ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજા કે પાણી ભરાય તો હોય છે આ ગંભીર કારણો, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય…

માં બનવું એ દરેક મહિલાનું સપનું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં અનેક પ્રકારના પરિવર્તનો આવે છે. આ દરમિયાન મહિલાઓને અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન લગભગ મહિલાઓને મૂડ સ્વિંગ, કબજિયાત, તણાવ,વારંવાર પેશાબ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન મહિલાઓને પગમાં સોજો કે પગમાં પાણીનો ભરાવો જેવી સમસ્યાથી પણ સંઘર્ષ કરવો પડે છે.

જ્યારે પગમાં પાણી જમા થાય છે ત્યારે પગમાં સોજો આવવા લાગે છે તેના કારણે જ વજન સતત વધતું જાય છે. જેમ પ્રેગનેન્સી નો સમય વધતો જાય છે આ સમસ્યા પણ વધતી જાય છે. આ સ્થિતિમાં મહિલાઓના શરીરમાં વધુ પડતા લિક્વિડ પદાર્થો અને વધતા ગર્ભાશયના દબાવથી પગની ઘૂંટી અને પગમાં સોજો આવવા લાગે છે. પ્રેગનેન્ટ મહિલાઓ ના પગમાં વૉટર રિટેન્શન એટલે કે પાણી નો ભરાવો થવાના અનેક કારણો હોઈ શકે છે. આ વિષયમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા જાણીશું.1) શરીરમાં હોર્મોનલ બદલાવ:- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ થાય છે. પ્રેગનેન્સીમાં હોર્મોનલ બદલાવ પણ થાય છે. પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોલેંક્ટિન જેવા હોર્મોનનું સ્તર ઘણું વધી જાય છે. તેના કારણે ગર્ભવતી મહિલાઓને પગમાં સોજો કે વોટર રીટેન્શન ની સમસ્યા થાય છે.

2) સતત વધતું વજન:- ગર્ભાવસ્થા દરમિયાન જેમ જેમ બાળકનો વિકાસ થાય છે મહિલાનું વજન વધતું જાય છે. એવામાં મહિલાઓનું કેટલાક કિલો વજન વધી જાય છે. તે સાથે સાથે મહિલાઓના શરીર માં એક્સ્ટ્રા પ્રવાહી પણ જમા થાય છે. જે મહિલાઓનું વજન વધવા માટે 25 ટકા જવાબદાર હોય છે. એક્સ્ટ્રા પ્રવાહી ગર્ભાવસ્થામાં મહિલાઓના પગમાં સોજા નુ કારણ બની શકે છે.3) ગર્ભાવસ્થાનો વધતો આકાર:- જેમ ગર્ભાવસ્થાનો સમય વધતો જાય છે, ગર્ભાશયનો આકાર પણ વધતો જાય છે. તેના કારણે મહિલાઓના શરીર ની નસો પર દબાણ થવા લાગે છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે. તેથી પણ ગર્ભવતી મહિલાઓમાં વોટર રિટેન્શન કે પગમાં સોજા આવે છે.

4) શરીરમાં હિમોગ્લોબીનની કમી:- આમ તો ગર્ભાવસ્થામાં હિમોગ્લોબીન વધુ માત્રામાં હોવું જોઈએ પરંતુ કેટલીક મહિલાઓને હિમોગ્લોબીનની કમી નો સામનો કરવો પડે છે. શરીરમાં પ્રોટીન અને હિમોગ્લોબીનની કમીને કારણે પગમાં સોજો આવવા લાગે છે. ગર્ભાવસ્થામાં ઓછું હિમોગ્લોબીન કે એનિમિયા ગર્ભાવસ્થામાં લોહી કમજોર પડવાના કારણે હિમોગ્લોબીન ઓછું થાય છે. શરીરમાં હીમોગ્લોબિન અને ઓછા પ્રોટીનના સ્તર ના કારણે પગમાં સોજો આવે છે.પ્રેગનેન્સીમાં પગમાં પાણી ભરાવવાની સમસ્યા:- ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગે મહિલાઓ એક જ સ્થિતિમાં રહેતી હોય છે. પાણી ભરાતું ઓછું કરવા માટે એક્ટિવ રહેવું જરૂરી છે. સાથે જ પગની મુવમેન્ટ પણ કરતું રહેવું જોઈએ. તેનાથી સોજો ઊતરવા લાગશે. પાણી કે સોજાને દૂર કરવા માટે મીઠાનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ વધુ પડતું મીઠાનું સેવન વૉટર રિટેન્શનમાં વધારો કરી શકે છે.

ચા કે કોફી પણ પાણી ભરાવવામાં  વધારે છે. તેથી તમારે કેફીન દ્રવ્યોનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.પગની મસાજ કરવાથી પણ પાણી ભરાવવાની સમસ્યા ઓછી કરી શકાય છે. મસાજ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. મસાજ કરવાથી એક જગ્યાએ જમા થયેલ લિક્વિડ પદાર્થો અન્ય ભાગમાં પણ જાય છે, તેનાથી સોજા ઓછો થાય છે. તેનાથી તમે રિલેક્સ અને તણાવમુક્ત મહેસૂસ કરશો.

ગર્ભાવસ્થામાં પગમાં સોજો આવવો સામાન્ય છે પરંતુ, તે પીડાદાયક પણ થઈ શકે છે. પ્રસૂતિ બાદ આ સમસ્યા ધીરે ધીરે તેની જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો પ્રેગનેન્સીમાં પગમાં પાણી ભરાય કે પગમાં સોજો વધુ પરેશાન કરે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment