પર ખીલ, વૃદ્ધત્વ અને ટેનિંગ જેવી સમસ્યાઓ થઈ જાય છે. આને દૂર કરવામાં પણ તરબૂચના બીજનું સેવન ફાયદો કરે છેઆના સેવનથી ત્વચા કડક રહે છે. બીજમાં રહેવા વાળું ફૈટી એસિડ સૂર્યની યુવી કિરણોથી ત્વચાનો બચાવ કરે છે. તો આમાં રહેલું જિંક ત્વચાને ખીલ જેવી સમસ્યાથી દૂર રાખવામા મદદ કરે છે.

વાળ: વાળ ખરવા, તૂટી જવા અને રફનેસ જેવી સમસ્યાઓ પણ તરબૂચના બીજના સેવનથી ઘટાડી શકાય છે. આમાં રહેલું જિંક એ વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે  સાથે જ તેમાં ફોલેટ હોવાથી વાળની રફનેસ દૂર કરી વાળમાં ચમક લાવવામાં મદદ કરે છે.  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment