ચાથી થતા નુકશાનથી બચવા માટે ચા પહેલા પીવું જોઈએ આ વસ્તુ, બીમારીઓ પણ ભાગશે અને ફાયદા પણ થશે.

મિત્રો તમારા દિવસની શરૂઆત તો ચાથી થતી હશે. પણ ઘણી વખત અતિશય ચાનું સેવન તમારા શરીરને નુકસાન કરી શકે છે, આથી ચા પીતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી કરીને તમને ચાને લીધે કોઈ નુકસાન ન કરે. ચાલો તો ચા વિશે આપણા વડીલો શું કહે છે એ જાણીએ. ચા પીધા પછી કેટલાક લોકોના પેટમાં ગેસ બનવા લાગે છે અથવા અલ્સર થઈ જાય છે. એટલે ચા પીધા પહેલા હંમેશા પાણી પીવું. પાણી પીવાથી ચા પછી થતી જલન દૂર થાય છે.

આપણા દેશના મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત એક કપ ચા સાથે થાય છે. આ વાત સવારથી શરૂ થઈને સાંજે પૂરી થાય છે.  કેટલાક લોકો ચા અને કોફીના એટલા શોખીન હોય છે કે આખા દિવસમાં 4-5 કપ ચા પીવે છે.

પરંતુ બહુ ઓછા લોકો આવું જાણે છે કે ચા અને કોફી બંને પ્રાકૃતિમાં અત્યાધિક અમ્લીય હોય છે. તેનાથી એટલું નુકશાન થઈ શકે છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. હવે તમે વિચારતા હશો કે તો તેનો શું ઉપાય છે ?  કારણ કે ચા અને કોફી પીવાનું આપણે છોડી નથી શકતા. તો એક વસ્તુ જેને તમે નિયમિત કરો તો તમને ફાયદો થશે, તો એ છે કે, ચા પીધા પહેલા એક ગ્લાસ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. હવે જાણીએ કે આવું કરવાથી શું ફાયદો થશે.

દાંતોની સુરક્ષા થાય છે : કોફી અને ચા બંનેમાં ટેનિન નામનું એક રસાયણ હોય છે, જે દાંતોના રંગને બદલી નાખે છે. ચા પીવાથી એક રસાયણની પરત બની જાય છે. કોફી અને ચાનું સેવન અગાઉ 15 મિનિટ પહેલા એક ગ્લાસ પાણી પીવાથી દાંતો પર એક સુરક્ષાત્મક પરત બની જાય છે અને એ પીળા થવાની સંભાવના  ઓછી થઈ જાય છે.

શરીરને હાઈડ્રેટ કરે છે : જો તમને લાગે છે કે, સવારે એક કપ બેડ ટી અથવા ચા તમને તરોતાજા કરી દે છે તો તમે ખોટા છો. ખાલી પેટ ચા અથવા કોફીનું સેવન શરીરને અંદરથી નિર્જલીત કરે છે. જેનાથી કેટલીક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થાય છે. ચા અથવા કોફી પીવાથી પહેલા  એક ગ્લાસ પાણી પીવાથી પોષકતત્વ બની રહે છે.

એસિડિટીને ઓછી કરે છે : કોફી અથવા ચા પીધા પહેલા થતી જલન એની અમલીય પ્રકૃતિને લીધે થાય છે. કોફી અને ચાનું પીએચ માન ક્રમશઃ 5 અને 6 છે. જ્યારે પાણીનું પીએચ માન 7 છે. ચા અને કોફી પીધા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી પેટમાં એસિડિટીનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. જે પેટની લાઈનીંગ ક્ષતિને ઓછી કરે  છે.

અલ્સરથી છુટકારો : કોફી અને ચા પીવાથી પેટમાં અલ્સર થવાની સંભાવના વધી શકે છે. ડોક્ટરના કહ્યા પ્રમાણે. વધારે ઉકાળેલી ચા પીવાથી એસિડિટીનું ઉચ્ચ સ્તર થાય છે, જે પેટમાં અલ્સરનું ઉત્પાદન તરફ જાય છે. ચા પીધા પહેલા પેટમાં એસિડિટી ન બને એટલા માટે એક ગ્લાસ પાણી જરૂર પીવું જરૂરી છે.

સાઈડ ઇફેક્ટને ઓછું કરે છે : આપણે બધા જાણીએ છીએ કે, ચા અથવા કોફી પીવી સારી વાત નથી. પરંતુ ક્યાંકને ક્યાંક આપણે એનાથી  ટેવાય જઈએ છીએ અને એનાથી છુટકારો મળવો સરળ કામ નથી. ચા અને કોફીના દુષ્પ્રાભાવને ઓછું કરવાનો એક સરળ ઉપાય ચા અથવા કોફી પીધા પહેલા એક ગ્લાસ પાણીનું  સેવન કરવાનું છે આ ઉપાય અપનાવો અને બદલાવનો અનુભવ કરો.

આમ, ચા અને કોફી બંને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે આપણે બધા જાણીએ છે . છતાં કેટલાક લોકોને તેના વગર ચાલતું નથી અને કેટલા લોકોને તેની ટેવ પડી જાય છે કે ચા નહિ પીવે તો એમનું માથું દુઃખવા લાગે છે. એટલે હંમેશા ચા કે કોફી પીતા પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment