વાળ અને સ્કીનને 1 કલાકમાં જ આપશે કુદરતી નિખાર અને સુંદરતા, જાણો ઉપયોગ કરવાની, મફતમાં જ ચહેરો થઈ જશે ચમકદાર અને આકર્ષક…

મિત્રો તમે તલનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે તમારા વાળ અને ત્વચા પણ સારી રહે છે. જો કે તમે તલને ઘણી રીતે ખાઈ શકો છો. જેમ કે મુખવાસના રૂપમાં, ગોળ સાથે, ખાંડ સાથે, તલ સાંકડી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ જો તમે એ તલનો ઉપયોગ અહી આપેલ રીત પ્રમાણે કરશો તો ત્વચા અને વાળ ચમકદાર અને મુલાયમ બને છે.

સુંદર વાળ અને ગ્લોઇન્ગ સ્કીન દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ ઘણી વખત પરફેક્ટ સ્કીન કેર રૂટીન ફોલો કર્યા પછી પણ વાળને સુંદર બનાવવા અને સ્કીનનો નિખાર જાળવવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને ઉનાળામાં ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ સામાન્ય થઈ જાય છે. તેવામાં તલને પોતાની સ્કીન કેરમાં સામેલ કરીને તમે ત્વચાને સોફ્ટ અને ગ્લોઇન્ગ બનાવી શકો છો. તેમજ વાળને લગતી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.

વાસ્તવમાં સફેદ તલ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોવાની સાથે વિટામીન કે અને વિટામીન ઈ નો સારો સોર્સ માનવામાં આવે છે. સાથે જ તલના તેલમાં રહેલ લીનોલીક એસિડ અને ઓલિક એસિડ ત્વચા અને વાળ પર ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આથી અહીં આ લેખમાં તમે વાળ અને સ્કીન માટે તલનો ઉપયોગ અને ફાયદાઓ વિશે જાણીશું.

ચહેરા પર નિખાર માટે : સ્કીન કેરમાં તલનું તેલથી બનેલ ફેસ પેક ઉપયોગ કરીને તમે ત્વચા પર સરળતાથી નિખાર લાવી શકો છો. આ માટે મુલતાની માટીમાં 1 ચપટી હળદર અને તલનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ફેસ પર એપ્લાઇ કરો. અડધી કલાક પછી પાણીથી ધોઈ નાખો. તેનાથી ત્વચાના ડેડ સ્કીન સેલ્સ ખત્મ થઈ જાય છે અને તમારી સ્કીન ગ્લો કરવા લાગે છે.

સ્ક્રબથી મેળવો સોફ્ટનેસ : ત્વચાને મુલાયમ અને કોમળ બનાવવા માટે તલના તેલનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. આ માટે ફેસ પર તલનું તેલ લગાવો. પાંચ મિનીટ પછી રાઈસ પાવડરથી ચહેરાની સ્ક્રબિંગ કરો. પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ નાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખો.

ડ્રાઈનેસ દુર કરવા : ઉનાળામાં અક્સર ત્વચા રૂખી અને બેજાન થવા લાગે છે. એવામાં તલનું ફેસ માસ્ક સ્કીન પર ખુબ જ કારગર સાબિત થઈ શકે છે. આ માટે તલને દુધમાં પલાળીને પીસી નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. થોડીવાર પછી ચેહરાને પાણીથી સાફ કરી લો.

ખરતા વાળથી છુટકારો માટે : અઠવાડિયામાં 2 થી 3 વખત વાળમાં તલનું તેલ નાખવાથી ખરતા વાળની સમસ્યા ઓછી કરી શકાય છે. આ માટે તલના તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળ પર એપ્લાઇ કરો અને એક કલાક પછી માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ નાખો.

વાળ સફેદ માટે : દરરોજ રાત્રે સુતા પહેલા વાળમાં તલનું તેલથી માલીશ કરીને તમે સફેદ વાળની સમસ્યાને થોડા જ દિવસોમાં દુર કરી શકો છો. તલના તેલને નવશેકું કરીને વાળ પર લગાવવાથી સફેદ વાળ ઓછા થઈ જાય છે.

ખોડો ગાયબ કરવા : એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ તત્વોથી યુક્ત તલનું તેલ ખોડો ઓછો કરવામાં ખુબ જ મદદ કરી શકે છે. જયારે નિયમિત રૂપે તલના તેલનો ઉપયોગ કરીને સ્કેલ્પ ઇન્ફેકશનને પણ દુર કરી શકાય છે. આમ તલનું તેલ તમારા વાળ અને સ્કીન માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા વાળાને ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. તેમજ વાળ અને ત્વચાની સંભાળ રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment