સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

ઘણી વખત ઘણા લોકોને કોઈક કારણસર પેશાબમાં જલન અને દુઃખાવોથતો હોય છે. જેની પીડા ખુબ જ અસહ્ય હોય છે. પેશાબ કરતી વખતે જલન અથવા દુઃખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે. તેના ઘણા કારણો હોય શકે છે. જ્યારે ઘણી વખત અન્ય બીમારીના લક્ષણ અને સંકેતના રૂપે પણ તે સામે આવે છે. ઘરેલું ઉપચાર દ્વારા પેશાબમાં જલન અને દુઃખાવાથી રાહત મેળવી શકાય છે.

ઘણી વખત લોકોને પેશાબ વખતે જલન અને દુખાવો થાય છે. આવું ઘણી વખત સંક્રમણના કારણે પણ થઈ શકે છે. પેશાબ કરતી વખતે થતી આ સમસ્યાને ડીસ્યુંરિયા કહેવામાં આવે છે. આ સમસ્યામાં પેશાબ કરતી વખતે મૂત્રનળીમાં જલન અને દુખાવો થાય છે. 18 થી 50 વર્ષના પુરુષો અને મહિલાઓમાં ડીસ્યુંરિયાની સમસ્યા થવી સામાન્ય વાત છે. ચાલો તેના કારણો અને ઉપાયો વિશે વધુ જાણી લઈએ.

પેશાબમાં જલન અને દુખાવો શા માટે થાય છે ? : પેશાબ કરતી વખતે દુઃખાવો અને જલન થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ કે મૂત્રમાર્ગમાં સંક્રમણ, કોઈ દવાના સેવન કારણે (જેમ કે કિમોથેરાપીની દવા), ઓવરીમાં સીસ્ટ, અંડાશયની પથરી, યોનીમાં સંક્રમણ, કોઈ કેમિકલ, યૌન રૂપથી સંક્રમિત સંક્રમણ, પેલ્વિક ભાગમાં રેડીએશન થેરાપી લેવાથી, તેમજ યુરીનરી કેથેટર.

પેશાબમાં જલનના ઘરેલું ઉપાયો : પાણીની કમી તેમજ પ્રોસ્ટેટ ગ્રંથીમાં સંક્રમણના કારણે પણ પેશાબમાં દુઃખાવો થઈ શકે છે. પણ પેશાબમાં દુઃખાવો અને જલનથી ઘરેલું ઉપચારની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. થોડા ઘરેલું ઉપચાર ડીસ્યુંરિયાથી છુટકારો મેળવવામાં અસરકારક સાબિત થાય છે. ચાલો તો પેશાબના દુઃખાવાના ઉપાય વિશે જાણી લઈએ.

લીંબુથી પેશાબના દુઃખાવો : પેશાબ કરતી વખતે થતી જલન અને દુઃખાવાથી રાહત મેળવવા માટે તમે પહેલા તો એક ગ્લાસમાં થોડું નવશેકું ગરમ પાણી લો અને તેમાં એક લીંબુ નીચોવી નાખો અને ત્યાર પછી તેમાં મધ મિક્સ કરી લો. આ પાણીને દરરોજ સવારે ખાલી પેટ સેવન કરવાથી રાહત મળે છે.

પેશાબમાં જલનથી છુટકારા માટે કાકડી : આ માટે તમે દરરોજ સવારે એક કપ કાકડીના જ્યુસમાં એક ચમચી મધ અને એક લીંબુનો રસ મિક્સ કરી લો. અને આ મિશ્રણ તમારે દરરોજ બે વખત પીવાનું છે. તેમજ જો તમે દિવસ દરમિયાન બે થી ત્રણ કાકડી ખાવ છો તો તે પણ ખુબ જ ફાયદાકારક છે.પેશાબની જલન માટે સફરજનની છાલ : આ સફરજનની છાલનો ઘરેલું ઉપચાર છે જેનું તમારે દિવસ દરમિયાન બે વખત સેવન કરવાનું છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી સફરજનની છાલ અને એક ચમચી મધ નાખીને પીય જાવ, સફરજનની છાલમાં બેક્ટેરિયા-રોધી અને ફંગલ-રોધી ગુણ રહેલા છે, જે પેશાબની જલનને દૂર કરવામાં મદદ કરે છે.

પેશાબની જલન માટે પાણી : જેમ કે આપણે અગાઉ વાત કરી તેમ પેશાબમાં જલનનું કારણ શરીરમાં પાણીની કમી પણ હોય શકે છે. જેના કારણે ડીસ્યુંરિયા થઈ શકે છે. આથી દિવસ દરમિયાન ખુબ જ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી બેક્ટેરિયા અને વિષાક્ત પદાર્થ સરળતાથી બહાર નીકળી જાય છે. પાણીથી ભરપુર ફળ અને શાકભાજીનું સેવન પણ ખુબ જ ફાયદાકારક છે.પેશાબમાં જલન માટે દહીં : દહીનું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે. અને સ્વસ્થ બેક્ટેરિયા બને છે. આથી દરરોજ એક અથવા બે વાટકા દહીં ખાવું જોઈએ. મહિલાઓએ ટેમ્પોનને દહીંમાં ડુબાડીને બે કલાક માટે યોનીમાં લગાવીને રાખી મુકે. તમારે આવું દિવસમાં બે વખત કરવાનું છે.

પેશાબની જલન દૂર કરવાના ઉપાય અને ટીપ્સ : જો તમે પેશાબ કરતી વખતે જલન થતી હોય તો તમારે દરરોજ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. મહિલાઓ પોતાના અંગત ભાગને સાફ રાખે. કેફીન અને વધુ પડતા મસાલેદાર ભોજનનું સેવન ન કરો. વિટામિન સી યુક્ત પદાર્થોનું સેવન કરો. તેમજ શરાબ અને ધુમ્રપાનથી દુર રહો. તેમજ એક ખાસ વાત એ છે કે, પેશાબને ક્યારેય પણ વધુ સમય માટે રોકીને ન રાખવું જોઈએ. તેનાથી બીજી અનેક પરેશાની થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!