દક્ષિણ દિશામાં ઘર કે દુકાનનો મુખ્ય દરવાજો હોય તો અજમાવો આ નાની એવી વસ્તુ ટીપ્સ, ફટાફટ થશે પ્રગતી અને ધનના ઢગલા…

મિત્રો આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ સાથે જોવામાં આવે છે. તેમજ ઘર, મકાન, દુકાનને લઈને વાસ્તુદોષ વિશે જોવામાં આવે છે. આથી જે લોકો વાસ્તુશાસ્ત્રમાં માને છે તેઓ હંમેશા આ વાસ્તુદોષ નિવારણ માટે ઉપાયો શોધતા હોય છે. પણ અમુક સમયે આપણે ઘર કે દુકાન ફેરવી શકતા નથી તો તે સમયે તમે વાસ્તુદોષના નિવારણ માટેના ઉપાયો કરી શકો છો.

આમ જ્યારે ઘર કે દુકાનમાં કોઈ વાસ્તુદોષ હોય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ છે તો તેની અસર પરિવારના દરેક સભ્ય પર થાય, જયારે દુકાનમાં દોષ છે તો તેની સીધી અસર આવક પર થતી હોય છે.

ઘર કે કોઈપણ દુકાનમાં કોઈ વાસ્તુદોષ હોય તો આ સ્થિતિ તમારા માટે નુકશાનકારક છે. પરંતુ ઘણા નાના ઉપાય કરવાથી આ વાસ્તુદોષથી થતા નુકશાનથી બચી શકાય છે. આ ઉપાય ખુબ જ સરળ છે તેમજ ઘર અને દુકાન બંને માટે ઉપયોગી છે. આ ઉપાયોથી નેગેટીવ એનર્જી ઓછી થાય છે અને પોઝીટીવ એનર્જી વધે છે. ચાલો તો આ ઉપાયો વિશે જાણી લઈએ.

દક્ષિણમાં મુખ્ય દ્વાર હોય તો આ ઉપાય કરો : જો તમારા ઘર કે દુકાનનું મુખ્ય દ્વાર દક્ષિણ પશ્ચિમ દિશા છે અથવા તો દક્ષિણ દિશામાં છે તો તેના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશની મૂર્તિ લગાવો અને દુકાનના મુખ્ય દ્વાર પર યમકીલક યંત્રને સ્થાપિત કરો. આમ કરવાથી તમારા ઘર કે દુકાનમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહિ.

સમય સમય પર સફાઈ કરતા રહો : અક્સર આપણે ઘર કે દુકાનની સફાઈ દર વર્ષે દિવાળી પર કરતા હોઈએ છીએ. સફાઈ કરવી સારી બાબત છે. પણ સફાઈ કરતી વખતે આપણે ઘર કે દુકાનમાંથી એ વસ્તુઓને કાઢી નાખવી જોઈએ જેની આપણને આવશ્યકતા ન હોય. ઘર કે દુકાનમાંથી ભંગાર જેમ કે, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ, બંધ ઘડિયાળ, ખરાબ કમ્પ્યુટર, તૂટેલો અરીસો બધું ઘરની બહાર ફેકી દો. આમ કરવાથી ઘર જ નહિ પણ દુકાનમાં પણ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને તમને સફળતા પણ મળશે.

સફેદ રંગની ગણેશની પ્રતિમાનું સ્થાપન કરો : ઘર અને દુકાનમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ઘણી વખત ઘર કે દુકાનમાં તમારું મન ખુબ જ ભટકવા લાગે છે એવામાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી મન શાંત રહે છે. તમારું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. દુકાનમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે મૂર્તિ સફેદ રંગની હોવી જોઈએ. તેની નિયમિત રૂપે પૂજા કરવી જોઈએ. તેનાથી તમારું મન કામમાં કેન્દ્રિત થાય છે.

ઘરમાં પીરામીડ રાખો : પિરામિડની વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ રહેલું છે. તેની વિશેષતા એ છે કે, તેનાથી ઘર અને દુકાનમાં સકારાત્મકતા બની રહે છે. બીજી વિશેષતા એ છે કે, તેનાથી તમારા વ્યવસાયમાં પણ તમને ઉન્નતી મળે છે. એવું કહેવામાં આવે છે કે, પીરામીડ પોતાની આસપાસની વસ્તુઓનો ગુણધર્મ બદલી શકે છે. આમ ઘર હોય કે દુકાન પીરામીડ જરૂર લાવો. તે તમને વ્યવસાયમાં સફળતા અપાવશે.

આમ તમે પોતાના ઘર કે દુકાનની દક્ષિણ દિશામાં રહેલ દોષને નિવારવા માટે ગણેશની મૂર્તિ, પીરામીડનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘર અને દુકાનમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. તેમજ તમારા બિઝનેસમાં પણ સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્રના દોષને દુર કરવા માટે આ ઉપાયો તમને મદદ કરશે. તેનાથી તમારા ઘર કે દુકાનમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થાય છે. સદા સકારાત્મક ઉર્જા બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment