પગની નસો નીલા રંગની કે ફૂલેલી દેખાય તો હોય શકે છે આ ગંભીર બીમારી, દુખાવો કે પીડા વધે એ પહેલા જ કરો આ 5 કામ… બચી જશે તમારો જીવ…

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે અમુક લોકોને પગમાં તેની નસ દેખાય છે જે મોટેભાગે નીલા રંગની દેખાય છે. તેમજ ઘણી વખત તે ફૂલેલી પણ હોય છે. જો કે આવું વારંવાર થવું એ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આથી એનો સમય રહેતા ઈલાજ કરવો બહુ જરૂરી છે. 

પોતાના પગ જોઈને શું તમને પણ લાગે છે કે, પગની નસો બીજાના પગ કરતાં કઈંક અલગ દેખાય છે. જો તમારા પગની નસો કઈંક ફુલેલી દેખાતી હોય. કઈંક વધારે જ ઊપસેલી દેખાતી હોય તો હોઇ શકે છે તે વૈરિકોઝ વેન્સ હોય. ઓછી ઉંમરમાં અથવા શરૂઆતમાં આ વેન્સ વધારે તકલીફ આપતા નથી. પરંતુ જો તમે નજરઅંદાજ કરો તો, આ વેન્સ દુખાવાનું કારણ બની શકે છે.વૈરિકોઝ વેન્સના લક્ષણો ક્યાં છે?:- વૈરિકોઝ વેન્સ સામાન્ય રીતે પગમાં થાય છે. ખાસ કરીને પંજાની આસપાસ તે દેખાય છે. જે ઉપર વધતાં ઘૂંટણ અને જાંઘ પર પણ દેખાય છે. જે લોકો વધુ સમય સુધી ઊભા રહેતા હોય, જેમના પગ પર પ્રેશર વધારે રહેતું હોય, એવા લોકોને આ પ્રકારના વેન્સની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ એક્સપર્ટ મુજબ, વૈરિકોઝ વેન્સ સામાન્ય નસો કરતાં વધારે મોટી અને ટ્વિસ્ટેડ વેન્સ હોય છે જે પગમાં દેખાય છે. એક્સપર્ટ આ નસોથી જોડાયેલી જાણકારી આપી છે. જેમાં વૈરિકોઝ વેન્સમાં થતાં દુખાવા અને તેનાથી બચવાની રીત જણાવવામાં આવી છે. 

વૈરિકોઝ વેન્સ કેટલી ગંભીર બીમારી છે? :- જો તમે તે ઓળખ કરવા માંગતા હોય કે તમને વૈરિકોઝ વેન્સ છે કે નહીં. તો, તમારા પગને ધ્યાનથી જુઓ. જો તમારા પગમાં ભૂરી નસો દેખાતી હોય. જે થોડી મોટી દેખાતી હોય તો સમજો કે તે વૈરિકોઝ વેન્સ હોય શકે છે. તેના પર સમય રહેતા ધ્યાન આપવામાં ન આવે તો આ નસોમાં દુખાવો થવા લાગે છે. જે ઉંમરની સાથે સાથે અસહનીય પણ હોય શકે છે.વૈરિકોઝ વેન્સના લક્ષણો:- વૈરિકોઝ વેન્સ અને સામાન્ય નસોમાં તફાવત સમજવા માટે આ લક્ષણોને સમજવા જરૂરી છે. ડોક્ટર મુજબ, જો તમને નસોમાં દુખાવો થવા લાગે. પગમાં અચાનક બળતરાનો અનુભવ થાય જેને બર્નિંગ સેંસેશન કહી શકાય છે. એવો અનુભવ થાય તો પણ તે, વૈરિકોઝ વેન્સના કારણે થઈ શકે છે. પગમાં દુખાવો વધુ થવા લાગે જ્યારે તમે એકધારા બેસી રહો કે ઊભા રહો. પગમાં જ્યાં જ્યાં નસો ખૂલી, મોટી અને ભૂરી દેખાય ત્યાં ખંજવાળ આવવી. આવી નસોની આસપાસની સ્કીનનો કલર પણ બદલાઈ જાય છે. 

વૈરિકોઝ વેન્સના કારણ:- વૈરિકોઝ વેન્સ થવાના ઘણા કારણો હોય શકે છે. એક કારણ તો વધારે સમય સુધી ઊભા રહેવું છે જ. તે સિવાય અન્ય ઘણા કારણોથી વૈરિકોઝ વેન્સ થઈ શકે છે. ઘણી મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન વૈરિકોઝ વેન્સનો સામનો કરવો પડી શકે છે. વધતાં વજનના કારણે પગની નસો ફૂલવા લાગે છે. જે પછીથી વૈરિકોઝ વેન્સનું રૂપ લઈ લે છે. વધારે ઉંમરમાં પણ વૈરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે. જેમનું વજન વધારે હોય, એટલે કે જે ઓવર વેઇટ હોય તેમને પણ વૈરિકોઝ વેન્સ થઈ શકે છે. આ વૈરિકોઝ વેન્સથી બચવાના અમુક ઉપાયો નીચે મુજબના છે જે અજમાવીને તમે તેનાથી બચી શકો છો. વધારે સમય ઊભા રહેવાથી બચવું:- જો તમે વેરિકોજ વેન્સનો શિકાર થઈ ગયા હોય તો, તેમાં થતાં દુખાવાથી બચવા માટે વધારે સમય એકધારા ઊભા રહેવું જોઈએ નહીં. પગ લટકાવીને લાંબો સમય બેસવું નુકસાનદાયક છે. વચ્ચે બ્રેક લેવો જોઈએ. થોડી વાર માટે તમારા પંજાના બળે ચાલવું. તેનાથી આરામ મળે છે. 

પગ ઊંચા રાખવા:- પગને ઊંચા રાખવાથી લોહીનો ફ્લો સરખો રહે છે. તમે જ્યારે બેઠા હોય ત્યારે કોઈ વસ્તુ પર પગને સીધા રાખવા. તે માટે તમે કોઈ સ્ટેન્ડ કે સ્ટૂલનો ઉપયોગ કરી શકો છો. સૂતા સમયે પગ બાજુ પલંગ થોડો ઊંચો રાખવો. તમે પલંગની નીચે બંને બાજુ ઈંટ કે કોઈ અન્ય સપોર્ટ રાખી શકો છો. અથવા પગને ઊંચા રાખવા માટે તકીયાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી વેન્સના વાલ્વ માટે બ્લડને હાર્ટ બાજુ પુશ કરવામાં સરળતા રહે છે.યોગાસન કરવા:- વૈરિકોઝ વેન્સને શાંત રાખવા માટે તમે અમુક ખાસ પ્રકારના યોગાસન પણ કરી શકો છો. જેમાં શીર્ષાસન, મેરુદંડાસન, પાદઉત્તાનાસન, સર્વાંગાસન અને નૌકાસન સમાવિષ્ટ છે. 

વર્કઆઉટ સીમિત કરવું:- જો તમે વેઇટ લોસ કે ટોન્ડ બોડી માટે વધારે વર્કઆઉટ કરી રહ્યા હોય તો તમારે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે મોડરેટ વર્કઆઉટ કરો. કારણ કે, વધારે વર્કઆઉટથી વૈરિકોઝ વેન્સ વધારે પ્રભાવિત થઈ શકે છે. 

તેલનો ઉપયોગ કરવો:- આ વેન્સની મસાજ માટે એન્ટિ ઇમ્ફ્લેમેટરી ઓઇલનો ઉપયોગ કરવો. મસાજની ડાયરેક્ષણ ઉપરની બાજુ રાખવી. એટલે કે જ્યારે તમે મસાજ કરો ત્યારે તમારા હાથ પંજાથી ઘૂંટણ તરફ જવા જોઈએ. મસાજ કરતી સમાએ વધારે પ્રેશર નાખવું જોઈએ નહીં. આમ આ નસને જયારે તમે ફૂલેલી જોવો છો ત્યારથી જ તેનો ઈલાજ કરવો શરુ કરી દો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment