ભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….

ભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….

વિકસિત થવા માટે ઝડપ ભેર દોડી રહેલા ભારતને લઈને એક એવો દાવો કરવામાં આવ્યો છે જે સરકારની સાથે સાથે સામાન્ય વ્યક્તિને પણ ચિંતામાં મૂકી દે. એક અમેરિકન ઑન્કોલોજિસ્ટ ડોક્ટર જેમ અબ્રાહમ નો દાવો છે કે આવનાર સમયમાં ભારતમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામી આવશે. ઑન્કોલોજિસ્ટે તેની પાછળ ગ્લોબલાઇઝેશન, વધતી અર્થવ્યવસ્થા, વૃદ્ધ થઈ રહેલી જન સંખ્યા અને લાઈફ સ્ટાઇલમાં બદલાવ જેવા કેટલાક મોટા કારણો જણાવ્યા છે. ડોક્ટર અબ્રાહમનું કહેવું છે કે જે રીતે ગંભીર બીમારીઓ ભારતની તરફ વધી રહી છે તેને રોકવા માટે એ ખૂબ જ જરૂરી છે કે મેડિકલ ટેકનીક ને વધારો આપવામાં આવે. 

અમેરિકા ના ઓહિયોમાં, ક્લેવલેન્ડ ક્લિનિકમાં ડિપાર્ટમેન્ટ ઓફ  હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. જેમ અબ્રાહમ, આ સદીમાં કેન્સરની સંભાળને ફરીથી આકાર આપવા માટેના છ મહત્વપૂર્ણ વલણોની યાદી આપે છે. આ પૈકી, પ્રથમ ત્રણ વલણોમાં કેન્સર નિવારણ માટેની રસી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા ડિજિટલ ટેક્નોલોજીનો પ્રચાર અને લિક્વિડ બાયોપ્સીનો સમાવેશ થાય છે.

કેન્સર જેવી બીમારીઓ માટે ભારતની સામે છે આ મોટો પડકાર : અન્ય ત્રણ ટ્રેન્ડોમાં જીનોમિક પ્રોફાઈલિંગ, જીન એડીટીંગ ટેકનોલોજી નો વિકાસ અને ઇમ્યુનોથેરાપી અને કાર ટી સેલ થેરાપીના નિવસ્ટ જનરેશન સામેલ છે. ડોક્ટર અબ્રાહમે કહ્યું કે  ભારત માટે સૌથી મોટો પડકાર છે કેન્સર જેવી બીમારીથી બચવા માટે લોકોને ટેકનોલોજી સુધી પહોંચાડવા અને તેમને પોસાય તેવી બનાવવા. 

ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટી  (Globocan) પ્રમાણે વર્ષ 2040 સુધી વિશ્વમાં કેન્સરનો હાહાકાર થઈ જશે. 2040 સુધી વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વર્ષ 2020 ની તુલનાએ 47 ટકા વધીને 2 કરોડ 80 લાખ પ્રતિ વર્ષ સુધી પહોંચી જશે. વર્ષ 2020 માં કેન્સરના લગભગ 1 કરોડ 80 લાખ કિસ્સા સામે આવ્યા હતા અને લગભગ એક કરોડ લોકોનું વિશ્વમાં આજ બીમારી ની ઝપટમાં આવીને મૃત્યુ થયું હતું. મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર હાલના સમયમાં ફેફસાના કેન્સરને પાછળ મૂકીને સૌથી આગળ આવી ગયું છે. જોકે હજુ સુધી સૌથી વધારે મૃત્યુ ફેફસાના કેન્સરના કારણે થઈ રહ્યા છે.

કેન્સર ની વેક્સિન થશે ભવિષ્યમાં અસરકારક:- ડોક્ટર અબ્રાહમનું માનવું છે કે સફળ કેન્સર વેક્સિન આ બીમારીના અલગ અલગ રૂપોને હરાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં અલગ અલગ કેન્સર માટે વેક્સિન તો બનાવવામાં આવી છે પરંતુ તે બધી હજુ ટ્રાયલ પર છે. પરંતુ શરૂઆતથી પરિણામો ખૂબ જ સકારાત્મક છે. તેમણે જણાવ્યું કે વર્તમાનમાં કલીવલેન્ડ ક્લિનિક ની ટીમ પણ બ્રેસ્ટ કેન્સરની એક વેક્સિનનું ટ્રાયલ કરી રહી છે.

ડોક્ટર અબ્રાહમે આગળ કહ્યું કે ટેકનીકનો ઉપયોગ માણસ થી પણ વધારે સારો છે. તેમને જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  (એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા) દ્વારા બાયોપ્સી દરમ્યાન સામાન્ય અને અસામાન્ય વેરીએશન્સ ની જાણ સૌથી સારી રીતે લગાવી શકાય છે. જ્યારે માણસ આ કામ પોતાની આંખોથી નથી કરી શકતો.

આવનાર સમયમાં બીમારીની ઓળખ માટે જીનોમિક ટેસ્ટિંગનું હશે ચલણ:- સમયની સાથે જેનેટીક પ્રોફાઈલિંગ કે ટેસ્ટિંગ દ્વારા બ્રેસ્ટ કેન્સર અને કોલન કેન્સર ની શરૂઆત સ્ટેજ પર ઓળખ થઈ શકે છે. ડોક્ટર અબ્રાહમ નું કહેવું છે કે આવનારા સમયમાં જીનોમિક ટેસ્ટિંગ નો ઉપયોગ વધી જશે.

ડોક્ટર અબ્રાહમે જણાવ્યું કે આ ટેકનીક નો ઉપયોગ બ્લડપ્રેશર કે કોલેસ્ટ્રોલ ને મોનિટર કરીને અને વિશેષ રૂપે કેન્સર ના કોષોને શોધીને મારવા માટે તેનો ઈલાજ શોધવા માટે કરવામાં આવશે. આ ટેકનિક દ્વારા કેન્સરને સંપૂર્ણ રીતે બનતા પહેલા જ ડોક્ટર તેનો ઈલાજ  કરી શકશે.ડોક્ટર અબ્રાહમે કહ્યું કે કેન્સર માટે જોરશોરથી સારવાર જરૂરી છે. તેમણે કહ્યું કે ઉભરતી લિક્વિડ બાયોપ્સી ટેકનિક દ્વારા લોહીના માત્ર એક ટીપા દ્વારા જ કેન્સરને શોધી શકાય છે. સમયસર બીમારીની ઓળખ થાય તો તેનું નિદાન પણ સારી રીતે થાય છે. વર્તમાન સમયમાં મોટાભાગના કિસ્સામાં જ્યારે ખબર પડે છે ત્યારે ઘણો જ વિલંબ થઈ ગયો હોય છે 

ડોક્ટર અબ્રાહમે કહ્યું કે જ્યારે અમે કેન્સર થી બચાવ અને તેના ઈલાજ માટે ટેકનીક વિકસિત કરીશું તો અમારું પૂરું ધ્યાન કેન્સર ને અટકાવવા અને તેનાથી બચાવ કરવા પર રહેશે. કેન્સર થી બચવું હોય તો તમાકુ, દારૂને સંપૂર્ણ રીતે છોડવું પડશે. ડાયટ અને ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું પડશે. વર્તમાનમાં કેન્સર થવાના આ બધા સૌથી સામાન્ય કારણો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!