આટલા પ્રકારના હોય છે માથાના દુઃખાવા | લક્ષણો પરથી જાણો તમે કંઈ બીમારીથી પીડાવ છો….

આટલા પ્રકારના હોય છે માથાના દુઃખાવા | લક્ષણો પરથી જાણો તમે કંઈ બીમારીથી પીડાવ છો….

મિત્રો ઘણા લોકોને આજકાલ આપણે જોઈએ છીએ કે, તેઓ માથાના દુઃખાવાથી લડી રહ્યા હોય છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે, માણસને જ્યારે કોઈ ટેન્શન વધી જાય ત્યારે નવી નવી બીમારી તેના શરીરમાં આકાર લે છે. આમ જ્યારે તમે માનસિક રીતે થાકી જાવ છો ત્યારે આ અનેક બીમારીઓ માંથી એક બીમારી માથાના દુઃખાવાની છે. અને આ બીમારી ક્યારેક એટલી વધી જાય છે કે, પછી તેનો ઈલાજ કરવો ખુબ મુશ્કેલ હોય છે. આથી તમે જો પહેલેથી સાવધાન રહો તો સ્વસ્થ રહી શકો છો.

માથાનો દુઃખાવો તો આજના સમયમાં એક સામાન્ય બાબત બની ગઈ છે. માથાનો દુઃખાવો એક એવી સમસ્યા બની ગઈ છે જેનાથી બાળકો, મોટાઓ, વડીલ દરેક પરેશાન છે. ઘણી વખત થાક અને વધુ કામના લીધે પણ, તેમજ નીંદર પુરતી ન કરવાથી માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. પણ જો તમારું માથું સતત દુઃખી રહ્યું છે તો તરત જ ડોક્ટરની મદદ લેવી જોઈએ.

આ સિવાય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવામાં આવે તો આખી દુનિયામાં યુવાનો માં 50% જેટલા લોકોને વર્ષમાં એક વખત તો માથાનો દુઃખાવો થાય જ છે. તેનું કારણ એ છે કે, માથાના દુઃખાવાના ઘણા પ્રકાર હોય છે. ઘણી વખત તમે જોયું હશે કે, તમારા માથાનો પાછળનો ભાગ દુઃખે છે, તો ઘણી વખત તમારી આંખ. આમ માથાનો આ પ્રકારનો દુઃખાવો ઘણી બીમારીઓનો સંકેત આપે છે. તો ચાલો જાણીએ તેના વિશેની વિશેષ માહિતી.

પહેલું લક્ષણ – માથાની એક બાજુ દુઃખાવો થવો : જો તમારા આખા માથામાં નહિ પણ એક તરફ દુઃખાવો થઈ રહ્યો છે તો તમને માઈગ્રેન સંબંધી બીમારી હોય શકે છે. આ દુઃખાવો તમને જમણી બાજુ પણ થઈ શકે છે અને ડાબી બાજુ પણ થઈ શકે છે. તેના લક્ષણ જોઈએ તો, આળસ આવવી, માથું સતત ભારે લાગવું, ઘણી વખત આવી સ્થિતિમાં નાકમાંથી પણ પાણી નીકળે છે, ઉલ્ટીની સમસ્યા થઈ.

બીજું લક્ષણ – આંખ પાસે દુઃખાવો થવો : જો તમે આંખ પાસે ખુબ જ દુઃખાવો થઈ રહ્યો છે તો આ લક્ષણ કલસ્ટર તરફ ઈશારો કરે છે. તેના લક્ષણો એવા છે કે, ખુબ જ માથું દુઃખવું, નાકનું જામી જવું, આંખમાં સતત પાણી આવવું, બેચેની અનુભવવી. કલસ્ટર વિશે તમને માહિતી નથી કોમેન્ટ કરજો અમે એના વિશે તમને આવતા આર્ટિકલમાં માહિતી આપીશું 

ત્રીજું લક્ષણ – માથાની બંને બાજુ દુઃખાવો થવો : આ પ્રકારનો માથાનો દુઃખાવો તણાવને કારણે થઈ શકે છે. જો તમને કોઈ વાતની ચિંતા છે તો તમને આ પ્રકારનો માથાનો દુઃખાવો થઈ શકે છે. તેના લક્ષણોમાં માથાની પાછળની બાજુ દુઃખાવો થવો, સતત માથું ભારે લાગવું, ધીમું ધીમું માથું દુખવું, માથામાં ટસ-ટસનો અવાજ આવવો.

ચૌથું લક્ષણ – આંખની ઉપર અને નીચે દુઃખાવો થવો : આમાં તમને આંખની ઉપર અને નીચેના ભાગે દુઃખાવો થાય છે. ઘણી વખત આમાં તાવ પણ આવે છે. આવા લક્ષણ જોવા મળે તો સમજી જાવ કે આ સાઈનસનો સંકેત છે. સાઈનસ વિશે તમને માહિતી નથી કોમેન્ટ કરજો અમે એના વિશે તમને આવતા આર્ટિકલમાં માહિતી આપીશું

આ ઘરેલું ઉપાયથી માથાનો દુઃખાવો દૂર કરી શકો છો : બની શકે એટલું પાણી પીવાનું પ્રમાણ વધુ રાખો. ત્યાર બાદ નવશેકા  ગરમ પાણીમાં એક ચમચી સફરજનની છાલ નાખીને તે પાણી પીવો. ઉકાળો પીવો. ઉકાળો બનાવતી વખતે તેમાં તજ, તીખા, જરૂર નાખો. ખાંડની જગ્યાએ તેમાં ગોળ કે મધનો ઉપયોગ કરો. લવિંગના તેલથી માલીશ કરો.

આમ જો તમને ઉપર આપેલ લક્ષણમાંથી કોઈ લક્ષણ દેખાય તો તમે ઘણા ઘરેલું ઉપચારથી તેનો ઈલાજ કરી શકો છો. પણ આ પહેલા કોઈ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment

error: Content is protected !!