જન્મથી બે-ત્રણ વર્ષ સુધી બાળકો બ્રશ નથી કરતા, તેમ છતાં તેના મોં માંથી દુર્ગંધ નથી આવતી, શા માટે ?

મિત્રો આપણે બધા જણીએ છીએ કે બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. કેમ કે બાળકોમાં માસુમિયત અને નિખાલસતા જોવા મળે છે. લગભગ દરેક લોકોને નાના બાળકો રમાડવા પસંદ હોય છે. આજકાલ નાના બાળકોને લઈને માતા-પિતા ખુબ જ ખેવના કરતા હોય છે. નવજાત શિશુને દરેક માતા-પિતા ખુબ જ ધ્યાન પૂર્વક ઉછેરતા હોય છે. દરેક સમજદાર લોકો બાળકની નાની નાની વાતનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. પરંતુ તમે ક્યારેય નાના બાળકમાં એવું નોટીસ કર્યું છે કે, બે થી ચાર વર્ષના બાળકના મોં માં બ્રશ ન કરવા છતાં પણ વાસ ન આવતી હોય. 

લગભગ બે થી ત્રણ, ચાર વર્ષના બાળકો એટલા સમજદાર ન બની ગયા હોય કે સવારમાં ઉઠીને મોટા સમ બ્રશ કરે. પરંતુ તેઓ બ્રશ ન કરતા હોવા છતાં પણ તેના મોં માંથી વાસ આવતી ન હોય. તો તેની પાછળનું કારણ શું છે એ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો આજે અમે તમને જણાવશું કે શા માટે નાના બાળકોના મોં માંથી વાસ ન આવે. 

> 1 < : બે થી ત્રણ, ચાર વર્ષ સુધીના બાળકોને લગભગ દાંત ઉગી ન આવ્યા હોય. જો મોં માં દાંત ન હોય તો પછી તે કોઈ પણ ખોરાકનું સેવન કરે તે મોં માં ક્યાંય ફસાતું નથી. જો મોં માં ખોરાક ફસાય તો તેનું રૂપાંતર બેક્ટેરિયામાં થાય છે અને તેના કારણે વાસ આવે છે. આ પ્રક્રિયા આટલી નાની ઉંમરના બાળકોમાં નથી થતી. આ એક કારણ પણ બાળકોના મોં માંથી વાસ ન આવે તેનું.

 

> 2 < : આમ જોઈએ તો બે થી ત્રણ વર્ષના બાળકોનું પ્રમુખ ભોજન માત્ર માતાનું દૂધ હોય છે. તમને જણાવી દઈએ કે માતાના દુધમાં ઘણા બધા રોગપ્રતિકારક કોષો રહેલા હોય છે. તેને ફાગોસાઈટ્સ કહેવાય. જે બેક્ટેરિયા મોં માં ગંધ ઉભી કરે તેને આ ફાગોસાઈટ્સ કોષો મારી નાખે છે અને તે બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડી દે છે. 

> 3 < : બાળક આટલી નાની ઉંમરનું હોય ત્યારે ઘરમાં તેનું ખુબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે. માટે બાળકોને આ ઉંમરમાં કોઈ પણ પ્રકારનું જંક ફૂડ ખવડાવતા ન હોય. જંક ફૂડ મોં માં વધુ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. માટે બાળકો તેનું સેવન કરતા હોય. મોટાભાગે માતા બાળકને ફળો, શાકભાજી, દાળ, રોટલી, ભાત જેવા સાત્વિક ખોરાકનું સેવન કરાવતા હોય છે. એટલા માટે વાસ ન આવે.

> 4 < : બાળકોના લાળ પડતી હોય છે. બાળક નાનું હોય એટલે તેના મોં માંથી આપમેળે લાળ પડી જતી હોય છે. લાળ મોં માંથી નીકળી જવાના કારણે બાળકોના મોં ની અંદરના બેક્ટેરિયા નિયંત્રણમાં રહે છે. જે બાળકોને મોં માં વધુ લાળ ઉત્પન્ન થતી હોય તેમના મોં માંથી વાસ ખુબ જ ઓછી આવતી હોય છે. 

ઉપર કારણો જાણ્યા પરંતુ તેમ છતાં તમને જણાવી દઈએ કે બાળકોના મોં ની સ્વચ્છતા રાખવી ખુબ જ આવશ્યક છે. સ્તનપાન બાદ બાળકો જ્યારથી ખોરાક લેવા લાગે, ત્યાર બાદ બાળકોનું મોં તરત જ સાફ કરી નાખવું જોઈએ. 

બાળકની જીભ એ ઉંમરમાં ખુબ જ નરમ હોય છે માટે, સુતરાવ કાપડ લેવાનું, તેને ગરમ પાણીમાં પલાળીને બાળકના મોં ને સાફ કરવું જોઈએ. નાના બાળક ખોરાક લેવાનું શરૂ કરી દે, ત્યાર બાદ તેના મોં ને આપણી આંગળીઓ વડે ધીમે ધીમે સાફ કરવું જોઈએ, કેમ કે તેનાથી બાળકના મોં માં અને નાના દાંત આવ્યા હોય તો તેના પર ખોરાકના કણો હોય તે નીકળી જાય છે. માટે બાળકોના મોં ની સ્વચ્છતાનું ખુબ જ ધ્યાન રાખો.

Leave a Comment